(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

‘પ્લેઇન લેંગ્વેજ’ વિશે થોડું જાણીએ

ઇન્ટરનેટ પર હવે બને તેટલી સાદી, સરળ છતાં સ્પષ્ટ ભાષામાં કન્ટેન્ટ આપવાનું ચલણ વધ્યું છે, ખાસ કરીને ફોર્મલ સાઇટ્સ પર.

ઇન્ટરનેટને પ્રતાપે હવે ‘નવી’ કહી શકાય એવી બે પ્રકારની ભાષા વિકસી રહી છે. એક, જેમાં પરંપરાગત ભાષાનો દાટ વળી રહ્યો છે! સોશિયલ મીડિયા પર આ પ્રકારની ભાષા વધુ ને વધુ વિકસી રહી છે. નવી પેઢીને ઇન્ટરનેટ પર વિકસેલી આ નવી ભાષામાં જબરી ફાવટ છે. જાતભાતના ટૂંકાક્ષરી શબ્દોથી તેઓ પોતાને જે કહેવું હોય તે ફટાફટ કન્વે કરી શકે છે. જો તમે જૂની પેઢીના હો તો આમાંનું તમને ઘણું ખરું માથેથી જાય! પરંતુ યંગ જનરેશન માટે એક જ વાત મહત્ત્વની વાત છે – વાત કમ્યુનિકેટ થવી જોઈએ, એનબીડી (નો બિગ ડીલ)!

બીજા પ્રકારની ભાષા છે તો પરંપરાગત ભાષા, પરંતુ તે પણ ઇન્ટરનેટને કારણે નવા રૂપરંગ લઈ રહી છે. અથવા કહો કે બધા પ્રકારના રૂપરંગ દૂર કરી રહી છે. આ પ્રકારની ભાષા ‘પ્લેઇન લેંગ્વેજ’ તરીકે ઓળખાય છે.

સોશિયલ મીડિયા પર મિત્રો એકમેક સાથે વાતચીત કરે ત્યારે સ્લેંગવાળી, નવી ભાષાનો ઉપયોગ થાય પણ જ્યારે કોઈ કંપની ફોર્મલ સ્વરૂપે પોતાની વેબસાઇટના વિઝિટર્સ સાથે કમ્યુનિકેશન કરવા માગતી હોય તો ત્યારે તેણે પ્લેઇન લેંગ્વેજનો ઉપયોગ કરવો પડે.

પ્લેઇન લેંગ્વેજ એટલે તેના નામ મુજબ બિલકુલ સીધી સાદી સરળ ભાષા. એવી ભાષા જેમાં કોઈ અલંકારો ન હોય, વાતનાં વડાં ન હોય કે શબ્દોની રમત ન હોય. તેમાં કોઈ પ્રકારના જાર્ગન (માત્ર જે તે ઇન્ડસ્ટ્રીના લોકો જ સમજી શકે એવા શબ્દો) પણ ન હોય.

સારું લખાણ સાદું પણ હોઈ શકે. આપણે જે કહેવું છે તે સામેની વ્યક્તિને બરાબર રીતે, સહેલાઈથી, અર્થનો અનર્થ થયા વિના સમજાય તેટલું જ મહત્ત્વનું છે!

ઇન્ટરનેટ પર આવી પ્લેઇન લેંગ્વેજનો ઉપયોગ જરૂરી હોવાનું એક બહુ મોટું કારણ છે – કોઈ કંપની ગુજરાતના રાજકોટમાં કામકાજ કરતી હોય કે પછી અમેરિકાના ન્યૂજર્સીમાં, તેની વેબસાઇટ પર આખી દુનિયામાં ગમે ત્યાંથી વિઝિટર્સ આવી શકે છે. જો વેબસાઇટ પરનું કન્ટેન્ટ કોઈ ચોક્કસ પ્રદેશની લાક્ષણિકતાઓની છાંટવાળું હોય તો દુનિયાના કોઈ જુદા જ છેડેથી આવેલો વિઝિટર્સ એ સમજી ન પણ શકે. આથી ઇન્ટરનેટ પર પ્લેઇન લેંગ્વેજનો દબદબો વધી રહ્યો છે.

વાત માત્ર વેબસાઇટના કન્ટેન્ટ પૂરતી નથી. તમે ઓફિસ કમ્યુનિકેશન માટેના ઇમેઇલ કે ઇન્સ્ટન્ટ મેસેજ કે ડોક્યુમેન્ટ તૈયાર કરતા હો ત્યારે પણ પ્લેઇન લેંગ્વેજનો ઉપયોગ કરો તો તેની અસરકારકતા વધી જાય. યાદ રહે કે આ પ્રકારના લખાણનો હેતુ સાહિત્યિક નથી, તેમાં આપણે ભારેખમ શબ્દો વાપરીને આપણા વાચકોને આંજી નાખવાના નથી. તેમાં તો આપણે જે કહેવું છે તે સામેની વ્યક્તિને બરાબર રીતે, સહેલાઈથી, અર્થનો અનર્થ થયા વિના સમજાય તેટલું જ મહત્ત્વનું છે!

ઇન્ટરનેટ પર તમે પ્લેઇન લેંગ્વેજ રૂલ્સ જેવું કંઈક સર્ચ કરશો તો આ વિશે ઘણું નવું જાણી શકશો. અત્યારે અહીં લખાણને પ્લેઇન લેંગ્વેજની મદદથી સરળ બનાવવાના કેટલા સાદા નિયમો પર નજર ફેરવી લઇએ.

  • ઓછું પૂરતું છે! ટૂંકમાં લખો.
  • વાત બને એટલી મુદ્દાસર કહો, બુલેટ્સમાં લખો.
  • વાક્યો પણ ટૂંકાં, પેરેગ્રાફ પણ ટૂંકા.
  • મહત્ત્વના મુદ્દા માટે હેડિંગ, સબ હેડિંગ વગેરેનો ઉપયોગ કરો.
  • હેડિંગને પ્રશ્નોથી રસપ્રદ બનાવી શકાય.
  • લોકો સામાન્ય રીતે વેબ પર વાંચતા નથી, તેઓ વેબપેજ બ્રાઉઝર કરે છે. બંનેનો તફાવત સમજવો મહત્ત્વનો છે.
  • લોકો તમારા વેબપેજ સુધી પહોંચવા માટે કેવા શબ્દોથી સર્ચ કરતા હશે? એ જ મુજબ પેજનાં હેડિંગ લખો.
  • એવું ધારી ન લેવું કે વાચકને બધા મુદ્દાની પૂરતી જાણકારી છે. સહેજ પણ મુશ્કેલ મુદ્દો લખો ત્યારે ચોક્કસ તેની ટૂંકી સ્પષ્ટતા આપી દો.
  • વેબપેજ પર બને એટલી ‘વ્હાઇટ સ્પેસ’ રાખો, તેનાથી વાચકને બ્રિથિંગ સ્પેસ મળશે.

અચ્છા, આ બધી પ્લેઇન લેંગ્વેજ સંબંધિત વાતો ખરેખર તો વેબપેજના કન્ટેન્ટને વધુ સરળ અને ઉપયોગી બનાવવા માટે છે, પણ એ વાંચ્યા પછી, ‘સાયબરસફર’ની ભાષા અને રજૂઆત પર, ફરી એક નજર ફેરવો! આ નિયમોનું પાલન થતું દેખાય છે? ભાષા સરળ અને હળવી, સાથોસાથ ગૂંચવે નહીં તેવી – એમાં જ કમ્યુનિકેશનની મજા છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!