(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફેસબુકમાં ટુ-સ્ટેપ વેરિફિકેશનની પદ્ધતિ બદલાય છે

‘સાયબરસફર’માં સતત, જે કોઈ સર્વિસમાં ટુ-સ્ટેપ વેરિફિકેશનની સગવડ મળતી હોય ત્યાં તેને ઇનેબલ કરવાની ભલામણ કરવામાં આવે છે. જુદી જુદી કંપની, જુદી જુદી રીતે આવા સેકન્ડ વેરિફિકેશનની સગવડ આપતી હોય છે, જેમ કે…

  • ગૂગલમાં આપણા એકાઉન્ટમાં ટુ-સ્ટેપ વેરિફિકેશન ઓન કરીએ ત્યારે ફોનમાં વોઇસ કૉલ દ્વારા, એસએમએસ દ્વારા, યસ કે નો એવા પ્રોમ્પ્ટ દ્વારા, ઓથેન્ટિકેટર એપમાં જનરેટ થતા ઓટીપી દ્વારા વગેરે રીતે સેકન્ડ વેરિફિકેશન મળી શકે છે.
  • ટ્વીટરમાં એસએમએસ દ્વારા, ઓથેન્ટિકેટર એપ દ્વારા કે પછી ફિઝિકલ સિક્યોરિટી કી દ્વારા આવું સેકન્ડ વેરિફિકેશન મેળવી શકાય છે, પરંતુ હવે ટ્વીટરે પોતાના એકાઉન્ટ માટે પેઇડ વેરિફિકેશન ન મેળવનારા લોકો માટે એસએમએસ દ્વારા કોડ મોકલવાનું બંધ કર્યું છે. તેમાં હવે આપણે માત્ર ગૂગલ કે માઇક્રોસોફ્ટ જેવી કંપનીની ઓથેન્ટિકેટર એપ દ્વારા ટુ-સ્ટેપ વેરિફિકેશનનો ઓટીપી મેળવી શકીએ છીએ.
  • ફેસબુકમાં, સ્માર્ટફોનમાં ફેસબુકની એપમાં જ, સેકન્ડ વેરિફિકેશન માટેનો કોડ મેળવવાની વ્યવસ્થા હતી, પરંતુ હવે તેમાં ફેરફાર થઈ રહ્યો છે.

જો તમે તમારા ફેસબુક એકાઉન્ટને સલામત બનાવવા માટે તેમાં ટુ-સ્ટેપ વેરિફિકેશન ઓન કર્યું હોય તો તમને બાજુના સ્ક્રીનશોટ જેવો મેસેજ દેખાવાનું શરૂ થયું હશે.

ફેસબુકની હાલની વ્યવસ્થામાં જ્યારે તેમાં ટુ-સ્ટેપ વેરિફિકેશન ઓન કરવામાં આવે ત્યારે એક ચોક્કસ પ્રકારનું સિક્યોરિટી સેટિંગ ઓન થાય છે. એ મુજબ આપણે બીજા કોઈ પણ ફોન કે બ્રાઉઝરમાં ફેસબુકમાં લોગઇન થવાનો પ્રયાસ કરીએ ત્યારે આપણા ફોનમાંની ફેસબુક એપમાં જનરેટ થતો કોડ શોધીને તે આપવો પડે છે.

ફેસબુક એપમાં જનરેટ થતા આવા ક્યૂઆર કોડની સર્વિસને ફેસબુક ‘કોડ જનરેટર’ કહે છે. આ વ્યવસ્થાની તકલીફ એ છે કે આપણે કોઈ એક ફોનમાં ફેસબુક એપમાં લોગ્ડઇન હોઇએ ત્યારે જ તે કામ લાગી શકે છે. ઉપરાંત ફેસબુકના પોતાના જણાવ્યા અનુસાર આ વ્યવસ્થા પણ સંપૂર્ણ સલામત નથી.

આથી ફેસબુક હવે ઇન-એપ કોડ જનરેટર સર્વિસ રિટાયર કરી રહી છે. તેને બદલે આપણે ગૂગલ કે માઇક્રોસોફ્ટ જેવી કંપનીની ઓથેન્ટિકેટર એપમાં ફેસબુકનું એકાઉન્ટ ઉમેરીને તેમાં સેકન્ડ-સ્ટેપ વેરિફિકેશન માટેનો કોડ મેળવવાનું શરૂ કરી શકીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!