(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

હથેળી પર પ્રોજેક્શન કરતી સ્માર્ટવોચ આવી રહી છે?

વિવિધ ટેકનોલોજી કંપની આગામી ટેક્નોલોજીની ડિઝાઇન માટે પેટન્ટ ફાઇલ કરે તેના પરથી અંદાજ આવતો હોય છે કે આપણને ભવિષ્યમાં કેવા પ્રકારની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવા મળશે.

હમણાં સેમસંગ કંપનીએ તેની આગામી સ્માર્ટવોચ માટે આવી રીતે એક પેટન્ટ ફાઇલ કરી. જે બતાવે છે કે આ સ્માર્ટવોચમાં એક પ્રોજેક્ટર બિલ્ટ-ઇન હશે! સામાન્ય રીતે સ્માર્ટફોનની સરખામણીમાં સ્માર્ટવોચમાં નાનો સ્ક્રીન તેની ઉપયોગિતા વધારવામાં અવરોધરૂપ બને છે. સેમસંગ કંપનીએ સ્માર્ટવોચમાં પ્રોજેક્ટર ઉમેરીને તેનો ઉપાય શોધવાની કોશિશ કરી છે!

સેમસંગ કંપનીએ પેટન્ટ માટે માટે ફાઇલ કરેલી ડિઝાઇન્સ હથેળી પર પ્રોજેક્શન માટેના ઇન્ટરેસ્ટિંગ કન્સેપ્ટ્સ રજૂ કરે છે.

આ સ્માર્ટવોચ પહેરનારી વ્યક્તિ સ્માર્ટવોચના સ્ક્રીનને પોતાની હથેળીમાં ઉપરના ભાગ પર પ્રોજેક્ટ કરી શકશે. આથી સ્માર્ટવોચના સ્ક્રીન કરતાં લગભગ બમણા ડિસ્પ્લેનો લાભ મેળવી શકાશે. પેટન્ટમાં આપવામાં આવેલા વર્ણન અનુસાર સ્માર્ટવોચની એક બાજુ વળાંકદાર ભાગમાં સંખ્યાબંધ લેન્સ અને એલઇડી એમિટર્સ ગોઠવવામાં આવશે. જે સ્માર્ટવોચના સ્ક્રીન પર ડિસ્પ્લે થતી બાબતો, ઇમેજિસ અને વીડિયોને હથેળીના ઉપરના ભાગ પર પ્રોજેક્ટ કરી શકશે.

સ્માર્ટવોચના સ્ક્રીનને મિરર કરવા ઉપરાંત અલગ માહિતી પણ હથેળીના ઉપરના ભાગ પર જોઈ શકાશે. અલબત્ત આ આખી વાત હજી પેટન્ટના તબક્કા પર છે. આપણને આવી પ્રોજેક્ટર સાથેની સ્માર્ટવોચ ક્યારે મળશે અને ખરેખર મળશે કે કેમ એ વિશે કોઈ જ સ્પષ્ટતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!