(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આગળ શું વાંચશો?

  • સર્ચમાં વાંધાજનક તસવીરો ધૂંધળી રહેશે
  • ભારતને માઇક્રોપ્રોસેસરમાં આત્મનિર્ભર બનાવવાની કોશિશ
  • અમેરિકામાં નોકરી ગઈ? જર્મની આવકારવા તૈયાર છે!
  • ભારતની યુપીઆઇ, સિંગાપોરની પેનાઉ કનેક્ટ થયાં

નવા સમયમાં બાળકો પોતાની રીતે જ ગૂગલ પર ઘણું બધું, જાતે જ સર્ચ કરી લે છે, પરંતુ હજી બાળક પ્રમાણમાં નાનું હોય તો મમ્મી કે પપ્પા તેની પાસે બેસી, ગૂગલ પર સર્ચ કરતાં હોય છે. આ રીત સારી જ છે, પરંતુ ગૂગલ પર સર્ચ કરતી વખતે મમ્મી-પપ્પાના મનમાં એ ફડકો તો રહે જ કે બાળકે ન જોવા જેવું કંઈ દેખાઈ નહીં જાયને?

ખાસ કરીને ઇમેજિસ સર્ચ કરતી વખતે આ ચિંતા રહે અને બાળકો પોતાની રીતે જ સર્ચ કરતાં હોય ત્યારે તો ખાસ ચિંતા રહે. ગૂગલે આ ચિંતા થોડી હળવી કરવાની શરૂઆત કરી છે.

તમે કદાચ જાણતા હશો કે આપણે ગૂગલ સર્ચના સેટિંગ્સમાં જઈને ‘સેફ સર્ચ’ ફિલ્ટર ઓન કરી શકીએ છીએ. એ પછી ગૂગલ પર ‘વાંધાજનક’ ઇમેજિસ, રિઝલ્ટ વગેરે દેખાતાં નથી (ગૂગલ પોતે સ્વીકારે છે કે આ ફિલ્ટર એકદમ સચોટ નથી). હવે ગૂગલ એક સ્ટેપ આગળ લીધું છે. હવે ‘સેફ સર્ચ’ ફિલ્ટર ઓન ન હોય, તો પણ ગૂગલ ‘વાંધાનજક’ ઇમેજિસ પહેલાં બ્લર્ડ-ધૂંધળી રાખીને બતાવશે અને પછી યૂઝર ઇચ્છે તો તેને નોર્મલ વ્યૂમાં જોઈ શકે છે. આ સુવિધા આવનારા મહિનાઓમાં આપણા સુધી પહોંચશે.

ભારતમાં સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યૂટિંગ (સી-ડેક) નામની એક સંસ્થા કમ્પ્યૂટિંગના ક્ષેત્રે રિસર્ચ અને ડેવલપમેન્ટ તથા પ્રોડક્ટસ અને સોલ્યુશન્સ વિકસાવવાનું કામ કરે છે. ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી હેઠળ કામ કરતી આ સ્વાયત સંસ્થા ભારતીય ભાષાઓમાં કમ્પ્યૂટિંગ તથા કમ્પ્યૂટર એજ્યુકેશન માટે પણ સક્રિય છે.

આ સંસ્થાએ હવે માઇક્રોપ્રોસેસરના ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવાનું બીડું ઝડપ્યું છે. હમણાં સંસ્થા તરફથી જાહેર કરવામાં આવ્યું છે કે તેણે ડ્યૂઅલ કોર અને ક્વાડ કોડ માઇક્રોપ્રોસેસર ડિઝાઇન કરવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ કરી લીધી છે અને બે ડિઝાઈન ઉત્પાદન માટે તૈયાર છે.

આપણે માઇક્રોપ્રોસેસરને સામાન્ય રીતે કમ્પ્યૂટર અને સ્માર્ટફોનના મગજ તરીકે ઓળખીએ છીએ, પરંતુ ઇન્ટરનેટ ઓફ થિંગ્સના નવા સમયમાં માઇક્રોપ્રોસેસરનો ઉપયોગ ઘણો વિસ્તર્યો છે.

સી-ડેક સંસ્થાએ ડેવલપ કરેલાં માઇક્રોપ્રોસેસર ઇન્ટરનેટ ઓફ થિંગ્સ માટેનાં વિવિધ ડિવાઇસ જેમ કે સ્માર્ટ એનર્જી મીટર્સ, સ્માર્ટ વોટર એન્ડ ગેસ મીટર્સ તથા મલ્ટિમીડિયા પ્રોસેસિંગ, એઆર/વીઆર એપ્લિકેશન વગેરેમાં ઉપયોગ કરી શકાશે. આ સંસ્થાને આશા છે કે નજીકના ભવિષ્યમાં તે દેશની માઇક્રોપ્રોસેસરની કુલ જરૂરિયાતના ઓછામાં ઓછા ૧૦ ટકાને પહોંચી વળી શકશે.

