(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વીડિયો હવે આપણે રાતદિવસના સંગાથી થઈ ગયા છે, પણ વાત કરીએ જરા જુદા પ્રકારના વીડિયોની. માની લો કે, કોઈ પ્લેનમાંથી પેરાશૂટ જંપિંગ કરી રહેલા પેરાડાઇવર્સનો કોઈ વીડિયો તમે જોઈ રહ્યા છો. જો આ વીડિયો પ્લેનમાં હાજર કોઈ વ્યક્તિએ શૂટ કર્યો હોય તો પ્લેન પાછળના ખુલ્લા ભાગમાંથી ખુલ્લા આકાશમાં છલાંગ લગાવતા પેરાડાઇવર્સને આપણે જોઇ શકીએ. પણ આપણે પોતે કોઈ પેરાડાઇવર હોઈએ અને પ્લેનમાંથી ધરતી સુધી પહોંચતા સુધી આમ તેમ નજર દોડાવતાં જે કંઈ જોવા મળે તે બધું જ આપણે આ વીડિયોમાં જોવું હોય તો એ કેવી રીતે શક્ય બને?

જવાબ છે ૩૬૦ ડિગ્રી વીડિયોથી.

આપણે જે કોઈ સામાન્ય વીડિયો જોઈએ છીએ તે સામાન્ય કેમેરાથી કેપ્ચર થયા હોય છે. આવા વીડિયો તેમને જે દિશામાં પોઇન્ટ કરવામાં આવે એ દિશામાંનું બધું વીડિયો તરીકે કેપ્ચર કરીને બતાવી શકે. આવા વીડિયો જ્યારે વોટ્સએપ પર કે યુટ્યૂબ પર આપણે જોઇએ ત્યારે તેને માટે પ્લે બટન દબાવીને વીડિયો જોવાથી વિશેષ આપણે કશું કરી શકતા નથી.

૩૬૦ ડિગ્રી વીડિયોની નવી ટેકનોલોજીથી આ સ્થિતિમાં મોટું પરિવર્તન આવી ગયું છે.

૩૬૦ ડિગ્રી વીડિયો ખાસ પ્રકારના કેમેરાથી તમામ દિશામાંનાં દૃશ્યો કેપ્ચર કરે છે અને દર્શકને ૩૬૦ ડિગ્રીનો સંપૂર્ણ વ્યૂ આપે છે. આવા વીડિયો જોતી વખતે આપણે ઇચ્છીએ તે મુજબ વીડિયો જોવાની દિશા બદલી શકીએ છીએ.

કમ્પ્યૂટર અને સ્માર્ટફોન બંનેમાં યુટ્યૂબ કે ફેસબુકની એપ પર જઇને આપણે કોઈ પણ ૩૬૦ ડિગ્રી વીડિયો જોઇ શકીએ છીએ. પીસી પર ૩૬૦ ડિગ્રી વીડિયો જોતા હોઇએ તો આપણે સામાન્ય વીડિયોની જેમ સ્ટાર્ટ કરવાનો રહે છે અને પછી વીડિયોના સ્ક્રીન પર ગમે ત્યાં માઉસથી ક્લિક અને ડ્રેગ કરીને વીડિયોની વ્યૂઇંગ ડિરેકશન બદલી શકાય છે.

360 ડિગ્રી વીડિયોની નવી ટેકનોલોજીથી આ સ્થિતિમાં મોટું પરિવર્તન આવી ગયું છે. 360 ડિગ્રી વીડિયો ખાસ પ્રકારના કેમેરાથી તમામ દિશામાંનાં દૃશ્યો કેપ્ચર કરે છે અને દર્શકને 360 ડિગ્રીનો સંપૂર્ણ વ્યૂ આપે છે. વીડિયો જોતી વખતે ઇચ્છીએ તે મુજબ વીડિયો જોવાની દિશા બદલી શકીએ છીએ.

જો સ્માર્ટફોન પર તમારે ૩૬૦ ડિગ્રી વીડિયો જોવા હોય તો તમારે યુટ્યુબ કે ફેસબુકની એપનો ઉપયોગ કરવો પડશે. સ્માર્ટફોનમાં વેબબ્રાઉઝરમાં તમે આ સાઇટ્સ પર જઇને ૩૬૦ ડિગ્રી વીડિયો જોવાનો પ્રયત્ન કરશો તો તેમાં વ્યૂઇંગ ડિરેકશન જોવાની સુવિધા મળશે નહીં. જો તમારી પાસે વીઆર હેડસેટ હોય તો તે પહેરીને આવા વીડિયો જોવાની મજા જુદી જ છે. તમારો સ્માર્ટફોન વીઆર કમ્પેટિબલ હોય તો સ્માર્ટફોનમાં યુટ્યુબ કે ફેસબુકની એપમાં ૩૬૦ ડિગ્રીનો વ્યૂ જોવા માટે સ્ક્રીન પર ટચ કરવાની પણ જરૂર નથી. સ્માર્ટફોનને સ્ટીયરિંગ વ્હીલની જેમ ફેરવતાં વીડિયોનો વ્યૂઈંગ એંગલ બદલાઇ જશે!

અત્યારે ૩૬૦ ડિગ્રી વીડિયો જોવાનો સૌથી મોટો સોર્સ યુટ્યૂબ અને ફેસબુક છે. સ્માર્ટફોનમાં તમે ‘૩૬૦ ડિગ્રી વીડિયો’ કે ‘ઇમર્સિવ વીડિયો’ સર્ચ કરશો તો આવા ઘણા વીડિયો મળશે. ત્યાં સુધી, અહીં આપેલી લિંક્સ પરથી આવા ૩૬૦ ડિગ્રી વીડિયોનાં સેમ્પલ જોઈ લો!

‘સાયબરસફર’ની એન્ડ્રોઇડ એપમાં આ વીડિયો, મેગેઝિનના પેજ જ ક્લિક કરીને જોઈ શકાશે, તમારે ફક્ત વીડિયોને ફુલ સ્ક્રીન મોડમાં ઓપન કરવાના રહેશે.

જુઓ અવકાશયાત્રીઓને સ્પેસવોકની ટ્રેનિંગનો વીડિયો


વર્ચ્ચુઅલ રિયાલિટીનો અનોખો અનુભવ કરાવતો વીડિયો

કુદરતના અસાધારણ કરિશ્માનો વીડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!