(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફોટોઝ એપનો તમે આ રીતે પણ ઉપયોગ કરો છો?

તમે તમારા ડિજિટલ ફોટોગ્રાફ્સ ગૂગલ ફોટોઝમાં સાચવતા હો તો તેના વિશેની કેટલીક વધુ રસપ્રદ વાતો પણ જાણી લો!

આઠેક વર્ષ પહેલાં સુધી, આપણા ડિજિટલ ફોટોગ્રાફ્સ અને વીડિયો સાચવવા એ બહુ મુશ્કેલ કામ હતું. સ્માર્ટફોનનો જમાનો શરૂ થઈ ગયો હતો અને પ્રોફેશનલ ફોટોગ્રાફર સિવાયના લોકો ડિજિટલ કેમેરા ભૂલવા લાગ્યા હતા. પરંતુ સ્માર્ટફોનના કેમેરાથી લીધેલા ફોટો-વીડિયોને કમ્પ્યૂટરમાં ટ્રાન્સફર કરવા, ત્યાં તેનું યોગ્ય રીતે ફાઇલિંગ કરવું એ બહુ મુશ્કેલ કામ હતું. બધા માટે એ શક્ય પણ નહોતું – પોતાનું પીસી જ ન હોય તો શું કરો?

પછી મે ૨૦૧૫માં ગૂગલે ‘ગૂગલ ફોટોઝ’ નામે એક સર્વિસ લોન્ચ કરી અને આપણું કામ એકદમ સહેલું બની ગયું. ખરેખર તો ગૂગલે પોતાનું કામ પણ સહેલું કર્યું. કંપનીએ શરૂઆતમાં આપણને આ સર્વિસમાં અનલિમિટેડ સ્ટોરેજ ફ્રી આપી, બદલામાં તેણે અબજો ફોટોગ્રાફ્સ મેળવીને પોતાની કમ્પ્યૂટર વિઝન ટેક્નોલોજીને બરાબર ટ્રેઇન કરી!

હવે, ૨૦૨૧થી આ સર્વિસ મર્યાદિત પ્રમાણમાં ફ્રી રહી છે, છતાં ડિજિટલ ફોટો-વીડિયો સાચવવા માટે તેનાથી વધુ સારો વિકલ્પ પણ કોઈ નથી. તેનાં કેટલાંક પ્રમાણમાં નવાં ફીચર્સની વાત કરી લઈએ.

જો તમે તમારા ફોટોગ્રાફ ગૂગલ ફોટોઝમાં અપલોડ કર્યા હોય તો તેમાંના શબ્દોથી પણ ઇમેજ સર્ચ કરી શકો છો એ તમે જાણો છો?

આ સગવડના ઘણા ઉપયોગ છે. જેમ કે મોટા ભાગના લોકોને ક્યારેક ને ક્યારેક રસોઇયાની કે ટિફિન સર્વિસની જરૂર પડતી હોય છે. અખબારમાં કે નાનાં મોટાં ચોપાનિયામાં તેની જાહેરાતો આવતી હોય છે, પણ જરૂર હોય ત્યારે એ જડે નહીં!

જો તમે તેના ફોટોગ્રાફ લઇને ગૂગલ ફોટોઝમાં અપલોડ કરી દો, તો ભવિષ્યમાં જ્યારે પણ રસોઈયા કે ટિફિન સર્વિસની જરૂર પડે ત્યારે ગૂગલ ફોટોઝ એપ ઓપન કરી, તેમાં ‘કેટરર’ કે ‘ટિફિન’ શબ્દ સર્ચ કરો તો તમે દિવસો પહેલાં લીધેલી ઇમેજ સુધી ફટાક દઇને પહોંચી શકે. તેમ, તમે કોઈના વિઝિટિંગ કાર્ડનો ફોટોગ્રાફ લઇને તેને ગૂગલ ફોટોઝમાં અપલોડ કર્યો હોય તો તેમાંની કોઈ પણ વિગતથી સર્ચ કરીને તમે એ ફોટોગ્રાફ સુધી પહોંચી શકો.

શરત માત્ર એટલી કે ઇમેજમાં એ શબ્દ હોવો જોઇએ!

અગાઉ આ સગવડ ગૂગલ કીપ સર્વિસ સ્ટોર કરેલી ઇમેજમાં શક્ય હતી, પણ હવે ગૂગલ ફોટોઝમાં પણ ઉમેરાઈ ગઈ છે. ગૂગલ ફોટોઝ ‘ઓપ્ટિકલ કેરેકટર રેકગ્નિશન (ઓસીઆર)’ ટેકનોલોજીથી ફોટોગ્રાફમાંના શબ્દ ઓળખી શકે છે. આ જાણીને હવે નવાઈ ન લાગવી જોઈએ કે આ રીતે, ફોટોગ્રાફમાં દેખાતા ગુજરાતી શબ્દો સર્ચ કરીને પણ આપણે તેના સુધી પહોંચી શકીએ છીએ!

