(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

તમારી કામની ઓફિસ ફાઇલ અચાનક ક્રેશ થાય તો?

માઇક્રોસોફ્ટના લેટેસ્ટ ઓફિસ પ્રોગ્રામ્સમાં ઓટો-સેવની બહુ કામની સગવડ છે, આપણું કામ સતત, આપોઆપ સેવ થતું જ જાય, પણ એવો લાભ તમને ન મળતો હોય તો? ધારો કે તમે ખાસ્સી મહેનત કરીને માઇક્રોસોફ્ટ પાવરપોઇન્ટમાં કોઈ પ્રેઝન્ટેશન તૈયાર કર્યું હોય, પરંતુ ધમાકેદાર પ્રેઝન્ટેશન તૈયાર કરવાના ઉત્સાહમાં તમે પ્રેઝન્ટેશનની ફાઇલને થોડે થોડે વખતે સેવ કરવાનું ભૂલી જાવ તો?

પાવર સપ્લાયમાં ઊંચ-નીચ થાય કે બીજા ગમે તે કારણસર તમારું કમ્પ્યૂટર ક્રેશ થાય એટલે કે અચાનક બંધ થઇ જાય, તો એવા સંજોગમાં તમને તમારા પ્રેઝન્ટેશનની ફાઇલ સેવ કરીને બંધ કરવાનો મોકો જ ન મળે. બની શકે કે તમે પાંચ પંદર સ્લાઇડ્સ પર ખાસ્સી મહેનતથી કામ કર્યું હોય અને તે સેવ થાય તે પહેલાં ફાઇલ બંધ થઇ ગઈ હોય.

અલબત્ત ચિંતા કરવાની જરૂર નથી. મોટા ભાગે માઇક્રોસોફ્ટ ઓફિસના પ્રોગ્રામ્સ આપણા ડોક્યુમેન્ટ્સને, મેન્યુઅલ સેવ ઉપરાંત નિયત સમયાંતરે ઓટો-સેવ કરતા હોય છે. પરિણામે આપણે જ્યારે બીજી વાર એ ફાઇલ ઓપન કરીએ ત્યારે ડાબી તરફ ડોક્યુમેન્ટ રીકવરીની એક પેનલ ખૂલે છે અને તેમાં તમારા સેવ થયા વગરના પ્રેઝન્ટેશનની ફાઇલ જોવા મળશે. આ ફાઇલનેમ ક્લિક કરતાં પાવરપોઇન્ટ પ્રોગ્રામે ફાઇલને જ્યારે છેલ્લે ઓટોસેવ કરી હશે તે તબક્કાની ફાઇલ રીકવર થશે.

ઓટો રીકવરી માટે ઓટોસેવનો સમય પસંદ કરવા માટે પાવરપોઇન્ટના ઓપ્શન્સમાં સેવ વિભાગમાં જઇને સેટિંગ્સ કરી શકાશે. ડાબી તરફની ડોક્યુમેન્ટની રીકવરી વિન્ડો બંધ થયા પછી પણ તમે ઓટો રીકવરી ફાઇલ ઓપન કરવા ઇચ્છતા હો તો ફાઇલ ટેબમાં ઓપનમાં રીસન્ટ પ્રેઝન્ટેશન્સની યાદીના અંતે ‘રીકવર અનસેવ્ડ પ્રેઝન્ટેશન્સ’નો વિકલ્પ મળશે.

આ સગવડ પાવરપોઇન્ટ ઉપરાંત વર્ડ અને એક્સેલ જેવા માઇક્રોસોફ્ટના અન્ય પ્રોગ્રામ્સમાં પણ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!