(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

હજી પણ ઘણા બધા લોકો અલગ અલગ વેબસર્વિસમાં એકના એક પાસવર્ડનો ઉપયોગ કરતા હોય છે, જે ચોક્કસપણે બહુ જોખમી બની શકે. આવા લોકોની તકલીફ સાચી છે – જુદી જુદી સર્વિસ માટે જુદા જુદા પાસવર્ડ યાદ રાખવાનું સૌ માટે મુશ્કેલ છે. પરંતુ તેનો ઉપાય બધી જગ્યાએ એક જ પાસવર્ડનો ઉપયોગ કરવો એવો ચોક્કસપણે નથી.

બીજી તરફ તમને જાણીને નવાઈ લાગશે કે ટેકનોલોજી પોતે આપણને અલગ અલગ જગ્યાએ એક જ પાસવર્ડનો ઉપયોગ કરવાની સગવડ આપે છે! તમે આવી સગવડનો લાભ પણ લેતા હશો પરંતુ તેને ‘સિંગલ સાઇન ઓન (એસએસઓ)’ કહેવાય એ કદાચ તમે જાણતા નહીં હો.

 આ પદ્ધતિના જુદા જુદા ઘણા ઉપયોગ છે. આપણે માટે સૌથી જાણીતા ઉપયોગની વાત કરીએ તો આપણે ગૂગલની વિવિધ સર્વિસ જેમ કે જીમેઇલ, ડ્રાઇવ, ફોટોઝ, કેલેન્ડર વગેરે અલગ અલગ સર્વિસમાં ગૂગલના એક જ યૂઝરનેમ પાસવર્ડની મદદથી સાઇનઇન થઈએ છીએ. એ એક પ્રકારે સિંગલ સાઇન ઓન કહેવાય.

આ તો એક જ કંપનીની વિવિધ સર્વિસમાં સિંગલ સાઇન ઓન પદ્ધતિથી લોગઇન થવાની વાત થઈ. એકબીજાથી તદ્દન જુદી અને અલગ અલગ કંપનીની માલિકીની સર્વિસમાં પણ આપણે સિંગલ સાઇન ઓન પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ. તેનું સૌથી જાણીતું ઉદાહરણ સોશિયલ લોગઇનનું છે. આપણે ઘણી એપમાં સાઇનઅપ કરીએ ત્યારે એ સર્વિસ માટે નવું યૂઝરનેમ અને નવો પાસવર્ડ નક્કી કરવાની તક મળે છે. એવું ન કરવું હોય તો તેમાં આપણે પોતાના ગૂગલ કે ફેસબુક કે એપલ જેવા, આપણે રોજબરોજ જેનો ઉપયોગ કરતા હોઇએ તેવા એકાઉન્ટમાં યૂઝરનેમ પાસવર્ડથી લોગઇન થવાની તક મળે છે.

તેને ‘સોશિયલ લોગઇન’ કહે છે. આમ કરવાથી જે તે એપને આપણા ગૂગલ/ફેસબુક/એપલ વગેરે એકાઉન્ટની મર્યાદિત એક્સેસ મળે છે અને એ એપ માટે વધુ એક પાસવર્ડ યાદ રાખવાની ઝંઝટમાંથી આપણને છૂટકારો મળે છે.

ઇન્ટરનેટ પરથી લગભગ બધી જ બાબતોની જેમ સિંગલ સાઇન ઓન પદ્ધતિના લાભ અને ગેરલાભ બંને છે. સૌથી મોટો લાભ એ છે કે યૂઝર તરીકે આપણને અલગ અલગ સર્વિસ માટે નવા નવા પાસવર્ડ યાદ રાખવાની ઝંઝટમાંથી છૂટકારો મળે છે. સામે ગેરલાભ એ છે કે જે તે એપ કે સર્વિસને ભલે મર્યાદિત પ્રમાણમાં પણ આપણે માટે મહત્ત્વના ગૂગલ/ફેસબુક/એપલ વગેરેની વિગતો મળે છે.

એટલું જ નહીં ગૂગલ, ફેસબુક વગેરે કંપનીઓને ઇન્ટરનેટ પર આપણે અન્ય એપ્સમાં કે સર્વિસમાં શું કરીએ છીએ તેની વિગતો પણ મળે છે. આથી આ કંપનીઓને વધુ ને વધુ પ્રમાણમાં આપણો ડેટા મળે છે અને આપણી જાસૂસી કરવાની તક મળે છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!