(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આગળ શું વાંચશો?

  • સ્માર્ટફોનમાં ફરી આવે છે કોલ રેકોર્ડ કરવાની સુવિધા
  • આપણું મોબાઇલ બિલ ભરશે એમેઝોન!
  • ગૂગલની ઓથેન્ટિકેટર એપનો લોગો-ડિઝાઇન બદલાયાં

તમને કદાચ યાદ હશે કે ગયા વર્ષે ગૂગલે કોલ રેકોર્ડિંગ સંબંધિત તેની પોલિસીમાં ફેરફાર કરતાં એન્ડ્રોઇડમાં કોલ રેકોર્ડ કરવાની સગવડ આપતી ઘણી એપ્સમાં આ ફીચર બંધ થઈ ગયું હતું.

આપણા પર આવતા લોકોના ફોન નંબર આપણી એડ્રેસ બુકમાં સેવ્ડ ન હોય તો પણ તેમનું નામ જાણી શકાય તેવી સગવડ આપતી ટ્રુકોલરમાં પણ આ સગવડ હતી અને ગૂગલની પોલિસીમાં ફેરફારને કારણે તેમાં પણ આ સગવડ બંધ થઈ હતી.

હવે ટ્રુકોલર સર્વિસમાં કોલ રેકોર્ડિંગનું ફીચર ફરીથી આવી રહ્યું છે! ટ્રુકોલરે કોલ રેકોર્ડિંગ કરવા માટે એક નવો રસ્તો શોધી કાઢ્યો છે, જેથી ગૂગલની બદલાયેલી પોલિસી તેને નડે નહીં. આ માટે ટ્રુકોલર કંપની – ધાર્યા મુજબ – આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ લઈ રહી છે! કોલ રેકોર્ડિંગનું આ ફીચર ઇનકમિંગ અને આઉટગોઇંડ બંને પ્રકારના કોલ માટે કામ કરશે.

ટ્રુકોલરમાં ઉમેરાયેલી નવી વ્યવસ્થા અનુસાર જ્યારે બે વ્યક્તિ વચ્ચે વાતચીત ચાલતી હશે ત્યારે માત્ર એ કોલ રેકોર્ડ કરવા માટે એક નવી લાઇન પણ એક્ટિવેટ થશે. ફોન પર વાતચીત ચાલુ હોય ત્યારે સમગ્ર વાતચીત આ લાઇન મારફત ક્લાઉડમાં રેકોર્ડ થતી રહેશે. કોલનું રેકોર્ડિંગ શરૂ થાય એ સાથે એક નાનો બિપ જેવો અવાજ પણ આવશે. જે કોલ રેકોર્ડ થઈ રહ્યો હોવાનો સંકેત આપશે. વાતચીત પૂરી થયા પછી તેની ફાઇલ ક્લાઉડમાંથી ડાઉનલોડ કરી શકાશે. કંપની કહે છે કે વાતચીતનો કોઈ રેકોર્ડેડ ડેટા ક્લાઉડમાં રહેશે નહીં. આ નવી સુવિધા એન્ડ્રોઇડ અને આઇફોન બંનેમાં ઉપલબ્ધ થશે. જોકે હાલમાં તે માત્ર યુએસમાં ટ્રુકોલર પ્રીમિયમનું સબસ્ક્રિપ્શન ભરનારા લોકોને જ ઉપલબ્ધ થઈ રહી છે.

થોડાં વર્ષ પહેલાં ‘નેટ ન્યૂટ્રાલિટી’નો હોબાળો થયો હતો એ તમને યાદ છે? ત્યારે ફેસબુકે ભારતના યૂઝર્સને મફત ઇન્ટરનેટ સર્વિસ આપવાનું વચન આપ્યું હતું, શરત એટલી કે આપણે પોતાના સ્માર્ટફોનમાં, ફેસબુક મંજૂર કરે એટલી જ વેબસાઇટ્સ કે એપ્સનો લાભ લઈ શકીએ. ભારે વિરોધ પછી ફેસબુકે આ યોજનાનો વિચાર માંડી વાળ્યો હતો.

હવે એમેઝોન પણ કંઈક એ જ રસ્તે છે, જોકે તેની યોજના ફેસબુક જેવી શરતી હોય તેવું લાગતું નથી.

અત્યારે તમે ઓનલાઇન શોપિંગ સાઇટ એમેઝોન પરથી વારંવાર ખરીદી કરતા હો અને તેની પ્રાઇમ સર્વિસ સબસ્ક્રાઈબ કરી હોય કે કરવાનું વિચારતા હો તો તમારે માટે ખુશખબર છે – એમેઝોન કંપની તેની પ્રાઇમ સર્વિસ સાથે બહુ ઓછા ખર્ચે અથવા સાવ ફ્રી મોબાઇલ પ્લાન ઓફર કરવાનું વિચારી રહી છે!