તમે લાંબા સમયથી ગૂગલ ફોટોઝમાં તમારા ડિજિટલ ફોટોઝ સ્ટોર કરતા હો તો તેમાં ‘મેમરીઝ’ ફીચરથી તમે પરિચિત હશો જ. આ ફીચરથી ફોટોઝ એપ આપણને વર્ષો પહેલાંનાં ફોટોગ્રાફ્સ ફરી આપણી સમક્ષ લાવીને મજાની સરપ્રાઇઝ આપે છે. ક્યારેક એ પરિવારની કોઈ એક વ્યક્તિ પર ફોકસ કરીને તેના અલગ અલગ ફોટોઝ બતાવે, તો ક્યારેક બે વ્યક્તિ પર ફોકસ કરી તેમના સાથેના ફોટોઝ બતાવે. ચોક્કસ દિવસે, અગાઉનાં બે-પાંચ કે પંદર વર્ષ પહેલાના ફોટો પણ આ રીતે જોવા મળેે!

પરંતુ કોઈક કારણસર તમે તમારી દુઃખતી નસ દબાય તેવી વ્યક્તિઓ કે એવા સમયગાળાના ફોટોગ્રાફ આ રીતે અણધાર્યા જોવા ન માગતા હો તો એવું સેટિંગ પણ કરી શકાય છે. એ માટે ફોટોઝ એપ ઓપન કરો. તેમાં તમારા પ્રોફાઇલ પિકચર પર ક્લિક કરો. તેમાં ગૂગલ ફોટોઝ સેટિંગ્સમાં જાઓ અને તેમાં ‘મેમરીઝ’માં જાઓ.

અહીં તમે ‘હાઇડ પીપલ એન્ડ પેટ્સ’ અથવા ‘હાઇડ ડેટ્સ’નો વિકલ્પ પસંદ કરી શકો છો. ‘પીપલ એન્ડ પેટ્સ’નો વિકલ્પ પસંદ કરીએ તો ફોટોઝ એપમાં જેટલી અલગ અલગ વ્યક્તિઓ કે પાલતુ પ્રાણીઓના ફોટોગ્રાફ કેપ્ચર થયા હશે તે બધાના ચહેરા દેખાશે. તેમાંથી જેના ફોટોગ્રાફ્સ આપણે મેમરીમાં જોવા ન માગતા હોઈએ તે પસંદ કરી શકીશું. તે જ રીતે ડેટ્સમાં આપણે નિશ્ચિત સ્ટાર્ટ ડેટ, એન્ડ ડેટ જણાવીને એ બે તારીખ વચ્ચેના ફોટોગ્રાફ મેમરીમાં ન દેખાય તેવું સેટિંગ કરી શકીએ છીએ.

કદાચ તમને યાદ હશે કે ‘સાયબરસફર’માં થોડા સમય પહેલાં આપણે વાત કરી હતી કે ગૂગલ સર્ચમાં હવે ‘ચિપ્સ’નો ઉપયોગ શરૂ થયો છે અને ધીમે ધીમે બધી સર્વિસમાં તે દેખાશે. એ સગવડ ફોટોઝમાં પણ આવી છે.

ગૂગલ ફોટોઝમાં સ્ટોર થયેલા ફોટોગ્રાફ્સને આપણે જુદી જુદી ઘણી રીતે સર્ચ કરી શકીએ છીએ. આવી ‘ઘણી રીત’ એટલે કઈ રીત? તે તપાસવા માટે ફોટોઝ એપ ઓપન કરો અને તેમાં નીચે દેખાતા સર્ચ આઇકન પર ક્લિક કરો. તમે જોશો તેમ સર્ચ ઇન્ટરફેસ ઓપન થશે અને તેમાં આપણે પીપલ, પ્લેસીસ, ડોક્યુમેન્ટ, થિંગ્સ વગેરે જુદી જુદી કેટેગરી મુજબ ફોટોગ્રાફ સર્ચ કરી શકીશું.

ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે આપણે ફોટોગ્રાફ આ સર્વિસમાં માત્ર અપલોડ કર્યા હોય છે, પછી તેને ઓળખવાનું કામ આ સર્વિસ આપોઆપ કરે છે. સેટિંગ અનુસાર તે ફોટોગ્રાફમાંની વ્યક્તિઓના ચહેરા ઓળખે છે, તે ક્યા સ્થળનો છે કે સનસેટ, પાર્ક વગેરે પ્રકારનો છે તે જાતે નક્કી કરી લે છે અને એ મુજબ ફોટોગ્રાફ તારવે છે.

વાત અહીં પૂરી થતી નથી. ફોટોઝમાં સર્ચ હજી વધુ પાવરફુલ છે. તમે ફોટોઝ સર્વિસમાં તમારા દીકરા કે દીકરીના ચહેરાને તેના નામથી ઓળખાવેલ હોય તો સર્ચમાં Pinky blue cap જેવું લખીને પણ સર્ચ કરી શકો છો! એ સિવાય આપણી સર્ચ ક્વેરીની નીચે જુદી જુદી ચિપ્સ જોવા મળે છે. જેને કારણે આપણે અલગ અલગ કોમ્બિનેશનના ફોટોગ્રાફ શોધી શકીએ છીએ (અલબત્ત, આ સગવડ આવીને પાછી ગાયબ થઈ છે, થોડા સમયમાં ફરી આવવી જોઈએ).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!