(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આઇફોનમાં ‘હેલમેટ નહીં, બખ્તર જેવો’ લોકડાઉન મોડ

જેમનો આઇફોન હેક થવાની ઘણી સંભાવના હોય તેવા લોકો માટે એપલ જડબેસલાક સુરક્ષા આપે છે, જે સામાન્ય લોકોને નડી શકે છે.

જો તમારી પાસે આઇફોન કે આઇપેડ હોય અને તેમાં તમે આઇઓએસ ૧૬ અથવા આઇપેડઓએસ ૧૬ વર્ઝન ઇન્સ્ટોલ કર્યું હોય તો આગળ વાંચો! આ બંને શરતનું પાલન ન થતું હોય તો પણ સ્માર્ટફોનમાં આપણને કેવી જડબેસલાક સલામતી મળી શકે છે એ જાણવા માટે પણ આગળ વાંચો!

જો તમે ઉપલી બંને શરતોનું પાલન કરતા હો તો કદાચ તમારા આઇફોન કે આઇપેડમાં ‘લોકડાઉન’ મોડ તમારા ધ્યાનમાં આવ્યો હશે. એપલના દાવા મુજબ આ મોડ જે તે સાધનના માલિકને ‘એક્સ્ટ્રીમ’ લેવલની સિક્યોરિટી આપે છે. આ મોડ ‘ઓપ્શનલ’ છે એટલે કે તમે ઇચ્છો તો તેને ઓન કરી શકો છો. આ મોડ ખરા અર્થમાં જડબેસલાક પ્રકારની સિક્યોરિટી આપે છે. એટલે એવું પણ બને કે બહેતર સિક્યોરિટી મળશે એવું માનીને આ ફીચરને બરાબર જાણ્યા સમજ્યા વિના તમે તેને ઓન કરી લીધું હોય અને પછી આઇફોન કે આઇપેડના રોજિંદા ઉપયોગમાં તમે મુશ્કેલીઓનો અનુભવ કરી રહ્યા હો!

લોકડાઉન મોડમાં આઇફોનનાં ઘણાં બધાં ફીચર બંધ થઈ જાય છે, આ ફીચર ભૂલથી ઓન કર્યું હોય તો મુશ્કેલી થાય.

આમ થવાનું કારણ એ છે કે એપલે ખાસ કરીને જર્નાલિસ્ટ, વ્હિસલ બ્લોઅર્સ, એક્ટિવિસ્ટ્સ, ગવર્નમેન્ટ કે મોટાં કોર્પોરેશન્સના ટોપ એક્ઝિક્યુટિવ્સ વગેરે લોકો, જેઓ સામાન્ય રીતે હેકર્સનું નિશાન બનવાની વધુ શક્યતા હોય તેમને ધ્યાનમાં રાખીને આ ફીચર વિકસાવ્યું છે.

સરેરાશ યૂઝર માટે આ કદાચ રોજેરોજ હેલ્મેટને બદલે આખેઆખું બખ્તર પહેરીને બાઇક પર સવારી કરવા જેવી વાત થાય! એ જ કારણે જો તમે ભૂલથી આ મોડ ઓન કરી દીધો હોય તો રોજિંદા ઉપયોગમાં તમને કેટલીક મુશ્કેલી આવતી હશે.

જો તમે તમારા આઇફોન કે આઇપેડમાં સમજી વિચારીને અથવા ભૂલથી લોકડાઉન મોડ ઓન કરો તો પછી જે તે ડિવાઇસમાં કેટલાંક ફીચર્સ, એપ્સ તથા વેબસાઇટ્સના ફંકશન્સમાં ધરખમ મર્યાદાઓ આવી જાય છે. કેટલાંક ફંકશન બિલકુલ બંધ પણ થાય છે.

જેમ કે લોકડાઉન મોડ ઓન હોય ત્યારે…

  • મેસેજિસ એપમાં ઇમેજ સિવાયના મોટા ભાગના મેસેજ એટેચમેન્ટ બ્લોક કરી દેવામાં આવે છે. મેસેજમાં કોઈ લિંક આવી હોય તો તેનો પ્રિવ્યૂ બતાવવાનું પણ બંધ થઈ જાય છે.
  • અગાઉ તમે જેમને સામેથી કોલ કર્યો ન હોય તેવા અજાણ્યા લોકો તરફથી આવતા ફેસટાઇમ કોલ બ્લોક થઈ જાય છે.
  • આપણે પોતે અગાઉ જેમને કોઈ સર્વિસ માટે ઇન્વાઇટ કર્યા ન હોય તેવા તમામ લોકો તરફથી એપલની વિવિધ સર્વિસ માટે આવતાં ઇન્વિટેશન્સ પણ બ્લોક થઈ જાય છે.
  • ફોનમાંની ફોટોઝ એપમાંથી શેર્ડ આલ્બમ દૂર થઈ જાય છે. અન્ય વ્યક્તિ તરફથી નવાં શેર્ડ આલ્બમના ઇન્વિટેશન પણ બ્લોક થાય છે.
  •  લોકડાઉન મોડ ચાલુ હોય અને ડિવાઇસ પણ લોક હોય ત્યારે અન્ય કોઈ પણ ડિવાઇસ કે એક્સેસરીઝ સાથેનું વાયર્ડ કનેકશન બ્લોક થઈ જાય છે.
  • આ સિવાય બીજાં કેટલાંક ફીચર્સ પણ બ્લોક થાય છે, જેનો સામાન્ય સંજોગમાં ઉપયોગ આપણે માટે જોખમી બની શકે તેમ હોય.

આ ફીચર ઓપ્શનલ હોવાથી, તમારા આઇફોન અને આઇપેડમાં લોકડાઉન મોડનું ફીચર હોય તો પણ તે ઓફ હોય છે. તમે ઇચ્છો તો તેને ઓન કરી શકો છો.

એ માટે…

  •  તમારા ડિવાઇસમાં સેટિંગ્સ એપમાં જાઓ.
  • તેમાં પ્રાઇવસી એન્ડ સિક્યોરિટીમાં જાઓ.
  • તેમાં લગભગ છેક નીચે સિક્યોરિટીમાં જાઓ. તેમાં ‘લોકડાઉન મોડ’ જોવા મળે તો તેને ટેપ કરો.
  • સ્ક્રીન પર જોવા મળતી સૂચનાઓ બરાબર વાંચી, સમજીને તમે ઇચ્છો તો લોકડાઉન મોડ ઓન કરી શકો.

ફરીથી તમને કહેવામાં આવશે કે હવે તમારા ડિવાઇસમાં ક્યાં ક્યાં ફીચર રીસ્ટ્રિક્ટેડ કે બ્લોક થઈ જશે. એ પછી પણ તમે આ પ્રોટેકશન મેળવવા ઇચ્છતા હો તો લોકડાઉન મોડ ઓન કરી દો.

આપણે વાત કરી તેમ એપલના ડિવાઇસમાં લોકડાઉન મોડ એ હેલ્મેટને બદલે રોજેરોજ આખેઆખું બખ્તર પહેરવા જેવી વાત છે. પરંતુ સાયબર ક્રિમિનલ્સના નિશાન પર રહેતા લોકો માટે આ ફીચર ખરેખર સારું રક્ષણાત્મક કવચ પૂરું પાડે છે. એપલને તેના આ ફીચર માટે એટલો વિશ્વાસ છે કે જે લોકો લોકડાઉન મોડમાંની ખામીઓ શોધી શકે તેમને માટે કંપનીએ મોટાં ઇનામ પણ જાહેર કર્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!