(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગૂગલ પેમાં પણ આધારથી યુપીઆઇ એક્ટિવેશન

હજી હમણાં સુધી યુપીઆઇ વ્યવસ્થાનો લાભ લેવા માટે આપણી પાસે બેંકનું ડેબિટ કાર્ડ હોવું ફરજિયાત હતું. આપણે બેંકની અથવા અન્ય કોઈ પણ યુપીઆઇ એપમાં પોતાના બેંક એકાઉન્ટને કનેક્ટ કરતી વખતે બેંકના ડેબિટ કાર્ડની વિગતો આપવી અનિવાર્ય હતી.

છેલ્લા થોડા સમયથી આ જરૂરિયાત હળવી બની છે અને હવે વિવિધ એપમાં બેંકના ડેબિટ કાર્ડને બદલે આધારની વિગતો આપીને પણ કામ ચલાવી શકાય છે.

હમણાં હમણાં ગૂગલ પેમાં પણ યુપીઆઇ એક્ટિવેશન માટે આધારનો ઉપયોગ શરૂ થઈ ગયો છે. હાલમાં ગૂગલ પે ઉપરાંત સંખ્યાબંધ બેંક અને એટીએમ પેમેન્ટ બેંક, જિઓ પેમેન્ટ્સ બેંક વગેરેમાં પણ આધારથી યુપીઆઇ એક્ટિવેટ કરી શકાય છે.

ગૂગલ પેમાં પોતાના બેંક એકાઉન્ટને કનેક્ટ કરતી વખતે આપણે ડેબિટ કાર્ડ અથવા આધારનો વિકલ્પ પસંદ કરી શકીશું. જો આધાર વિકલ્પ પસંદ કરીએ તો આધાર નંબરના પહેલા છ આંકડા આપવાના રહેશે એ પછી યુઆઇડીએઆઇ તથા બેંક તરફથી આવતા ઓટીપી આપીને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી શકાશે અને આપણે યુપીઆઇ પિન સેટ કરી શકીશું. ગૂગલ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે ગૂગલ પે સિસ્ટમ યૂઝરના આધાર નંબરની વિગતો સ્ટોર કરતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!