(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

તમારો લિંક્ડઇન પ્રોફાઇલ વધુ લોકો સુધી પહોંચાડવો છે?

તમે નવી કે સારી નોકરી કે વધુ ક્લાયન્ટ્સ શોધી રહ્યા હો તો આ કામમાં લિંક્ડઇન બહુ ઉપયોગી થઈ શકે.

કોરોના પછીના સમયગાળામાં નોકરી સ્વેચ્છાએ કે ધરાર બદલવાનું પ્રમાણ વધ્યું છે. સારી નોકરી શોધવા માટે પ્રોફેશનલ્સ માટેના નેટવર્ક લિંક્ડઇન વિશે આપણે ‘સાયબરસફર’માં અવારનવાર વાત કરી છે.

અન્ય સોશિયલ મીડિયાની સરખામણીમાં લિંક્ડઇન પરનું નેટવર્કિંગ નવી નોકરી શોધતા સ્ટુડન્ટ્સ કે સારી નોકરી શોધતા પ્રોફેશનલ્સને ઘણું ઉપયોગી થઈ શકે છે. લિંક્ડઇન પ્લેટફોર્મ આપણને બે રીતે કામ લાગી શકે છે.

એક, તેમાં આપણે યોગ્ય રીતે પ્રોફાઇલ તૈયાર કર્યો હોય તો વિવિધ પોસ્ટ માટે સારા કેન્ડિડેટ શોધતી કંપનીઓની નજરમાં આપણે આવી શકીએ છીએ. અને બીજું, લિંક્ડઇન પર આપણા નેટવર્કમાં સામેલ ન હોય એવી વ્યક્તિઓ સાથે પણ આપણે સંપર્ક કેળવી શકીએ છીએ.

લિંક્ડઇન પર આપણું નેટવર્ક વિસ્તારવાનો ઘણો આધાર આ પ્લેટફોર્મ પરની આપણી એક્ટિવિટી તેમજ તેમાં આપણે તૈયાર કરેલા પ્રોફાઇલની વિઝિબિલિટી પર હોય છે, એટલે કે આ બધું અન્ય લોકોને વધુમાં વધુ પ્રમાણમાં દેખાય તો આપણો તેમની સાથે સંપર્ક થવાની શક્યતાઓ વધે.

લિંક્ડઇન પર પ્રોફાઇલ તૈયાર કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ વિશે આપણે ‘સાયબરસફર’માં જાન્યુઆરી ૨૦૨૨ અંકમાં વાત કરી ગયા છીએ. અત્યારે આપણો પ્રોફાઇલ અન્ય લોકોને કેવો દેખાતો હશે તે જાણવાની અને તેને વધુ લોકો સુધી પહોંચાડવાની રીત સમજી લઇએ.

લિંક્ડઇન પર આપણો પ્રોફાઇલ

લિંક્ડઇન પરનો આપણો પ્રોફાઇલ બે પ્રકારનો હોઈ શકે છે – પબ્લિક અને પ્રાઇવેટ. જ્યારે કોઈ વ્યક્તિ લિંક્ડઇન પર આપણા વિશે શોધ ચલાવે અથવા સીધા જ આપણા પ્રોફાઇલ પર પહોંચે ત્યારે તેમને આપણો પબ્લિક પ્રોફાઇલ દેખાતો હોય છે. ખાસ કરીને આપણે લિંક્ડઇન પર જે લોકોના નેટવર્કનો હિસ્સો ન હોઇએ તેમને આપણો આવો પબ્લિક પ્રોફાઇલ દેખાતો હોય છે. આપણા પ્રોફાઇલમાંની કેટલી વિગતો આવા મુલાકાતીઓ જોઈ શકે તે આપણે પોતે નક્કી કરી શકતા હોઇએ છીએ. 

લિંક્ડઇન પરની કોઈ પણ વ્યક્તિ આપણી સાથે કઈ રીતે કનેક્ટેડ છે તેના આધારે આપણે તેઓ કેટલી વિગતો જોઇ શકે તેની પરમિશન્સ સેટ કરી શકીએ છીએ. આથી આપણું પ્રોફાઇલ જોઈ રહેલી વ્યક્તિને કઈ વિગતો દેખાઈ રહી છે તે જાણવું જરૂરી છે.

