(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આપણા તમામ મૂડીરોકાણનું એક કોમન સ્ટેટમેન્ટ મેળવવા માટે…

કદાચ તમારો પણ અનુભવ હશે કે બહુ લાંબા સમય પહેલાં, એટલે કે ૧૫-૨૦ વર્ષ પહેલાં તમે શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ શરૂ કર્યું હોય તો મોટા ભાગે તમારા કોઈ ‘જાણકાર’ પરિચિતે તેમના કોઈ ઓળખીતા એજન્ટ સાથે તમારો મેળાપ કરાવી આપ્યો હશે અને પછી તેમની મદદથી તમે મ્યુચ્યુઅલ ફંડ કે શેરબજારમાં રોકાણ શરૂ કર્યું હશે.

અત્યારે આપણે પોતાના વ્યક્તિગત નામે એક જ પાનકાર્ડની મદદથી એકથી વધુ ડિમેટ એકાઉન્ટ ખોલાવી શકીએ છીએ, પરંતુ આપણે રોકાણ કરવાની શરૂઆત કરીએ ત્યારે તેની આંટીઘૂંટીઓની ખબર ન હોય અને ઘણા લોકો તેમના રોજિંદા કામકાજમાં એટલા બધા વ્યસ્ત રહેતા હોય કે તેમનું રોકાણ સંબંધિત કામકાજ આવા ઓળખીતા એજન્ટના ભરોસે ચાલતું રહે.

હવે જો તમે પોતાના રોકાણ પર નિયમિત નજર રાખવા માગતા હો તો હવે એ કામ ઘણું સહેલું બન્યું છે.

આજના સમયમાં શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે અનેક નવાં પ્લેટફોર્મ વિકસ્યાં છે. ખાસ કરીને યંગ જનરેશનને આકર્ષવા માટે આ પ્લેટફોર્મ તેમને શરૂઆતમાં કોઈ ચાર્જ વિના અથવા મિનિમમ બ્રોકરેજ સાથે લે-વેચ કરવાની સગવડ આપે છે. આ બધાં નવી જનરેશનના પ્લેટફોર્મ્સ  તેમની ઓનલાઇન એડ્સ અને ટીવી પરની જાહેરાતોમાં મોટા ભાગે યંગરેશનને જ ટાર્ગેટ કરે છે.

તમે વર્ષોથી રોકાણ કરતા હો કે નવું નવું રોકાણ શરૂ કર્યું હોય – બંને સ્થિતિમાં ડિમેટ એકાઉન્ટના મેનેજમેન્ટની કેટલીક પાયાની બાબતો વિશે તમને પૂરી સ્પષ્ટતા ન પણ હોય. એ ધ્યાનમાં રાખીને અને આજના સમયમાં સ્માર્ટફોન અને નવી નવી ફાયનાન્સ ટેકનોલોજી (ફિનટેક)ને કારણે આપણા રોકાણ સંબંધિત બધી બાબતોનું મેનેજમેન્ટ હવે ખરા અર્થમાં આપણા હાથમાં આવી ગયું છે. આપણે એ સંબંધિત છેક પાયાના સ્તરથી  કેટલીક સ્પષ્ટતા કેળવીએ.

આપણા દેશમાં નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (એનએસડીએલ), સેન્ટ્રલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (સીડીએસએલ), કેફિન ટેકનોલોજીસ જેવી વિવિધ કંપની સિક્યોરિટીઝ ડિપોટિટરી તથા રજિસ્ટ્રાર એન્ડ ટ્રાન્સફર એજન્ટ  (આરટીએ) તરીકે કાર્યરત છે. 

આપણે આ કંપનીઓમાં પોતાના પાન નંબર તથા મોબાઇલ નંબરની મદદથી રજિજસ્ટ્રેશન કરાવીએ તે પછી તેમના તરફથી નિશ્ચિત સમયગાળે શેરબજાર તથા મ્યુચ્યુઅલ ફંડ વગેરેમાં આપણા કુલ રોકાણનું એક કોન્સોલિડેટેડ સ્ટેટમેન્ટ ઇમેઇલ દ્વારા નિયમિત રીતે મળે છે.

આ વ્યવસ્થાનો સૌથી મોટો ફાયદો એ છે કે જો આપણું રોકાણ અલગ અલગ ડિમેટ એકાઉન્ટ દ્વારા થતું હોય તો પણ  જે તે સિક્યોરિટી ડિપોઝિટરી કે આરટીએના કોન્સોલિડેટેડ સ્ટેટમેન્ટમાં આપણા તમામ રોકાણનું એક સહિયારું સ્ટેટમેન્ટ મળે છે.

ઉદાહરણ તરીકે, એનએસડીએલ દ્વારા આપણા મૂડીરોકાણ સંબંધિત કોન્સોલિડેટેડ એકાઉન્ટ સ્ટેટમેન્ટ મેળવવા માટે માટે, https://eservices.nsdl.com વેબસાઇટ પર જઇને આપણા ડિમેટ એકાઉન્ટનું આઇડી તથા ક્લાયન્ટ આઇડી આપીને, સલામતીની જરૂરી વિધિઓ કરીને એક વાર રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. એ પછી તમને નિયમિત સ્ટેટમેન્ટ મળતું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!