(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આગળ શું વાંચશો?

  • ટ્વીટરમાં ટુ-સ્ટેપ વેરિફિકેશનમાં મોટો ફેરફાર થયો
  • આપણે માટે ફેસબુક પોતે જ કન્ટેન્ટ જનરેટ કરી આપશે!
  • વોટ્સએપનો એકથી વધુ મોબાઇલમાં ઉપયોગ

ગયા મહિનાથી ટ્વીટરે ભારતીય સેલિબ્રિટિઝનાં વેરિફાઇડ બ્લુ ટિક બંધ કરી દીધાં, તેની સાથોસાથ સરેરાશ યૂઝર્સ એટલે કે ટ્વીટરનો મફત ઉપયોગ કરતા યૂઝર્સ માટે એસએમએસ દ્વારા ટુ-સ્ટેપ વેરિફિકેશન પણ બંધ કરી દીધું છે! લગભગ દરેક સારી સર્વિસ પોતાના યૂઝર્સને તેમનું એકાઉન્ટ સલામત રાખવા માટે વિવિધ પ્રકારે ટુ-સ્ટેપ વેરિફિકેશનની સગવડ આપતી હોય છે.

પરંતુ ટ્વીટરને લાગે છે કે જ્યારે કોઈ યૂઝર ટ્વીટરમાં લોગ-ઇન થવા માટે યૂઝરનેમ અને પાસવર્ડ આપે તે પછી તેની ઓળખની વધુ ખાતરી માટે, તેના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એસએમએસ દ્વારા ઓટીપી મોકલવાનો ખર્ચ કંપનીને ભારે પડે તેમ છે! આથી ફ્રી યૂઝર્સ માટે આ સર્વિસ બંધ કરી દેવાઈ છે.

જો તમે તમારા ટ્વીટર એકાઉન્ટને સલામત રાખવા માટે આ સગવડનો લાભ લેતા હો તો બહુ ચિંતા કરવાની જરૂર નથી. તમારું એકાઉન્ટ બંધ નહીં થાય, પરંતુ તે સલામત રહેશે નહીં. તમે ઇચ્છો તો ગૂગલ કે માઇક્રોસોફ્ટની ઓથેન્ટિકેટર એપથી આવી જ સગવડ ફરી મેળવી શકો છો.

તેમાં ટ્વીટરને કોઈ ખર્ચ નથી!

હવે બધે જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની બોલબાલા છે, તો ફેસબુક પર કેમ નહીં? ફેસબુક પર જો તમે ખાસ્સા એક્ટિવ હશો તો તમે તેના પર કોઈ ને કોઈ પ્રકારની નવી બાબતો પોસ્ટ કરતા રહેતા હશો. ફેસબુક એક કંપની તરીકે ઇચ્છે છે કે તમે તેના પ્લેટફોર્મ હજી વધુ એક્ટિવ બનો અને હજી નવી નવી બાબતો પોસ્ટ કરો!

આ માટે ફેસબુકે તમારું કામ સહેલું બનાવી દેવાનો પ્રયાસ આરંભ્યો છે – યસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી!

નજીકના સમયમાં, આપણે પોતે કોઈ નવી ટેકસ્ટ, ઇમેજ કે વીડિયો ક્રિએટ કરીને ફેસબુક પર શેર કરીએ તેને બદલે એ જહેમત ફેસબુક પોતે ઉઠાવશે. શરૂઆત સ્ટોરીઝથી થશે. આપણે ફેસબુકમાં અગાઉ પોસ્ટ કરેલી ઇમેજિસનો ઉપયોગ કરીને ફેસબુક પોતે આપણને નવું કન્ટેન્ટ જનરેટ કરી આપશે, જે આપણે એક ક્લિકમાં ફ્રેન્ડઝને શેર કરી શકીશું!

પર્સનલ યૂઝર તરીકે આ સર્વિસ આપણને કદાચ વધુ પડતી લાગે કારણ કે જો બધું એઆઇ જનરેટેડ હોય તો પછી તેમાં ફ્રેન્ડઝ સાથે રિઅલ કે પર્સનલ ટચની વાત ક્યાં રહી? પરંતુ બિઝનેસ પેજિસ માટે આ ફીચર વરદાનરૂપ બની શકશે.

