(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

યુપીઆઇ લાઇટ ફીચરનો તમારે લાભ લેવો જોઈએ?

જો તમે યુપીઆઇ એપ તરીકે ભીમ એપનો ઉપયોગ કરતાં હશો તો તમે કદાચ જોયું હશે કે તેમાં ‘યુપીઆઇ લાઇટ’ સર્વિસ શરૂ થઈ ગઈ છે. આ ફીચરની મદદથી આપણે યુપીઆઇ એપનો મોબાઇલ વોલેટની જેમ ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે નાની રકમ માટે આપણે યુપીઆઇ પિન આપવાની જરૂર રહેતી નથી.

ભીમ એપમાં શરૂઆતમાં આપણે પોતાનો યુપીઆઇ પિન આપીને યુપીઆઇ લાઇટ ફીચર ઓન કરી શકીએ છીએ. તે પછી જ્યારે ઇચ્છીએ ત્યારે આ એકાઉન્ટમાં વધુમાં વધુ રૂા. ૨૦૦૦ સુધીની રકમ પોતાના બેન્ક એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરી શકીએ છીએ. તે પછી રૂા. ૨૦૦ સુધીની રકમની ટ્રાન્સફર આપણે સિંગલ ક્લિકથી કરી શકીએ છીએ. આ સમયે આપણે યુપીઆઇ પિન આપવાની જરૂર રહેતી નથી.

આ ફીચર અત્યારે ભીમ એપમાં લાઇવ થઈ ગયું છે.

ટૂંક સમયમાં તે તમારા પેટીએમ તથા ફોનપે એકાઉન્ટમાં પણ ઉમેરાઈ જશે.

હવે મુદ્દાની વાત કરીએ.

આપણે યુપીઆઇના આ લાઇટ ફીચરનો ઉપયોગ કરવો જોઇએ?

તેનો લાભ એ છે કે નજીવી રકમ માટે આપણે યુપીઆઇ પિન આપવાની ઝંઝટ રહેતી નથી. તમે તમારા યુપીઆઇ પેમેન્ટને ટ્રેક કરતા હો તો તમે જાણતા જ હશો કે આપણાં ટ્રાન્ઝેકશન્સમાં રૂા. ૨૦૦થી ઓછી રકમનાં ટ્રાન્ઝેકશનનું પ્રમાણ ઘણું વધુ હોય છે.

યુપીઆઇ લાઇટ ફીચર જૂના સમયના મોબાઇલ વોલેટ જેવી જ સુવિધા આપે છે – પિન આપ્યા વિના, ફટાફટ પેમેન્ટની સુવિધા.

સગવડ ઉપરાંત યુપીઆઇ લાઇટ ફીચર ટ્રાન્ઝેકશન સમયે સલામતી પણ વધારે છે. આપણે ૧૫૦ રૂપિયા ચૂકવવાના હોય, પરંતુ ભૂલથી એક મીંડું વધી જાય તો આંખના પલકારામાં ૧૫૦ ને બદલે ૧૫૦૦ રૂપિયાનું પેમેન્ટ થઈ જાય! યુપીઆઇ લાઇટમાં આવી શક્યતા રહેતી નથી કેમ કે તેમાં વધુમાં વધુ રૂ. ૨૦૦નું જ ટ્રાન્ઝેકશન થઈ શકે છે.

સામે પક્ષે મોટો ગેરલાભ એ છે કે યુપીઆઇ લાઇટનો ઉપયોગ કરવાથી આપણે વારંવાર યુપીઆઇ પિન એન્ટર કરવાનો રહેતો ન હોવાથી આપણે યુપીઆઇ પિન ભૂલી જઇએ તેવું પણ બની શકે!

આ લેખાંજોખાંના આધારે હવે તમે જ નક્કી કરી લો કે યુપીઆઇ લાઇટનો ઉપયોગ કરવો કે નહીં!


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!