(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

કમ્પ્યૂટરની વાત નીકળે ત્યારે આપણા સૌના મનમાં સીપીયુ, મોનિટર, કીબોર્ડ, માઉસ વગેરેનું સેટઅપ ધરાવતી કમ્પ્યૂટર સિસ્ટમ અથવા તો આ બધું જ એકમાં હોય એવા લેપટોપની કલ્પના આવે. એ ઉપરાંત સીપીયુના મોટા ટાવરને બદલે હથેળીમાં સમાઈ જાય એવા મિનિ પીસી તથા મોનિટરમાં જ સીપીયુ સામેલ હોય એવા ઓલ-ઇન-વન પીસી વિશે પણ આ અંકમાં આપણે અન્ય લેખમાં વાત કરી છે.

આ બધા સિવાય પણ એક અનોખા પ્રકારનું કમ્પ્યૂટર હોય છે. સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓમાં કે અવનવા પ્રોજેક્ટ ડેવલપ કરતા લોકોમાં આ અનોખું કમ્પ્યૂટર ખાસ્સું પોપ્યુલર છે – એનું નામ છે રાસ્પબેરી પાઇ.

૨૦૧૨માં યુનાઇટેડ કિંગ્ડમમાં રાસ્પબેરી પાઇ ફાઉન્ડેશન નામની એક સંસ્થાએ બ્રોડકોમ નામની એક કંપની સાથે મળીને આ અનોખું કમ્પ્યૂટર લોન્ચ કર્યું. તેનો મૂળ હેતુ સ્કૂલમાં બેઝિક કમ્પ્યૂટર સાયન્સ શીખવવામાં ઉપયોગી થાય એવું સસ્તું, સારું અને ટકાઉ કમ્પ્યૂટર રજૂ કરવાનો હતો.

રાસ્પબેરી પાઇના પહેલા જ મોડેલને ધાર્યા કરતાં જબરો પ્રતિસાદ મળ્યો અને સ્કૂલ ઉપરાંત જુદા જુદા અનેક પ્રકારના સેગમેન્ટમાં તેનું વેચાણ થવા લાગ્યું. અલબત્ત તેનો ઉપયોગ મોટા ભાગે કમ્પ્યૂટર અને ઇલેક્ટ્રોનિક્સની હોબી ધરાવતા લોકો વધુ કરે છે.

રાસ્પબેરી પાઇ એક કમ્પ્યૂટર જ છે પરંતુ કદમાં ખાસ્સું નાનું છે અને તેમાં સામાન્ય કમ્પ્યૂટરની જેમ મોનિટર, સ્ટોરેજ માટેની ડ્રાઇવ કે અન્ય કોઈ પણ પ્રકારના પેરિફેરલ્સ હોતા નથી.

રાસ્પબેરી પાઇ કમ્પ્યૂટરમાં શરૂઆતમાં એક સિંગલ બોર્ડ હતું અને તેમાં લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થતો હતો. આ કમ્પ્યૂટરમાં યુએસબી કેબલ્સ, એચડીએમઆઇ કેબલ તથા વાઇ-ફાઇ કે બ્લુટૂથથી કનેક્ટિવિટી મેળવી શકાય છે. આપણે તેમાં એસડી કાર્ડ કે એક્સટર્નલ હાર્ડડિસ્ક કનેક્ટ કરીને સ્ટોરેજ ઉમેરી શકીએ. એ જ રીતે યુએસબી કે એચડીએમઆઇ કેબલની મદદથી મોનિટર તથા કીબોર્ડ, માઉસ કનેક્ટ કરી શકાય.

રાસ્પબેરી પાઇ કમ્પ્યૂટર નીચે જણાવેલી વિશેષતાઓને કારણે બહુ પોપ્યુલર થયું છેઃ

  • ઓછી કિંમતઃ પરંપરાગત કમ્પ્યૂટરની સરખામણીમાં રાસ્પબેરી પાઇની કિંમત બહુ ઓછી છે. તેથી સ્કૂલ-કોલેજના પ્રોજેક્ટમાં તેનો સહેલાઈથી ઉપયોગ કરી શકાય છે.
  • નાનું કદઃ રાસ્પબેરી પાઇ કદમાં એકદમ કોમ્પેક્ટ અને પોર્ટેબલ છે. આપણે બહુ સહેલાઈથી જ્યાં ઇચ્છીએ ત્યાં તેને લઈ જઈ શકીએ.
  • સહેલો ઉપયોગઃ જો તમને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરતાં આવડતું હોય તો રાસ્પેબરી પાઇનો ઉપયોગ બહુ સહેલો છ. અલબત્ત હવે તેમાં વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનો પણ ઉપયોગ કરી શકાય છે.
  • વિશાળ કમ્યૂનિટીઃ રાસ્પબેરી પાઇનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં વિસ્તર્યો છે. આથી ઇન્ટરનેટ પર તેની વિશાળ અને એક્ટિવ કમ્યૂનિટી ડેવલપ થઈ છે. આપણે કોઈ પણ વાતે અટકીએ તો ઇન્ટરનેટ પરથી તેનાં સોલ્યુશન મળી જાય અને આપણા પ્રશ્નોના જવાબ આપી શકે તેવા એક્સપર્ટ સાથે પણ સહેલાઇથી કનેક્ટ થઈ શકાય.

રાસ્પબેરી પાઇનો નીચે મુજબના હેતુઓ માટે વધુ ઉપયોગ થાય છેઃ

  • કોડિંગ શીખવા માટેઃ સ્કૂલ-કોલેજમાં કોડિંગ શીખવા માટે રાસ્પબેરી પાઇનો ઉપયોગ થાય છે. મુખ્ય કારણ એ કે તેની કિંમત બહુ જ ઓછી છે.
  • વિવિધ પ્રોજેક્ટ ડેવલપ કરવા માટેઃ ફરી, સ્કૂલ-કોલેજમાં વિવિધ પ્રકારના સાયન્ટિફિક પ્રોજેક્ટ ડેવલપ કરવામાં રાસ્પબેરી પાઇનો ઘણો ઉપયોગ થાય છે. સિમ્પલ રોબોટ ડેવલપ કરવા હોય કે ખાસ્સી કોમ્પલેક્સ હોમ ઓટોમેશન સિસ્ટમ વિકસાવવી હોય તો તેમાં રાસ્પબેરી પાઇ કામ લાગી શકે છે. આવા પ્રોજેક્ટ માટે ઇન્ટરનેટ પર ઢગલાબંધ ટ્યૂટોરિયલ્સ પણ મળી જાય છે.
  • ઇન્ટરનેટ ઓફ થિંગ્સ માટેઃ રાસ્પબેરી પાઇના નવા મોડેલ્સમાં તેને વિવિધ પ્રકારના સેન્સર સાથે કનેક્ટ કરવાની પણ સગવડ મળે છે. એ કારણે એન્વાયર્નમેન્ટલ મોનિટરિંગ કે હોમ ઓટોમેશન જેવી ઇન્ટરનેટ ઓફ થિંગ એપ્લિકેશનમાં પણ રાસ્પબેરી પાઇનો ઉપયોગ વધી રહ્યો છે.

વધુ માહિતી માટે જુઓઃ

https://www.raspberrypi.com/


https://www.raspberrypi.org/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!