(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એક દાદીમાએ 30 લાખ લોકોનાં ઇન્ટરનેટ કનેક્શન કાપ્યાં!

‘‘લે, તમે આ શું કરી નાખ્યું? ફોનમાં બધું ઊડી ગયું!’’ તમે પોતે કે પરિવારનાં બાળકોએ ક્યારેક ને ક્યારેક સ્માર્ટફોન વિશે ખાસ કશું ન જાણતા વડીલો સાથે આવી મજાક કરી હશે. પરંતુ વર્ષ ૨૦૧૧માં ૭૫ વર્ષનાં એક દાદીમાએ આવી ‘મજાક’ કરી, એ પણ પૂરા ૩૦ લાખ લોકો સાથે.

બન્યું એવું કે યુરોપમાં જ્યોર્જિયાની રાજધાનીની નજીક એક ગામડામાં રહેતાં માજી માંડ માંડ ગુજારો કરતાં હતાં. જ્યોર્જિયાના બીજા અનેક ગરીબ લોકોની જેમ તેઓ પણ જૂના સોવિયેત સંઘના સમયથી જંગલમાં ધરબાયેલા કોપર અને અન્ય ધાતુઓના ભંગાર ખોદી કાઢી, તેને વેચીને ગુજરાન ચલાવતાં હતાં. ભૂતપૂર્વ સોવિયેત સંઘના ઘણા ભાગમાં લોકો માટે આવકનું આ સાધન હતું.

બનવાજોગ એ જ વિસ્તારમાં જ્યોર્જિયાની એક મોટી રેલવે લાઇનને સમાંતર અન્ડરગ્રાઉન્ડ ફાઇબર ઓપ્ટિક કેબલ પણ નાખવામાં આવ્યો હતો. આ કેબલથી જ્યોર્જિયા ઉપરાંત નજીકના આર્મેનિયા જેવા દેશોને ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળતી હતી.

માર્ચ ૨૮, ૨૦૧૧ના દિવસે પેલાં માજી રોજિંદી રીતે રેલવે લાઇનની આસપાસ કોપરનો ભંગાર શોધવા નીકળ્યાં. માજી કોદાળીથી આડેધડ ઘા ઝીંકતાં હતાં, એ દરમિયાન એક ઘા ફાઇબર ઓપ્ટિક કેબલ પર લાગ્યો અને કેબલ કપાયો.

એ સાથે જ્યોર્જિયાના મોટા ભાગમાં ને લગભગ આખા આર્મેનિયામાં લોકોનાં ઇન્ટરનેટ કનેકશન કપાઈ ગયાં. કોઈ સર્ફિંગ નહીં, કોઈ ચેટિંગ નહીં, કોઈ ઇમેઇલ નહીં, કોઈ વીડિયો નહીં, કશું જ નહીં. લગભગ ૩૦ લાખ લોકો ઇન્ટરનેટથી એક સાથે ડિસકનેક્ટ થયા અને તકલીફ એ હતી કે એ લોકો ઇન્ટરનેટ પર પોતાનો બળાપો પણ ઠાલવી શકે તેમ નહોતા! પૂરા ૧૨ કલાક સુધી આ સ્થિતિ રહી.

એ કેબલની માલિક ટેલિકોમ કંપનીએ તાબડતોબ તપાસ શરૂ કરી. કેબલ ક્યાંથી કપાયો એ સમજાયું અને કોણે કાપ્યો એ પણ ખબર પડી. માજીની ધરપકડ કરવામાં આવી. માજીએ રડતાં રડતાં કહેતાં રહ્યાં કે એમને તો ઇન્ટરનેટ શું છે એ પણ ખબર નથી. પોતે તો જંગલમાં લાકડાં વીણવા ગયાં હતાં. એમની સામે કેસ ચાલ્યો. કાયદા અનુસાર તેમને ત્રણેક વર્ષની જેલ થઈ શકે તેમ હતી. પરંતુ ઉંમર અને અજાણતાં આ ગુનો થયો હોવાનું સમજાતાં અદાલતે રહેમનજર કરી.

કેબલની માલિક કંપનીએ સતત રટણ કર્યું કે કેબલને જડબેસલાક રીતે સુરક્ષિત રાખવામાં આવ્યો હતો, પણ કદાચ જમીનના ધોવાણને કારણે તે જમીનની ઉપર આવી ગયો હશે. છતાં હકીકત એ હતી કે ૭૫ વર્ષનાં એક માજી માટે એ કેબલ કાપવો રમતવાત હતી!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!