(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફોટોઝમાં એપમાં ફોટો કેવી રીતે સર્ચ કરાય?

સાવ સાદો જવાબ તો એટલો જ કે ગૂગલ ફોટોઝ એપમાં સર્ચ બોક્સમાં કંઈ પણ લખીને! પણ સવાલ ‘સાયબરસફર’ના વાચક તરફથી હોય તો તેમાં ઊંડાણ હોય જ.

તમે લાંબા સમયથી ગૂગલ ફોટોઝ સર્વિસનો ઉપયોગ કરતા હશો તો તેના પાવરફુલ સર્ચ ફીચરથી ચોક્કસ પરિચિત હશો. આ સર્વિસમાં આપણા ફોટોગ્રાફ અપલોડ કરવા સિવાય આપણે પોતે કંઈક કરવું પડતું નથી, ફોટોગ્રાફ લીધાની તારીખ, તેમાંનાં સ્થળો, તેમાંના વિષયો, તેમાંની વ્યક્તિઓ વગેરે બધું સિસ્ટમ જાતે પારખીને તેને ઓર્ગેનાઇઝ કરતી જાય છે.

જેમ કે આ સર્વિસનાં સેટિંગ્સમાં જઇને તમે ‘ગ્રૂપ સિમિલર ફેસિસ’ ફીચર ઓન કર્યું હોય તો ગૂગલ ફોટોઝની સિસ્ટમ આપણે અપલોડ કરેલા દરેકે દરેક ફોટોગ્રાફમાંના દરેક વ્યક્તિના ફોટોગ્રાફ અલગ અલગ તારવીને તેમના આલ્બમ બનાવી આપે છે.  એટલું જ નહીં આપણા હજારો ફોટોગ્રાફના કલેકશનમાં કોઈ વ્યક્તિ ફક્ત ગણ્યાગાંઠ્યા ફોટોગ્રાફમાં હોય તોય  સિસ્ટમ તેનું અલગ આલ્બમ બનાવી આપે છે!

આપણે ઇચ્છીએ તો ફોટોઝની સિસ્ટમ જે જે વ્યક્તિઓને અલગ તારવે તેમનાં નામ ઉમેરી શકીએ છીએ. આથી એ વ્યક્તિના નામથી સર્ચ કરતાં આપણા આખેઆખા ફોટો કલેકશનમાં જેટલા ફોટોગ્રાફમાં એ વ્યક્તિ હોય તેના બધા જ ફોટોગ્રાફ્સ એક સાથે જોઈ શકીએ છીએ. આ રીતે ફોટોઝમાંના ફોટોગ્રાફને આપણે જુદી જુદી વ્યક્તિ, પ્લેસિસ, તારીખ તથા બીજી ઘણી રીતે સર્ચ કરી શકીએ.

આ સિસ્ટમ ફૂડ ડિશ, સનસેટ, ટેમ્પલ, વેડિંગ, રેઇન, કાર વગેરે જુદી જુદી અનેક બાબતોને પણ ‘ઓળખી’ શકે છે. આપણે એવી બાબતો સર્ચ કરીએ તો તેના ફોટોગ્રાફ તરત શોધી આપે છે.

પરંતુ એથી આગળ પણ વધી શકાય. રસપ્રદ વાત એ છે કે ગૂગલ ફોટોઝમાં સર્ચની સુવિધા હવે વધુ પાવરફુલ બની છે. જેમ કે હવે આપણે કેટલીક સામાન્ય બાબતોને સાથે લખીને સર્ચ કરી શકીએ છીએ.તમે તમારા દીકરાના આલ્બમને તેનું નામ આપ્યું હોય તો ‘દીકરાનું નામ + કેપ’ જેવું કંઈ સર્ચ કરતાં સિસ્ટમ આંખના પલકારામાં, કેપ પહેરેલા દીકરાના ફોટોગ્રાફ શોધી આપે છે! એ જ રીતે, ‘દીકરીનું નામ અને કોઈ ચોક્કસ કલર’ એવંુ સર્ચ કરશો તો દીકરાીના એ કલરના ડ્રેસવાળા ફોટોગ્રાફ મળી જશે!

વાત હજી આગળ વધે છે. ગૂગલ ફોટોઝમાં નવા અપડેટ પછી આપણે ગૂગલ સર્ચની જેમ જુદા જુદા પ્રકારની, અલગ અલગ ક્વેરી એક સાથે આપીને તેને સંબંધિત ફોટોગ્રાફ પણ શોધી શકીએ છીએ. જેમ કે ‘દીકરીનું નામ એટ તાજમહાલ’ અથવા ‘ફ્રેન્ડનું નામ, યલો, એટ ધ બીચ’ આવું કંઈક સર્ચ કરવાથી ગૂગલ એ પ્રકારના ફોટોઝ પણ શોધી આપે છે! મતલબ કે હવે તમે તમારા ફોટોગ્રાફના ખજાનામાંથી ગમતી મોમેન્ટ્સ શોધવા માટે એકદમ કોમ્પ્લેક્સ ક્વેરીઝનો ઉપયોગ પણ કરી શકો છો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!