(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વિકિપીડિયા લગભગ ‘એરર-ફ્રી’ કેમ છે?

માની લો કે તમે, દુનિયાભરના વિશાળ જ્ઞાનકોષ જેવા વિકિપીડિયા પર કોઈ આર્ટિકલના પેજ પર પહોંચ્યા અને તેમાં તમે વાંચ્યું કે ‘‘ગીરનું જંગલ એશિયાઇ સિંહનું નિવાસસ્થાન છે.’’ આ વાક્ય તમને વાંધાજનક લાગે છે?

ઉતાવળો જવાબ ન આપતા! આ નક્કર માહિતી છે એટલે વિકિપીડિયા પર તેની સામે વાંધો ઉઠાવી ન શકાય, પણ જો એ લેખ ગીરના જંગલને લગતો હોય તો! સુપર કમ્પ્યૂટર્સ વિશેના લેખમાં આ વાક્ય હોય તો ત્યાંથી તેને હટાવવું પડે કે નહીં?

વિકિપીડિયા પર આવું અવારનવાર બને છે. આપણે જાણીએ કે દુનિયાભરના લાખો સ્વયંસેવકો પોતપોતાની રીતે વિકિપીડિયાને વધુને વધુ સમૃદ્ધ બનાવતા જાય છે. તેઓ વિકિપીડિયા પર નવા લેખ ઉમેરે કે પછી વર્તમાન લેખમાં કંઈ સુધારો કે ઉમેરો કરે – વિકિપીડિયાની શરત એટલી જ કે એ વાત સાચી, નક્કર માહિતી હોવી જોઈએ અને તેનો કોઈને કોઈ રેફરન્સ પણ આપવો પડે.

વિકિપીડિયાના લેખકો/સંપાદકો તો પૂરી નિષ્ઠાથી આપણને સાચી માહિતી આપવા મથે છે, પણ તેમાં કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે ફેરફાર કરી શકતી હોવાથી વિકિપીડિયામાં ભાંગફોડની પ્રવૃત્તિ પણ બમણા જોરથી ચાલતી હોય છે.

વિકિપીડિયાના લેખોમાં ભૂલો કે છેડછાડ પકડી પાડવાનું કામ લાખો સ્વયંસેવકો ઉપરાંત ‘બોટ’ કરે છે!

શરૂઆતમાં ગીરના સિંહની વાત કરી, તેમ એક વાર વિકિપીડિયા પર અમેરિકાની સુપ્રીમ કોર્ટ વિશેના એક લેખમાં વિજ્ઞાનની દૃષ્ટિએ સાવ સાચું, પણ અદાલતના લેખમાં એકદમ વાંધાજનક એવું વાક્ય કોઈએ ઉમેરી દીધું હતું – ગણતરીની સેકન્ડમાં એ વાક્યને મૂળ લેખમાંથી ઉડાવી દેવામાં આવ્યું.

મજાની વાત હવે છે!

આ છેડછાડ કોઈ વિકિપીડિયાના સજાગ એડિટરે નહીં, પણ એક ‘બોટ’એ પકડી પાડી હતી!

‘બોટ’ મૂળભૂત રીતે કમ્પ્યૂટર પ્રોગ્રામ છે, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને પ્રતાપે પોતાના કામમાં જબરા પાવરધા બનતા જાય છે.

તમને જાણીને નવાઈ લાગશે કે વિકિપીડિયાને સમૃદ્ધ બનાવવામાં કે ભૂલ-મુક્ત રાખવામાં વિદ્વાનોનો ફાળો છે તેમ બોટનો પણ છે! નવા લેખો ઉમેરવા, ભૂલો શોધવી અને સુધારવી, શબ્દોને બીજા લેખો સાથે લિંક કરવા, લેખોને ટેગિંગ કરવું વગેરે જાતભાતનાં કામની જવાબદારી સંખ્યાબંધ બોટ્સ નિભાવે છે.  સ્વીડિશ વિકિપીડિયા પર એક બોટે એક જ દિવસમાં દસેક હજાર લેખો ઉમેરી દીધા હતા!

નિષ્ણાતો માને છે કે ‘બોટ’ની મદદ વિના આજના વિરાટ વિકિપીડિયાની જાળવણી અશક્ય છે!


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!