(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આગળ શું વાંચશો?

  • ગૂગલ કોન્ટેક્ટ્સને સોશિયલ બનાવવાની કોશિશ
  • વોટ્સએપમાં મોબાઇલ નંબરને બદલે યૂઝરનેમ આવવાની શક્યતા

ગૂગલની કોન્ટેક્ટ સર્વિસમાં બે મોટા ફેરફાર આવી રહ્યા છે. પહેલો ફેરફાર લોન્ચ થઈ ગયો છે. અને તમે આ વાંચતા હશો ત્યાં સુધીમાં તમારા સુધી પહોંચી ગયો હશે. જ્યારે બીજા ફેરફાર પર હજી કામ ચાલી રહ્યું છે.

આ બે ફેરફાર નીચે મુજબ છેઃ

  1. કોન્ટેક્ટ્સમાં બર્થડેઃ ફેસબુકની જેમ હવે ગૂગલની કોન્ટેક્ટ સર્વિસમાં આપણે પોતાના કોન્ટેક્ટ્સમાં બર્થ ડે ઉમેરી શકીએ છીએ.
  2. કોન્ટેક્ટ્સમાં લોકેશનઃ ગૂગલની કોન્ટેક્ટ સર્વિસમાં આપણા કોન્ટેક્ટના લોકેશન પણ જાણી શકાશે.
કોન્ટેક્ટસમાં બર્થડે

આપણા નજીકના લોકોના જન્મદિન યાદ રાખવાની હવે કોઈ જરૂર રહી નથી. આ કામ ફેસબુક બહુ સારી રીતે કરી આપે છે. પરંતુ તમે ફેસબુક પર બહુ એક્ટિવ ન હો કે આ બાબતે માત્ર ફેસબુક પર આધાર રાખવા ન માગતા હો તો હવે એક નવો રસ્તો પણ ખુલ્યો છે, જેનો આપણે નિયમિત રીતે ઉપયોગ કરતા હોઇએ છીએ.

અત્યાર સુધી આપણે આવા એક રસ્તા તરીકે ગૂગલ કેલેન્ડરમાં મિત્રોની જન્મતારીખ ઉમેરી શકતા હતા અને તેના રિમાઇન્ડર સેટ કરી શકતા હતા. પરંતુ એ કામ મેન્યુઅલી કરવું પડતું તેમ જ કેલેન્ડરમાં ઉમેરેલી એ બાબતને રીકરિંગ ઇવેન્ટ તરીકે સેવ કરવાની ચીવટ પણ રાખવી પડતી. હવે એ કામ સહેલું બની ગયું છે.

હવે આપણે ગૂગલ કોન્ટેક્ટ એપમાં મિત્રોના જન્મદિન ઉમેરી શકીએ છીએ. આપણી પાસે એન્ડ્રોઇડ સ્માર્ટફોન હોય તો તેમાં ગૂગલ એકાઉન્ટ હોવાનું જ. આથી તેમાં વિગતો ઉમેરી રાખતાં તેમાંથી બર્થ ડે રિમાઇન્ડર નિયમિત રીતે મળવાની ધરપત રહેશે.

આ ફીચરની લાંબા સમયથી માગણી હતી અને તે હવે છેક સંતોષાઈ છે. તેનો લાભ લેવા માટે…

  • તમારા ફોનમાંની કોન્ટેક્ટ્સ એપ ઓપન કરો (આ એપ ગૂગલની હોવી જરૂરી છે).
  • તેમાં હોમસ્ક્રીન પર નીચેની તરફ ‘હાઇલાઇટ્સ’ બટન મળશે.
  • તેના પર ક્લિક કરતાં આપણા ફેવરિટ કોન્ટેક્ટ્સ તથા નજીકના સમયમાં જે કોન્ટેક્ટ જોયા હોય કે ઉમેર્યા હોય તે જોવા મળશે.
  • તેની સાથોસાથ આપણા કોન્ટેક્ટ્સના બર્થ ડે ઉમેરવાનું સૂચન મળશે.

