(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ટીમ બર્નર્સ લીને એક વાતનો અફસોસ છે…

અત્યારે તમે તમારા પીસી/લેપટોપ કે મોબાઈલના બ્રાઉઝરમાં ફક્ત duplics.cybersafar.in લખીને એન્ટર કી પ્રેસ કરો એટલે ‘સાયબરસફર’ની વેબસાઇટ ઓપન થઈ જાય છે. પરંતુ જો તમે યુઆરએલના એડ્રેસ બારમાં કર્સર મૂકીને duplics.cybersafar.in કોપી કરો અને પછી તેને ગમે ત્યાં પેસ્ટ કરો તો આખું એડ્રેસ આવું જોવા મળેઃ https://duplics.cybersafar.in/

આવું કોઈ પણ વેબસાઇટના એડ્રેસમાં થતું હોય છે. હવે આપણને http:// વગેરે ટાઇપ કરવાની આદત રહી નથી કેમ કે તેના વગર પણ કામ ચાલી જાય છે અને કદાચ એટલે જ એવો સવાલ પણ થતો નથી કે આ બધાની જરૂર શી છે?!

http વિશે તો તમે જાણતા હશો કે તેનું ફુલ ફોર્મ Hypertext Transfer Protocol છે. વેબ ક્લાયન્ટ અને વેબ સર્વર વચ્ચે કમ્યુનિકેશન કરવા માટે આ પ્રોટોકોલનો ઉપયોગ થાય છે. સાદા શબ્દોમાં, વેબ ક્લાયન્ટ એટલે  આપણા કમ્પ્યૂટર કે સ્માર્ટફોનમાંનો પ્રોગ્રામ જેની મદદથી ઇન્ટરનેટ એક્સેસ કરીને વેબપેજિસ જોઈ શકાય છે. જ્યારે વેબ સર્વર એટલે જુદા જુદા વેબપેજિસ જેમાં સ્ટોર થયા હોય તેવા કમ્પ્યૂટર પ્રોગ્રામ.

આપણે પોતાના ડિવાઇસમાં કોઈ પણ વેબપેજિસ જોઈએ, એ વેબ ક્લાયન્ટ એટલે કે બ્રાઉઝર તરફથી વેબસર્વરને મોકલાતી રિકવેસ્ટ અને વેબસર્વર તરફથી આપવામાં આવતા રિસ્પોન્સની રમત હોય છે.

વેબક્લાયન્ટ અને વેબ બ્રાઉઝર વચ્ચેની આ વાતચીતમાં સ્પષ્ટતા રહે એ માટે હાયપર ટેકસ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ (http)નો ઉપયોગ થાય છે. વર્લ્ડવાઇડવેબ (www)ના સર્જનનું શ્રેય જેમને ફાળે જાય છે એ ટીમ બર્નર્સ લી નામના સંશોધકે વેબ ક્લાયન્ટ અને વેબ સર્વર વચ્ચેની વાતચીત માટે httpની વ્યવસ્થા વિકસાવી.

અહીં સુધી તો બધું બરાબર,  આપણને સવાલ એ થવો જોઈએ કે http પછી બે ટપકાં (:)અને ડબલ ફોરવર્ડ સ્લેશ (//) ની જરૂર શી છે?

ટીમ બર્નર્સ લી પોતે કહે છે કે કોઈ જરૂર નથી! તેમણે અમેરિકાના ન્યુયોર્ક ટાઇમ્સ અખબારને આપેલા એક ઇન્ટરવ્યૂમાં નિખાલસતાથી કબૂલ્યું હતું કે તેઓ ભૂતકાળની કોઈ વાત બદલી શકે તેમ હોય તો વેબએડ્રેસમાં ડબલ સ્લેશ ઉમેરવાની ભૂલ સુધારી લે!

એ ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે એ સમયે તેમને લાગ્યું હતું કે વેબપેજના એડ્રેસ તથા http પ્રોટોકોલને અલગ પાડવા માટે વચ્ચે કંઈક હોવું જોઈએ એટલે માટે તેમણે ડબલ સ્લેશનો ઉપયોગ કર્યો. પરંતુ એવું કરવાની કોઈ જરૂર નહોતી! હવે તેમને લાગે છે કે આ એક ભૂલને કારણે દુનિયાભરના લોકોએ અબજોવાર ડબલ સ્લેશ ટાઇપ કરવાની ઝંઝટ વેઠવી પડી અને આવા એડ્રેસ સાથેનાં પેજિસ પ્રિન્ટ થયાં હશે તેના કારણે વિના કારણ અનેક વૃક્ષોનો સોથ પણ વળ્યો હશે!

જોકે, મોડર્ન બ્રાઉઝર્સમાં આપણે કોઈ પણ એડ્રેસ ટાઇપ કરીએ ત્યારે ડબલ સ્લેશ ઓટોમેટિકલી ઉમેરી લે છે એટલે ટીમ બર્નર્સ લીએ બહુ અફસોસ કરવાની જરૂર નથી!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!