(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

હવે સ્માર્ટ પેકેજિંગ ડિઝાઇનિંગ

આગલા લેખમાં આપણે  ડેસ્કટોપ પબ્લિશિંગ (ડીટીપી)ની દુનિયામાં થયેલા મોટા ફેરફારોની વાત કરી. અત્યાર સુધી કંપનીના લોગો, લીફલેટ, બ્રોશર, ન્યૂઝલેટર વગેરે ડિઝાઇન કરવાનું કામ માત્ર પ્રોફેશનલ્સના હાથમાં હતું, જે ડીટીપી માટે વર્ષો પહેલાં ડિઝાઇન થયેલા સોફ્ટવેરનો ઉપયોગ કરતા રહ્યા છે. આવાં સોફ્ટવેર મોટા ભાગે ડેસ્કટોપ પર ચાલે, ક્લાઉડમાં નહીં અને એ કારણે એક જ ફાઇલ પર એકથી વધુ લોકો કામ કરી શકે નહીં.

હવેની દુનિયામાં આ બહુ જૂની વાત થઈ ગઈ. હવે દુનિયાના જુદા જુદા ખૂણે રહેતા લોકો એક પ્રોજેક્ટમાં, એક ફાઇલ પર એક સમયે અથવા અલગ અલગ સમયે કામ કરી શકે એવું જરૂરી બન્યું છે. આ કારણે કેનવા, ફિગ્મા વગેરે નવાં ઓનલાઇન ટૂલ્સ વિકસ્યાં જે ક્લાઉડ બેઝ્ડ છે અને જેમાં ટીમ વર્ક બહુ સરળ છે.

આવું જ સ્માર્ટ પરિવર્તન હવે પેકેજિંગની દુનિયામાં આવી રહ્યું છે.

ઇ-કોમર્સમાં જબરજસ્ત ઉછાળો આવવાને કારણે પ્રોડક્ટના પેકેજિંગની ડિમાન્ડ પણ સખત વધી છે. હાલમાં ડિઝાઇનર પોતાના ડેસ્કટોપ પર ડીટીપી પ્રોગ્રામમાં પ્રોડક્ટના પેકેજ કે બોક્સની ડિઝાઇન તૈયાર કરે છે, જે ટુડી હોય છે. ડિઝાઇન ક્લાયન્ટ પાસે પહોંચે એ પછી ખ્યાલ આવે કે પ્રોડક્ટના પેકેજિંગ માટે આ ડિઝાઇન અનુકૂળ નથી, તો ડિઝાઇનમાં ફેરફાર કરવાની કસરત ફરી કરવી પડે. અહીં પણ ટીમવર્ક અત્યાર સુધી મુશ્કેલ રહ્યું છે.

હવે તેનાં ક્લાઉડ બેઝ્ડ સોલ્યુશન્સ આવી રહ્યાં છે. પેકડોરા (pacdora.com) નામની એક કંપની શિપિંગ માટેનાં બોક્સ કે અન્ય પેકેજિંગ ડિઝાઇન કરવા માટેનાં ઓનલાઇન ટૂલ્સ આપી રહી છે.

તેમાં પેકેજિંગની ટુડી ડિઝાઇન તૈયાર થઈ શકે છે અને પછી એક ક્લિકથી એ પેકેજિંગ બોક્સ થ્રીડીમાં કેવું લાગશે તેના ‘મોકઅપ’ પણ તૈયાર થઈ શકે છે.

જો તમે કે તમારી એજન્સી પેકેજિંગ ડિઝાઇનિંગ કે પ્રિન્ટિંગમાં સામેલ હો તો તમારી ઇન્ડસ્ટ્રીમાં આવી રહેલા આ ફેરફાર બને એટલા વધુ ઝડપથી સમજી અને અપનાવી લેશો તો ફાયદામાં રહેશો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!