જોકે આપણે અત્યારે બહુ રાજી થવા જેવું નથી, કંપની હાલમાં ફક્ત યુએસના પ્રાઇમ સબસ્ક્રાઇબર્સને આ ઓફર આપવાનું વિચારી રહી છે. એ માટે એમેઝોન વિવિધ ટેલિકોમ સાથે ચર્ચા કરી રહી છે.

જોકે યુએસમાં આ પ્રયોગ સફળ થશે તો તેેને ભારત આવતાં વાર લાગશે નહીં.

‘સાયબરસફર’ના ગયા અંકમાં (અને એ પહેલાં પણ) આપણે ગૂગલ ઓથેન્ટિકેટર એપ વિશે વિગતવાર વાત કરી હતી. એ પછી, ગૂગલ કંપની આ એપનો લોગો સાવ બદલી નાખ્યો છે અને એપની ડિઝાઇનમાં પણ થોડા ફેરફાર કર્યા છે.

આપણે ગૂગલ કે અન્ય સર્વિસ માટે ટુ-સ્ટેપ-વેરિફિકેશન ઓન કરીએ, તો ફોનમાં ઇન્સ્ટોલ કરેલી આ એપમાં જનરેટ થતા ઓટીપી આપીને વિવિધ સર્વિસમાં લોગ-ઇન થઈ શકાય છે. આપણા ઓનલાઇન એકાઉન્ટની સલામતી માટે આ અત્યારનો સૌથી સલામત રસ્તો ગણાય છે.

અગાઉ આ એપ માટે ગૂગલના ‘જી’ શેપમાં તિજોરી દર્શાવતો લોગો હતો, તેને બદલીને હવે ગૂગલની અન્ય સર્વિસની કલર સ્કીમ તથા ડિઝાઇન સાથે મેચ થાય તેવો લોગો અપનાવી લેવામાં આવ્યો છે. જોકે આ ફેરફાર માત્ર લોગો પૂરતો સીમિત નથી. નવા લોગો સાથેની એપ તમે ઓપન કરશો એ સાથે કહેવામાં આવશે કે એપ અપડેટ થઈ છે અને હવે આપણે ટુ-સ્ટેપ વેરિફિકેશન માટે જેટલા એકાઉન્ટ આ એપમાં કનેક્ટ કર્યા હોય તેની વિગતો ક્લાઉડમાં પોતાના એકાઉન્ટ સાથે સિન્ક કરી શકીએ છીએ. એપમાં હવે ડાબી તરફની પેનલમાં એપ સંબંધિત વિગતો પણ ઉમેરવામાં આવી છે. ટૂંકમાં નવી ડિઝાઇન સાથે આ એપ વધુ યૂઝર ફ્રેન્ડલી બની છે.

આઇટી ફિલ્ડમાં અત્યારે મોટી મોટી કંપનીમાં લેઓફને કારણે હતાશાનું વાતાવરણ છે પરંતુ સારું ટેલેન્ટ હજી પણ ડિમાન્ડમાં છે. ખાસ તો એ કારણે કે ટેલેન્ટનો સપ્લાય ઓછો છે!

હમણાં બહાર આવેલા એક રિપોર્ટ અનુસાર ભારતમાં સાયબર સિક્યોરિટી પ્રોફેશનલ્સ માટે ચાલીસ હજાર જેટલી જોબની તક હોવા છતાં મે ૨, ૨૦૨૩ સુધીમાં આમાંથી ૩૦ ટકા જેટલી વેકન્સી ખાલી રહી છે. કેમ કે ઇન્ડસ્ટ્રીને કેન્ડિડેટ્સમાં જોઈતી સ્કિલ્સ અને ટેલેન્ટ મળી રહ્યાં નથી.

સાયબર સિક્યોરિટીના ફીલ્ડમાં અત્યારે ડેટા પ્રાઇવસી, ક્લાઉડ સિક્યોરિટી, એઆઇ સિક્યોરિટી તથા નેટવર્ક સિક્યોરિટી જેવી સ્કિલ્સની હાઇ ડિમાન્ડ છે. પરંતુ આવી સ્કિલ્સ સાથોસાથ સારી કમ્યુનિકેશન સ્કિલ્સ, ટીમ વર્ક વગેરે જેવી સોફ્ટ સ્કિલ્સ ધરાવતા કેન્ડિડ્ટેસ મળી રહ્યા નથી.

બીજી તરફ ભારતના વિવિધ બિઝનેસ પર આ વર્ષે એટલે કે ૨૦૨૩માં દર અઠવાડિયે ૨૦૦૦થી વધુ સાયબર એટેક નોંધાઈ રહ્યા છે. આ આંકડો ગયા વર્ષ કરતાં ૧૮ ટકા વધુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!