  • એ તપાસવા માટે તમારા સ્માર્ટફોનમાં લિંક્ડઇન એપ ઓપન કરો.
  • તેમાં ડાબી તરફ આપેલ તમારા પ્રોફાઇલ પિકચર પર ક્લિક કરો.
  • તેમાં ‘સેટિંગ્સ’ પર ક્લિક કરો (‘વ્યૂ પ્રોફાઇલ’ પર ક્લિક કરવાથી આપણું પ્રોફાઇલ પેજ ખૂલે છે, જ્યાંથી આપણે તેને એડિટ કરી શકીએ છીએ. આ ભાગ માત્ર આપણે જોઈ શકીએ છીએ).
  • સેટિંગ્સ પર ક્લિક કર્યા પછી જે મેનૂ ખૂલે તેમાં ‘વિઝિબિલિટી’નો વિકલ્પ ક્લિક કરો. અહીં તમારો પ્રોફાઇલ અને તમારા નેટવર્ક વિશે કોણ કેટલું જાણી શકે તે નક્કી કરી શકાય છે.
  • આ પેજમાં ‘એડિટ યોર પબ્લિક પ્રોફાઇલ’ પર ક્લિક કરો.
  • હવે જે પેજ ખૂલશે તેમાં નીચેની તરફ ‘પ્રિવ્યૂ યોર પ્રોફાઇલ’ જોવા મળશે. આ ભાગ બતાવે છે કે લિંક્ડઇન પર તમારા પ્રોફાઇલના મુલાકાતીઓને કઈ વિગતો કેટલા પ્રમાણમાં જોવા મળી રહી છે. એ જોઈને નક્કી કરી શકાશે કે આટલી વિગતો પૂરતી છે કે વધુ વિગતો આપવી જોઈએ.

લિંક્ડઇન પર ફ્રી એકાઉન્ટમાં, આપણી સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ એટલે કે ફર્સ્ટ ડિગ્રી કનેકશન્સ આપણે પ્રોફાઇલમાં ઉમેરેલી કોન્ટેક્ટ ઇન્ફર્મેશન જોઈ શકે છે. સેકન્ડ અને થર્ડ ડિગ્રી કોન્ટેક્ટ્સ આપણી કોન્ટેક્ટ ઇન્ફર્મેશન જોઈ શકતા નથી.

ઈ-મેઇલ એડ્રેસની વિઝિબિલિટી

ઈ-મેઇલ એડ્રેસની બાબતે લિંક્ડઇન કેટલીક છૂટછાટ આપે છે.  લિંક્ડઇન પર તમે તમારું નેટવર્ક વિસ્તારવા માગતા હો અને નવા એમ્પ્લોઇ હાયર કરતી કંપની,  સંભવિત ક્લાયન્ટ્સ કે અન્ય લોકો તમારો સીધો સંપર્ક કરી શકે એવું તમે ઇચ્છતા હો તો લિંક્ડઇન પર તમારું ઈ-મેઇલ એડ્રેસ વધુમાં વધુ લોકો જોઈ શકે એવું સેટિંગ રાખવું જરૂરી છે.

  • એ માટે તમારા પ્રોફાઇલ ફોટો પર ક્લિક કરી સેટિંગ્સમાં જાઓ.
  • તેમાં વિઝિબિલિટીમાં ‘હુ કેન સી ઓર ડાઉનલોડ યોર ઇમેઇલ એડ્રેસ’નો વિકલ્પ દેખાશે.
  • તેમાં આપણે પોતાનું ઇમેઇલ એડ્રેસ માત્ર પોતે જોઈ શકીએ, ફર્સ્ટ કે સેકન્ડ ડિગ્રી કનેકશન્સ જોઈ શકે અથવા લિંક્ડઇન પરની કોઈ પણ વ્યક્તિ જોઈ શકે એવું સેટિંગ કરી શકાય છે.

લિંક્ડઇન પર એક્ટિવ રહેવાનો તમારો હેતુ નવી કે સારી નોકરી કે કનેકશન્સ તરફથી વધુ કામ મેળવવાનો હોય તો લિંક્ડઇન પર કોઈ પણ વ્યક્તિ તમારું ઇમેઇલ એડ્રેસ જોઈ શકે એવું સેટિંગ રાખવું ઠીક રહેશે.


આ સેટિંગ્સ બરાબર તપાસીને જરૂરી ફેરફાર કરી લેશો તો લિંક્ડઇન પર એક્ટિવ રહેવાનો તમારો હેતુ પાર પડવાની શક્યતાઓ વધી જશે.


સેટિંગ્સમાં ‘વિઝિબિલિટી’ સુધી પહોંચ્યા પછી, તમારો લિંક્ડઇન પરનો તમારો પબ્લિક પ્રોફાઇલ અન્ય લોકોને કેવો દેખાતો હશે તે તમે જોઈ શકો છો.

અહીંથી તમે તમારા પ્રોફાઇલનું યુઆરએલ બદલી શકો છો  (તેને વારંવાર બદલશો નહીં), તેમ જ પ્રોફાઇલમાંની વિગતો પણ બદલી શકો છો.

તમે લિંક્ડઇન પરથી નોકરી કે કામ મેળવવા ઇચછતા હો તો ઈ-મેઇલની વિઝિબિલિટી માટે ‘એનીવન ઓન લિંક્ડઇન’ સેટ હોય તેની ખાતરી કરી લેશો.

ઉપર બતાવ્યા મુજબ, લિંક્ડઇનની સિસ્ટમ આપણા પ્રોફાઇલની કઈ કઈ વિગતો અન્ય લોકો જોઈ શકે તે નક્કી કરવા માટે આપણને ઘણા પ્રકારના કંટ્રોલ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!