(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

નેટફ્લિક્સે આખરે ભારતમાં પાસવર્ડ-શેરિંગ બંધ કર્યું!

નેટફ્લિક્સ પર કોઈ એક વ્યક્તિ સર્વિસ સબસ્ક્રિપ્શન ભરે અને પછી પાસવર્ડની લ્હાણી કરે, એકથી વધુ મિત્રો સબસ્ક્રિપ્શનનો ખર્ચ અરસપરસ વહેંચી લઇને ઓછા ખર્ચે ઓટીટીની મજા માણે… લાંબા સમયથી એવું લાગતું હતું કે આ મજા હવે લાંબું ટકશે નહીં!

નેટફ્લિક્સે છેલ્લા કેટલાક સમયથી તેની સર્વિસ માટે પાસવર્ડ શેરિંગ પર અંકુશ મૂકતાં પગલાં લેવાનું શરૂ કર્યું હતું. હવે કંપનીએ ભારતીય યૂઝર્સ માટે જુલાઈ મહિનાથી તેનો અમલ શરૂ કરી દીધો છે, આપણા સુધી તેની અસર પહોંચતાં થોડી વાર લાગી શકે છે.

કંપનીએ તેના સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે ‘‘નેટફ્લિક્સનું એક એકાઉન્ટ એક પરિવારના ઉપયોગ માટે જ છે. એક પરિવારના સૌ સભ્યો, તેઓ જ્યાં પણ હોય – ઘરે, મુસાફરીમાં કે પછી રજાઓમાં બહારગામ હોય – પોતાના નેટફ્લિક્સ એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે. આ માટે તેઓ ટ્રાન્સફર પ્રોફાઇલ તથા મેનેજ એક્સેસ એન્ડ ડિવાઇસિસ જેવા નવાં ફીચર્સનો લાભ લઈ શકે છે.’’

મતલબ કે કંપનીએ આડકતરા શબ્દોમાં કહ્યું છે કે હવે નેટફ્લિક્સના પાસવર્ડની પરિવાર સિવાયના સભ્યો સાથે લ્હાણી થઈ શકશે નહીં. કંપનીએ આ ફેરફાર સૂચવતા ઇમેઇલ્સ યૂઝર્સને મોકલવાનું શરૂ કરી દીધું છે. જે તે પરિવાર સિવાય એક જ એકાઉન્ટનો ઉપયોગ કરતા લોકો પોતાના પ્રોફાઇલને નવા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને અલગ સબસ્ક્રિપ્શન લઈ શકે છે.

અમલ કેવી રીતે થશે?

તમને જાણવામાં રસ હોય તો એ પણ જાણી લઇએ કે આપણે પાસવર્ડને પરિવાર સિવાયના લોકો સાથે શેર કરીએ તેની કંપનીને કેવી રીતે ખબર પડે? નેટફ્લિક્સ કંપની તેનું એકાઉન્ટ ધરાવતા અને તેની સર્વિસનો લાભ લેતા દરેક યૂઝરનું આઇપી એડ્રેસ, તેના ડિવાઇસની આઇડી, વાઇ-ફાઇ નેટવર્ક તથા જે ડિવાઇસમાં એકાઉન્ટમાં લોગઇન કરવામાં આવ્યું હોય તેની એક્ટિવિટી જાણી શકે છે.

આથી એક પરિવારના આઇપી એડ્રેસ સિવાયના અન્ય કોઈ આઇપી એડ્રેસ કે ડિવાઇસમાંથી કે વાઇ-ફાઇ નેટવર્કથી નેટફ્લિક્સના એકાઉન્ટમાં લોગઇન કરવામાં આવે તો કંપનીને તેની ખબર પડી જાય છે.

આ જ કારણે, નવા નિયમ મુજબ નેટફ્લિક્સનો ઉપયોગ ચાલુ રાખવા માટે, પરિવારના દરેક સભ્યે દર ૩૧ દિવસમાં ઓછામાં ઓછી એક વાર, પ્રાયમરી એકાઉન્ટ હોલ્ડર મૂળ લોકેશનના વાઇ-ફાઇ સાથે ફરજિયાત કનેક્ટ થવાનું રહેશે! 

જોકે નેટફ્લિક્સના કહેવા અનુસાર પરિવારમાંથી કોઈ સભ્ય બહારગામ ફરવા જાય ત્યારે તે નેટફ્લિક્સના એકાઉન્ટનો ઉપયોગ ચાલુ રાખી શકશે. આવે સમયે જે તે યૂઝર મૂળ એકાઉન્ટધારકના પરિવારની જ વ્યક્તિ છે તેવું નક્કી કરવા માટે તેના ડિવાઇસના આઇડીનો ઉપયોગ કરે તેવી શક્યતા છે.

નેટફ્લિક્સ કંપનીએ દુનિયાભરમાં પાસવર્ડ શેરિંગ પર અંકુશ મૂકવાનું શરૂ કર્યું ત્યારે શરૂઆતમાં તેના સબસ્ક્રાઇબર્સની સંખ્યા ઘટી હતી પરંતુ હવે કંપની કહે છે કે તેની આવક સતત વધી રહી છે. આ વર્ષે એપ્રિલ પછીના ત્રણ મહિનામાં  કંપનીને નવા પૂરા ૬૦ લાખ સબસ્ક્રાઇબર્સ મળ્યા છે. એ જોતાં આપણે પાસવર્ડ શેરિંગ પર અંકુશથી ટેવાઈ જવું પડશે તેવું લાગે છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!