તમારો એન્ડ્રોઇડ સ્માર્ટફોન પ્રમાણમાં જૂનો છે? તો એ તમને જુદી જુદી ઘણી રીતે ધીમો પડી ગયો હોય એવું લાગતું હશે. જેમ ફોનમાંની એપ્સમાં બિનજરૂરી ભારણ વધે તો ફોન ધીમો ચાલે, એ જ રીતે કોન્ટેક્ટ્સ અને ડાયલર એપમાં નકામી બાબતો વધે તો એ પણ સરવાળે ઘણી ધીમી ચાલે.

આના ઉપાય તરીકે કોન્ટેક્ટ્સ એપ ઓપન કરી, તેમાંથી બિનઉપયોગી કોન્ટેક્ટ્સ દૂર કરી શકાય.
તમે ફોનમાં એકથી વધુ ગૂગલ એકાઉન્ટ્સ ઉમેર્યાં હોય અને એ દરેકના કોન્ટેક્ટ્સ સિન્ક્ડ રહે એવું સેટિંગ કર્યું હોય તો પણ કદાચ સંખ્યાબંધ ડુપ્લીકેટ કોન્ટેક્ટ પણ દેખાશે. શક્ય હોય તો ફોનમાં એક જ ગૂગલ એકાઉન્ટનો ઉપયોગ કરવાથી આ સમસ્યા નહીં રહે.
એ ઉપરાંત, આ ફોનની કોલ લોગબુકની સફાઈથી ચોક્કસ ફાયદો થશે. ફોનમાં નંબર ડાયલ કરતી વખતે ફોન ખાસ્સો ધીમો પડી રહ્યો હોય એવું લાગે તો ડાયલર એપમાં જાઓ. તેમાં તેમાં ત્રણ આડી લીટી પર ક્લિક કરો અને ‘કોલ હિસ્ટ્રી’માં જાઓ. અહીં લાંબા ભૂતકાળની કોલ હિસ્ટ્રી સચવાયેલી પડી હોય અને તમારે હવે તેનું કોઈ કામ ન હોય તો બધું ડિલીટ કરી દો. ડાયલર એપ ખાસ્સી ઝડપી બની જશે!

