કોઈ બેન્કમાં તમારું બે કે તેથી વધુ વર્ષ જૂનું બચત કે ચાલુ ખાતું હોય અને તમે તેને સાવ ભૂલી ગયા હો એવું બન્યું છે? અથવા તમે કોઈ ટર્મ ડિપોઝિટ ખોલાવી હોય અને તેની મુદ્દત પાકી ગયા પછી તે આપોઆપ રિન્યુ થાય તેવું સેટિંગ ન કર્યું હોય અને તમે તેને વટાવવાનું ભૂલી ગયા હો એવું બન્યું છે?
ઘણા લોકો સાથે આવું બનતું હોય છે.
આવા કિસ્સામાં જ્યારે ખાતાધારક કે ડિપોઝિટ હોલ્ડર તરફથી બે વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ ટ્રાન્ઝેકશન ન થાય ત્યારે બેન્ક આવા ખાતા વિશે ખાતાધારકને સૂચનાઓ મોકલ્યા પછી તેને સ્થગિત કરી દે છે. બેન્ક ખાતું કે ટર્મ ડિપોઝિટ એકાઉન્ટ ૧૦ વર્ષ સુધી ‘ઇનઓપરેટિવ’ રહે એ પછી તેને ‘અનક્લેઇમ્ડ ડિપોઝિટ’ તરીકે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ‘ડિપોઝિટર્સ એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ’માં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે.
ફેબ્રુઆરી ૨૦૨૩ની સ્થિતિ અનુસાર બધી પબ્લિક સેકટર બેન્કમાંથી આ ફંડમાં પહોંચેલી અનક્લેઇમ્ડ ડિપોઝિટ્સનો આંકડો ૩૫ હજાર કરોડે પહોંચ્યો છે! પોતાની આ રકમ આપણે પરત મેળવી શકીએ છીએ.
જાણીને નવાઈ લાગશે કે ફેબ્રુઆરી ૨૦૨૩ની સ્થિતિ અનુસાર બધી પબ્લિક સેકટર બેન્કમાંથી આ ફંડમાં પહોંચેલી અનક્લેઇમ્ડ ડિપોઝિટ્સનો આંકડો ૩૫ હજાર કરોડે પહોંચ્યો છે! રાહતની વાત એ છે કે પોતાની આ રકમ આપણે પરત મેળવી શકીએ છીએ. હવે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એક ઓનલાઇન પોર્ટલ શરૂ કરવાની તૈયારીમાં છે, જેની મદદથી વિવિધ બેન્કમાં પડી રહેલી અનક્લેઇમ્ડ ડિપોઝિટ વિશે સર્ચ કરી શકાશે.
અત્યારે પોતાની કે પરિવારના કોઈ સ્વજનની કોઈ રકમ કોઈ પણ બેન્કમાં અનક્લેઇમ્ડ પડી રહી છે કે કેમ તે તપાસવા માટે આપણે જે તે બેન્કની વેબસાઇટ પર તપાસ કરવી પડે છે.
જ્યારે કોઈ અંગત સ્વજનનું મૃત્યુ થાય અને તેમણે કઈ કઈ બેન્કમાં ખાતાં ખોલાવ્યાં છે એ વિશે પરિવારના અન્ય સભ્યોને પૂરતી જાણકારી ન હોય ત્યારે આ પોર્ટલ વરદાનરૂપ સાબિત થશે.
આપણને ખાતા નંબર યાદ ન હોય તો ચાલે, પરંતુ ખાતાધારકનું નામ, સરનામું, જન્મ તારીખ કે પાન નંબર વગેરે વિગતો આપવી પડે છે. હાલમાં મુશ્કેલી એ છે કે અનક્લેઇમ્ડ ડિપોઝિટ છે કે નહીં એ જ ખબર ન હોય તો કઈ કઈ બેન્કમાં તપાસ કરવા જવું?
રિઝર્વ બેન્કના નવા સેન્ટ્રલાઇઝ્ડ પોર્ટલને કારણે આખી વાત ઘણી સહેલી બની જશે. ખાસ કરીને કોઈ અંગત સ્વજનનું મૃત્યુ થાય અને તેમણે કઈ કઈ બેન્કમાં ખાતાં ખોલાવ્યાં છે એ વિશે પરિવારના અન્ય સભ્યોને પૂરતી જાણકારી ન હોય ત્યારે આ પોર્ટલ વરદાનરૂપ સાબિત થશે.

