(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

કેલ્ક્યુલેટરમાં લખવા મુશ્કેલ એવા દાખલાના ઉકેલ ગૂગલને પૂછો

અગાઉ ‘સાયબરસફર’માં આપણે ‘ફોટોમેથ’ અને ‘માઇક્રોસોફ્ટ મેથ સોલ્વર’ નામની એપ્સ વિશે જાણી ગયા છીએ. આ એપ્સની મદદથી કેલ્ક્યુલેટરની મદદથી જેના જવાબ મુશ્કેલ હોય તેવા દાખલા ઉકેલી શકાય અને ખાસ તો ઉકેલનાં સ્ટેપ્સ બરાબર સમજી શકાય.

આ જ પ્રકારનું કામ ગૂગલ લેન્સની મદદથી પણ થઈ શકે છે.  ૧૨+૧૭ જેવી સાદી ગણતરી કરવી હોય તો આપણે કદાચ મનોમન કરી લઇએ અથવા કેલ્ક્યુલેટરમાં ધડાધડ આંકડા લખીને જવાબ મેળવી શકીએ પરંતુ x2 – 5x + 2 પ્રકારના મુશ્કેલ દાખલાનો જવાબ મેળવવો હોય ત્યારે આવું સમીકરણ કેલ્ક્યુલેટરમાં ટાઇપ કેમ કરવું એ જ સમજાય નહીં! આવે સમયે ઉપર લખેલી એપ્સ કે પછી ગૂગલ લેન્સ આપણી મદદે આવી શકે છે.

આવું કઈ રીત થઈ શકે એ સમજવા માટે સૌથી પહેલાં તો ગણિતના પાઠ્યપુસ્તકમાં આવો દાખલો શોધી કાઢો. હવે એન્ડ્રોઇડ ફોન કે ટેબલેટ આઇફોન કે આઇપેડમાં હોમસ્ક્રીન બટન જરા લાંબો સમય પ્રેસ કરીને ગૂગલ આસિસ્ટન્ટ ઓપન કરો (ફોનના મોડેલ અને એન્ડ્રોઇડ/ગૂગલ એપના વર્ઝન અનુસાર ગૂગલ આસિસ્ટન્ટ ઓપન કરવાના જુદા જુદા રસ્તા હોઈ શકે છે) અને તેને ગૂગલ લેન્સ ઓપન કરવા કહો. જો ફોનના હોમ સ્ક્રીન પર ગૂગલની સર્ચ એપનું વિજેટ સેટ કરેલું હશે તો તેમાંથી પણ લેન્સ એક્ટિવેટ કરી શકાશે.

સ્માર્ટફોન આપણને ગણિતનાં વિવિધ સમીકરણ ઉકેલવામાં મદદ કરી શકે છે. બસ, એપ ઓપન કરો ને દાખલો સ્કેન કરો…

લેન્સ ઓપન થયા પછી તમે જોશો તેમ સ્ક્રીન પર ટ્રાન્સલેટ, ટેકસ્ટ, સર્ચ, હોમવર્ક, શોપિંગ વગેરે વિકલ્પો જોવા મળશે. તેમાં હોમવર્ક પસંદ કરો અને ફોનનો કેમેરા એક્ટિવેટ થાય એટલે તેને તમે પસંદ કરેલા દાખલા તરફ ફોકસ કરો. દાખલો પ્રિન્ટ કરેલો હોઈ શકે અથવા સાદા કાગળ પર તમે હાથે લખેલો પણ ચાલી શકશે. હવે ગ્રેજ્યુએશન કેપવાળા આઇકન પર ક્લિક કરતાં તમે ફોકસ કરેલા દાખલાનો ફોટોગ્રાફ લેવાશે અને સ્ક્રીન પર ખૂલતા બોક્સમાં સૌથી ઉપર આ દાખલો ટાઇપ થયેલો જોવા મળશે. દાખલાની સાથે સાથે આજુબાજુનું કંઈ ફોટોગ્રાફમાં આવ્યું હોય તો તેને એડિટ કરી શકાશે.

સ્ક્રીન પર ઓપન થયેલા કાર્ડમાં સૌથી ઉપર માત્ર તમારો દાખલો જોવા મળે ત્યારે ‘સ્ટેપ્સ ટુ સોલ્વ’ નો વિકલ્પ પસંદ કરો. દાખલાનો જવાબ જોવા મળશે. ગૂગલ તેની સોક્રેટિક.ગૂગલ નામની  સર્વિસની મદદથી આપણને જવાબ આપે છે. આ જવાબ તમને અધૂરો કે અપૂરતો લાગે તો અહીંથી જ ઇન્ટરનેટ પરની અન્ય સર્વિસિસની મદદથી એ જ દાખલો ઉકેલવા વિશે બીજું માર્ગદર્શન પણ મેળવી શકાશે. દાખલાના ઉકેલ કોપી કરવા નહીં, પણ સ્ટેપ્સ સમજવા આવી એપ્સનો ઉપયોગ ઠીક રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!