તમે જાણો છો તેમ, વોટ્સએપનો અત્યારે ફક્ત એક મોબાઇલ ફોનમાં ઉપયોગ કરી શકાય છે. તેમાં મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ છે અને એક સાથે ચાર ડિવાઇસમાં વોટ્સએપના એક જ એકાઉન્ટનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ હાલની શરત એ છે કે આ ચાર ડિવાઇસમાં મોબાઇલ ડિવાઇસ માત્ર એક હોઈ શકે, એટલે કે જેમાં આપણું મૂળ વોટ્સએપ એકાઉન્ટ હોય તે. તેનાથી લિંક કરી શકાય તેવાં બાકીનાં ત્રણ ડિવાઇસ લેપટોપ કે પીસી હોઈ શકે છે.

આપણે તો એકથી વધુ મોબાઇલમાં વોટ્સએપનો ઉપયોગ કરવો હોય છે. આખરે આ ફીચર પણ આવી ગયું છે, પરંતુ હાલમાં માત્ર બીટા ટેસ્ટર્સ માટે અને એ પણ માત્ર એન્ડ્રોઇડ યૂઝર્સ માટે.

નવેમ્બર ૨૦૨૨થી, વોટ્સએપનો એકથી વધુ મોબાઇલમાં ઉપયોગ થઈ શકે તેવા ‘કમ્પેનિયન મોડ’ પર કામ ચાલતું હતું, તેનો લાભ ગયા મહિનાથી બીટા ટેસ્ટર્સને મળવા લાગ્યો છે. મતલબ કે હવે ટૂંક સમયમાં આપણે સૌ એક જ મોબાઇલ નંબર સાથેના વોટ્સએપ એકાઉન્ટનો બીજા ત્રણ મોબાઇલ ફોનમાં પણ ઉપયોગ કરી શકીશું!

અત્યારે વોટ્સએપનો ફક્ત એક મોબાઇલ અને બીજાં ત્રણ પીસી/લેપટોપમાં ઉપયોગ થઈ શકે છે, હવે એ સ્થિતિ બદલાશે.

વોટ્સએપના આ નવા કમ્પેનિયન મોડનો ઉપયોગ, પીસી લેપટોપને લિંક કરવા જેવો જ સહેલો છે. આ ફીચર વોટ્સએપના તમામ યૂઝર્સને ઉપલબ્ધ થયા પછી અને તમારી વોટ્સએપ એપ અપડેટ કર્યા પછી, નીચેનાં પગલાં લેવાનાં રહેશે ઃ

  • તમારે બીજા જે મોબાઇલમાં વોટ્સએપનો ઉપયોગ કરવો હોય, તેમાં વોટ્સએપની લેટેસ્ટ એપ ઇન્સ્ટોલ કરો.
  • તેમાં જમણે ખૂણે ત્રણ ડોટ પર ક્લિક કરી, મેનૂ ઓપન કરો અને તેમાં ‘લિંક એ ડિવાઇસ’ પસંદ કરો. એક ક્યૂઆર કોડ દેખાવો જોઈએ.
  • હવે તમારા મૂળ મોબાઇલમાં વોટ્સએપ ઓપન કરો અને ઉપર જમણી તરફ ત્રણ ડોટ પર ક્લિક કરીને મેનૂમાં જાઓ. તેમાં ‘લિંક્ડ ડિવાઇસિસ’ પર ક્લિક કરો.
  • આપણે ફિંગરપ્રિન્ટ કે પિન આપીને પોતાની ઓળખ સાબિત કરવી પડશે, હવે મૂળ મોબાઇલથી, નવા મોબાઇલના સ્ક્રીનમાં દેખાતો ક્યૂઆર કોડ સ્કેન કરી શકાશે.

હવે બીજા ફોનમાં પણ આપણું વોટ્સએપ એકાઉન્ટ એક્ટિવ થઈ જશે. આપણી ચેટ હિસ્ટ્રી પણ તેમાં જોવા મળશે અને આ બીજા ફોનમાં પણ આપણે મેસેજ રીસિવ કરી શકીશું તેમજ અન્યોને મેસેજ મોકલી શકીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!