ગયા વર્ષના નવેમ્બર મહિનાથી અમેરિકન જાયન્ટ ટેક કંપનીઓએ મોટા પાયે તેના એમ્પ્લોઇની છટણી કરવાનું શરૂ કર્યું તે પછી અત્યાર સુધીમાં આઇટી સેકટરમાં બે લાખ જેટલા લોકોએ નોકરી ગુમાવી છે અને તેમાંથી ૩૦થી ૪૦ ટકા જેટલા લોકો ભારતીય છે. અલબત્ત આ નિરાશાભર્યા વાતાવરણમાં નવી આશા જગાવે તેવા સમાચાર પણ છે.

સમાચાર જર્મનીથી આવ્યા છે. જર્મનીની કાર કંપની ફોક્સવેગન માટે સોફ્ટવેર ડેવલપ કરતી કંપનીના ચીફ પીપલ ઓફિસરે હમણાં કહ્યું છે કે ‘‘ધે ફાયર, વી હાયર!’’.

તેમણે આગળ કહ્યું કે તેમની કંપનીમાં યુએસ, યુરોપ અને ચાઈનામાં અનેક પોઝિશન્સ હજી પણ ઓપન છે. જર્મની પોતે આખી દુનિયા માટે ટેકનોલોજી ડેવલપ કરવામાં અગ્રેસર છે, પરંતુ એ જ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આ દેશ હજી ઘણો પાછળ છે. અત્યારે તે પણ મંદીનો સામનો કરી રહ્યું છે, પણ અહીં યુવાન લોકો માટે જોબના વધુ ચાન્સ છે કેમ કે કુલ વસતીમાં સૌથી વધુ વૃદ્ધો ધરાવતા દેશોમાં જર્મની આગળ છે!

અત્યારે જર્મનીની આઇટી ઇન્ડસ્ટ્રીમાં ૧,૩૭,૦૦૦ જેટલી જોબ ખાલી પડી છે. હવે જર્મન ગવર્નમેન્ટ ઇમિગ્રેશન નિયમો હળવા કરી રહી છે અને જર્મનીમાં જોબ માટે આવતા લોકોને દેશનું નાગરિકત્વ સહેલાઈથી મળવાની લાલચ પણ આપી રહી છે. જોકે જર્મનીમાં જોબ આડે હજી પણ એક મોટો અવરોધ છે –  જર્મન ભાષાનો આગ્રહ.

ભારતમાં ઓનલાઇન પેમેન્ટના ક્ષેત્રે ક્રાંતિ લાવી દેનાર યુિનફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) અને કંઈક અંશે એ જ પ્રકારની સિંગાપોરની સર્વિસ ‘પેનાઉ’ હવે એકમેક સાથે લિંક થઈ ગઈ છે. બંને સર્વિસ પોતપોતાના દેશમાં લોકોને સ્માર્ટફોની મદદથી એકબીજાના સીધા બેન્ક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવાની સવલત આપે છે.

સામાન્ય રીતે દેશની અંદર થતી રૂપિયાની લેવડદેવડની સરખામણીમાં બે દેશ વચ્ચેની લેવડદેવડ વધુ ઝંઝટભરી અને ખર્ચાળ હોય છે. યુપીઆઇ અને પેનાઉ એકમેક સાથે લિંક થવાથી હવે કમ સે કમ ભારત અને સિંગાપોરના લોકો વચ્ચે નાણાંની લેવડદેવડ એકદમ ઝડપી થશે. ભારતમાં અન્ય દેશોમાંથી જેટલા પ્રમાણમાં નાણાં આવે છે તેમાં સિંગાપોરનો ફાળો વર્ષ ૨૦૨૦-૨૧માં ૫.૭ ટકા હતો.

યુપીઆઇ વ્યવસ્થા ભારતમાં લોન્ચ થઈ ત્યારથી ભારતમાં તે સતત વધુ ને વધુ લોકપ્રિય થઈ રહી છે અને બેન્ક કાર્ડ્સની સરખામણીમાં તેનો ઉપયોગ વધી રહ્યો છે.  ભારત બહાર વસતા ભારતીયો માટે પણ તેનો ઉપયોગ શક્ય બન્યો છે અને હવે બીજા દેશની પેમેન્ટ સિસ્ટમ સાથે પણ તે કનેક્ટ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!