(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એપલ મેકબુક પર કોફી ઢોળાઈ અને…

આપણે ઓફિસમાં પોતાના ટેબલ પર લેપટોપ મૂકીને તેના પર કામ કરી રહ્યા હોઇએ એ સમયે ઓફિસબોય ચા કે કોફીનો કપ આપવા આવે ત્યારે આપણો જીવ અધ્ધર થઈ જતો હોય છે. વર્ક-ફ્રોમ-હોમના સમયમાં લેપટોપ કે સ્માર્ટફોન પર ચા, કોફી કે પાણી ઢોળાવાનું જોખમ હજી વધી ગયું હતું.

તમને આવો અનુભવ ન થયો હોય તો તમે નસીબદાર. પરંતુ કદાચ આવો અનુભવ થાય તો પણ આપણે નસીબને દોષ દેવાથી વિશેષ ખાસ કંઈ કરીએ નહીં.

પરંતુ બેંગ્લુરુની એક મહિલા જુદી નીકળી. તેની એપલ મેકબુક પર ભૂલથી કોફી ઢોળાઈ અને એ મહિલાએ એપલ સામે કેસ કરી દીધો. જોકે મેકબુક પર કોફી ઢોળાવા માટે એપલ કંપનીને જવાબદાર ઠેરવવામાં આવી નહોતી.

કેસનો આધાર કંઈક જુદો હતો.

બન્યું એવું હતું કે એ મહિલાએ પોતાની મેકબુકના મેઇન્ટેનન્સ માટે એપલની કેર પ્લસ સર્વિસનું સબસ્ક્રિપ્શન ભર્યું હતું.

એવું કર્યા વિના છૂટકો પણ નહોતો. ૧૩ ઇંચના આ લેપટોપની કિંમત રૂ. ૧,૭૪,૦૦૦ જેટલી ઊંચી હતી! આથી તેની જાળવણી માટે એ મહિલાએ વધારાના રૂ. ૨૩,૦૦૦ જેટલી રકમ આપીને મેકબુકના રીપેરિંગ માટે એક પ્રકારનો વીમો ઉતરાવ્યો.

મેકબુકને વિવિધ પ્રકારે ડેમેજ થાય તો તેનું રીપેરિંગ આ પ્લાનમાં આવરી લેવામાં આવતું હતું.

આપણા હેલ્થ ઇન્સ્યોરન્સમાં જેમ ઘણી વાર વીમા કંપની આડી ફાટે છે તેવું ટેક ડિવાઇસના વીમામાં પણ થઈ શકે છે.

એ પછી ન બનવાનું બન્યું. મેકબુક પર કામ કરતી વખતે ભૂલથી તેના પર કોફીનો મગ આડો પડ્યો અને મેકબુક ધડાક દઇને શટડાઉન થઈ. મહિલા તાબડતોબ મેકબુક લઇને એપલના સ્ટોર પર પહોંચી પરંતુ ત્યાં જવાબ મળ્યો કે મેકબુકને કોઈ પ્રકારના લિક્વિડથી ઇન્ટરનલ ડેમેજ થાય તો એ પ્રકારનું નુકસાન પેલા પ્લાનમાં કવર્ડ નથી. ગુસ્સે ભરાયેલી મહિલાએ કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ નોંધાવી અને તેમાં એપલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તથા તેના રિસેલર્સ સ્ટોરને નિશાન બનાવ્યા.

જોકે આ કેસમાં કંપની સફળતાપૂર્વક સાબિત કરી શકી કે તે તેના ઇન્સ્યોરન્સ પ્લાનમાં લિક્વિડથી થતા નુકસાનને કવર કરવામાં આવતો હોવાનો કોઈ દાવો નથી.

કંપની કેસ જીતી ગઈ.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!