(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

તમારો સ્માર્ટફોન ખુલ્લો જ કોઈના હાથમાં મૂકો છો?

આપણે ફેમિલી સાથે ટુર પર ગયા હોઇએ ત્યારે ફેમિલીની સેલ્ફી લઇને થાકીએ એટલે વિચાર આવે કે બીજી કોઈ વ્યક્તિને ફોન આપીને તેમને આપણો પ્રોપર ફેમિલી ફોટોગ્રાફ લેવાની વિનંતી કરીએ.

આવે સમયે આપણને ફોટો લેવાનો એટલો ઉત્સાહ હોય કે આપણને પોતાનો ફોન બિલકુલ અજાણી વ્યક્તિના હાથમાં સોંપી દેવામાં રહેલા જોખમનો વિચાર આવતો નથી. આમ તો એ વ્યક્તિ આપણી નજર સામે જ હોય અને વાત એક બે મિનિટની જ હોય એટલે ખાસ કંઈ જોખમ હોતું નથી. પરંતુ ફોન અનલોક કરીને આપ્યો હોય તો એ વ્યક્તિ આપણા ગ્રૂપનો ફોટોગ્રાફ લેતી વખતે પ્રોપર કંપોઝિગ કે ફોકસ કે એકથી વધુ ફોટોગ્રાફ લેવાના નામે વાર લગાડી શકે છે અને એ દરમિયાન આપણા ફોનમાં ખાંખાંખોળાં કરી શકે છે!

ભૂલથી પણ અને નસીબજોગે જો આપણે કોઈ ખોટી વ્યક્તિને તથા ટેકનોલોજીની જાણકાર વ્યક્તિના હાથમાં પોતાનો ખુલ્લો ફોન સોંપી દીધો હોય તો તે બેચાર મિનિટમાં આપણા ફોનમાં કંઈક જોખમી કરામત કરી શકે છે.

આવું ભાગ્યે જ બને, પરંતુ અશક્ય નથી.

આવું થતું ટાળવા માટે જો તમે ફોનના લોક સ્ક્રીન પર કેમેરાનો શોર્ટકટ રાખ્યો હોય તો આખો ફોન અનલોક કર્યા વિના, ફક્ત કેમેરા ઓપન કરીને ફોન અજાણી વ્યક્તિને નિશ્ચિંત મને આપી શકાય. આ પછી એ વ્યક્તિ આપણા ફોનથી માત્ર ફોટોગ્રાફ લઈ શકશે. ફોનમાં એ બીજું કંઈ જ જોઈ કે કરી શકશે નહીં.

એ સિવાય પણ આપણો સ્માર્ટફોન અન્ય વ્યક્તિને આપીએ ત્યારે એ માત્ર કોલ કે અન્ય બેઝિક ફંક્શનનો ઉપયોગ કરી શકે, બધું જોઈ શકે નહીં એવા પણ કેટલાક રસ્તા હોય છે, એની ફરી ક્યારેક વાત કરીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!