(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મસ્ક પણ છે ટ્વીટિંગના વ્યસની!

આપણે અવારનવાર વાંચીએ -સાંભળીએ છીએ કે ટેકદુનિયામાં ટોચ પર પહોંચેલા લોકો તેમનાં પોતાનાં બાળકોને ઇન્ટરનેટ કે સોશિયલ મીડિયાની લત લાગે નહીં એ માટે સભાન રહે છે. ‘સાયબરસફર’ના નવેમ્બર ૨૦૨૦ અંકની એક કવરસ્ટોરીમાં આપણે નેટફ્લિક્સ  પરની એક ડોક્યુમેન્ટરી ‘ધ સોશિયલ ડાઇલેમા’ વિશે વિગતે વાત કરી હતી. એમાં આજના સોશિયલ મીડિયાને આકાર આપનારા લોકોએ તેના વ્યસન વિશે મોકળા મને વાત કરી છે (તમે આ ડોક્યુમેન્ટરી જોઈ ન હોય તો અચૂક જોજો).

આ એક તરફની વાત થઈ. બીજી તરફ, ટેકજગતના માંધાતાઓમાંથી કેટલાક પોતે સોશિયલ મીડિયાના જબરા વ્યસની છે. જેમ કે અમેરિકન ટેક્નોક્રેટ અને ટેસ્લા, સ્પેસએક્સ અને એક્સ (ટ્વીટર) જેવી કંપનીના સર્વેસર્વા ઇલોન મસ્ક.

એમની ટ્વીટ્સ કરવાની લત વિશે હમણાં એક નવી વાત બહાર આવી.

એ મુજબ, એક વાર એવું બન્યું કે ઇલોન મસ્ક અને તેમના મિત્ર તથા ટેસ્લા કંપનીના બોર્ડ મેમ્બર એક હોટેલમાં રોકાયા હતા. મસ્ક એમની આદત મુજબ ધડાધડ ટ્વીટ્સ કર્યે જતા હતા. અડધી રાત્રે પણ ટ્વીટર કરવાની ઇલોન મસ્કની આદતથી કંટાળીને પેલા મિત્રે મસ્કના હાથમાંથી એમનો ફોન ખૂંચવી લીધો અને રૂમમાંની ઇલેક્ટ્રોનિક તીજોરીમાં મૂકી દીધો અને જાતે જ તેને લોક કર્યું.

જોકે ઇલોન મસ્ક ગાંજ્યા જાય એમ નહોતા. એમણે હોટેલના સ્ટાફને બોલાવ્યો અને ગમે તેમ કરીને તીજોરી ખોલાવી ફોન પરત મેળવ્યો અને ફરી ટ્વીટ્સ કરવાનું ચાલુ કર્યું!

ઇલોન મસ્ક આમ પણ ‘માથા ફરેલ વ્યક્તિ’ તરીકે જાણીતા છે. હમણાં તેઓ અમેરિકાના બીજા સૌથી વધુ જાણીતા ‘માથાના ફરેલ વ્યક્તિ’ અને અમેરિકન પ્રમુખપદની ચૂંટણીના નવેસરથી દાવેદાર ડોનાલ્ડ ટ્રમ્પની તરફે ચઢ્યા છે.

જો ટ્રમ્પ પ્રમુખ બને તો ઇલોન મસ્કને વોશિંગ્ટનમાં કોઈ મહત્ત્વનું સ્થાન મળે તો નવાઈ નહીં.

મસ્કે ટ્વીટર કંપની હસ્તગત કરી ત્યારે પણ તેમના અનેક મિત્રોએ એમને અટકાવવાની કોશિશ કરી હતી, પણ મસ્ક માન્યા નહીં. મસ્ક મગજમાં જે આવે તે એક્સ પર લખી નાખવા માટે જાણીતા છે.

એક્સના નવા સીઇઓએ તેમને અડધી રાત્રે ટ્વીટ્સ કરવાને બદલે ત્યારે ફક્ત ટ્વીટ લખી, ડ્રાફ્ટ તરીકે સેવ કરીને બીજા દિવસે સવારે તેને નવેસરથી તપાસીને પછી પોસ્ટ કરવાની સલાહ આપી છે.

પણ મસ્ક હૈ કી માનતા નહીં! 


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!