(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફિંગરપ્રિન્ટ સ્કેન કરી શકાશે, સ્પર્શ કર્યા વિના!

વાત ફિંગરપ્રિન્ટના સ્કેનિંગની હોય ત્યારે આપણે કોઈને કોઈ સપાટી પર આંગળીથી સ્પર્શ કરવો જ પડે. એ વિના છૂટકો જ નહીં. સ્માર્ટફોન અનલોક કરવો હોય ત્યારે ફોનના મોડેલ અનુસાર ફોનના પાછળના ભાગમાં પાવર બટન પર કે પછી આગળના ભાગમાં સ્ક્રીન પર કે અન્ય જગ્યાએ આપણા અંગૂઠા કે અન્ય આંગળીથી સ્પર્શ કરવો પડે છે.

વિવિધ જગ્યાએ આધાર વ્યવસ્થાની મદદથી આપણી ઓળખ સાબિત કરવી હોય ત્યારે આપણે ફોન કે કમ્પ્યૂટર સાથે વાયરથી કનેક્ટેડ ટચૂકડા સાધન પર પોતાનો અંગૂઠો કે અન્ય આંગળી મૂકવાં પડે છે.

આમ ફિંગરપ્રિન્ટ્સના ઉપયોગમાં અત્યાર સુધી સ્પર્શનું મહત્ત્વ રહ્યું છે. પરંતુ હવે આખી વાતમાંથી સ્પર્શની બાદબાકી કરી નાખવાની કસરત શરૂ થઈ છે.

ભારતમાં આધાર વ્યવસ્થાનું સંચાલન કરતી યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, બોમ્બેએ સાથે મળીને કોન્ટેક્ટલેસ ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક કેપ્ચર સિસ્ટમ વિકસાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે (અન્ય દેશોમાં પણ આ દિશામાં ઘણું કામ થયું છે).

ભારતમાં આ ટેક્નોલોજી પૂરી વિકસ્યા પછી તેને આધાર વેરિફિકેશનની વ્યવસ્થા સાથે સાંકળી લેવાનું આયોજન છે.

આ વ્યવસ્થામાં એકથી વધુ આંગળીઓની ફિંગર પ્રિન્ટ કેપ્ચર કરવામાં આવશે જેથી વધુ ચોકસાઈ મળે. લાંબા ગાળે સામાન્ય મોબાઇલ ફોનમાં પણ આ ટેકનોલોજી ઉમેરવામાં આવશે અને પછી સમગ્ર વ્યવસ્થાને આધાર ઇકોસિસ્ટમ સાથે સાંકળી લેવામાં આવશે.

સત્તાવાર આંકડા મુજબ ફક્ત ફેબ્રુઆરી મહિનામાં ૨.૨૬ અબજ વાર વિવિધ જગ્યાએ આધારની મદદથી ઓથેન્ટિકેશન થયું હતું અને એ બધામાં મોટા ભાગે ફિંગરપ્રિન્ટનો ઉપયોગ થયો હતો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!