આ રીતે કોન્ટેક્ટના બર્થ ડે ઉમેરતાં આપણા ગૂગલ કેલેન્ડરમાં આ વિગતો જોવા મળશે (બર્થ ડે કેલેન્ડર ઓન કરવું જોઇશે) તથા ગૂગલની વિવિધ સર્વિસ પરથી તેના રિમાઇન્ડર પણ મળશે. તમે ઇચ્છો તો નિશ્ચિત કોન્ટેક્ટ્સના બર્થ ડે માટેનું નોટિફિકેશન બંધ કરી શકો છો. દેખીતું છે કે આપણે જે વિગતો ઉમેરીશું તે ગૂગલને પણ મળશે. પરંતુ આ બધી વિગતો ગૂગલ પાસેથી પહેલેથી પહોંચી ગઈ હશે – ક્યારની!

કોન્ટેક્ટ્સમાં લોકેશન

તમે જાણતા હશો તેમ અત્યારે ગૂગલ મેપ્સ પર પોતાના કોન્ટેક્ટસ સાથે આપણું લોકેશન શેર કરી શકીએ છીએ. એ પછી આપણે ઇચ્છીએ ત્યારે ગૂગલ મેપ્સ ઓપન કરી તેમાં પોતાના પ્રોફાઇલ પિકચર પર ક્લિક કરી લોકેશન શેરિંગ સેકશનમાં જઇએ તો જે વ્યક્તિએ આપણી સાથે પોતાનું લોકેશન શેર કર્યું હોય તેનું જે તે ક્ષણનું લાઇવ લોકેશન મેપ પર જોઈ શકીએ છીએ.

એ જ સગવડ હવે કોન્ટેક્ટ એપમાં પણ ઉપલબ્ધ થશે. શરત એજ રહેશે સામેની વ્યક્તિએ આપણી સાથે પોતાનું લોકેશન શેર કર્યું હોવું જોઇએ. એ પછી કોન્ટેક્ટસ એપમાં જે તે કોન્ટેક્ટના પેજ પર પહોંચતા તેમનું લોકેશન જોવાનો વિકલ્પ મળશે. અહીંથી આપણે ગૂગલ મેપ્સમાં જ પહોંચીશું અને કોન્ટેક્ટનું લાઇવ લોકેશન જોઈ શકીશું.

અત્યારે વોટ્સએપમાં આપણા એકાઉન્ટની ઓળખ આપણા મોબાઇલ નંબરથી છે. મોટા ભાગના અન્ય સોશિયલ મીડિયા પર આપણું એકાઉન્ટ યૂઝરનેમ આધારિત હોય છે. આથી ગમે તે ડિવાઇસમાં એ નિશ્ચિત યૂઝરનેમ અને પાસવર્ડ આપીને આપણે લોગઇન થઈ શકીએ. વોટ્સએપમાં એવું થઈ શકતું નથી. તેમાં મોબાઇલ નંબર એ જ આપણા એકાઉન્ટની  ઓળખ હોવાથી આપણું વોટ્સએપ એકાઉન્ટ એક નિશ્ચિત મોબાઈલ ફોન સાથે જોડાયેલું રહે છે. એ ફોનને આધારે હવે આપણે અન્ય પીસી/લેપટોપ કે સ્માર્ટફોનમાં વોટ્સએપનો ઉપયોગ કરી શકીએ ખરા પરંતુ એ માટે શરૂઆત કરવા પેલો વોટ્સએપમાંના મોબાઇલ નંબરવાળો મોબાઇલ ફોન હાથવગો હોવો જરૂરી છે.

હવે આ સ્થિતિ ટૂંક સમયમાં બદલાય તેવી શક્યતા છે. વોટ્સએપ કંપની આપણા મોબાઇલ નંબરને બદલે અન્ય સોશિયલ મીડિયા સાઇટ્સની જેમ યૂઝરનેમનો ઉપયોગ શરૂ કરે તેવી શક્યતા છે. એ કારણે આપણો મોબાઇલ નંબર ન જાણતા લોકો પણ વોટ્સએપ પર આપણને સહેલાઈથી શોધી શકશે તથા અન્ય લોકો સાથે વોટ્સએપ પર સંપર્ક કરવા માટે મોબાઇલ નંબરની આપ-લે કરવાની જરૂર રહેશે નહીં. હાલમાં આ ફીચર ડેવલપમેન્ટ હેઠળ છે અને તે ચોક્કસ ક્યારેય લોન્ચ થશે તે વિશે સ્પષ્ટતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!