(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

જુદાં જુદાં ડિવાઇસમાં કોપી-પેસ્ટ

તમે સ્માર્ટફોન અને લેપટોપ બંનેમાં કામ કરો છો? હવે તમે બંને ડિવાઇસને એકમેકની ખરેખર નજીક લાવીને સ્માર્ટ રીતે કામ કરી શકો છો.

હવેના સમયમાં આપણું કામકાજ જુદા જુદા ડિવાઇસમાં વહેંચાયેલું રહે છે. જેમ કે કેટલુંક કામ ઓફિસના પીસીમાં થતું હોય, એ જ કામ આપણે પોતાના લેપટોપમાં આગળ વધારતા હોઇએ અને ઘણું કામ સ્માર્ટફોનના નાના સ્ક્રીન પર પણ ગમે ત્યારે ગમે ત્યાંથી થતું હોય.

આપણા કામકાજની ફાઇલ્સ વનડ્રાઇવ કે ગૂગલ ડ્રાઇવ જેવી ક્લાઉડ સર્વિસમાં સ્ટોર કરતા હોઇએ તો આ રીતે જુદા જુદા ડિવાઇસમાં કામ કરવું ઘણું સહેલું બને. પરંતુ ઘણી વાર આપણે જુદી જુદી બાબતો એક ડિવાઇસમાં કોપી કરીને તેનો ઉપયોગ બીજા ડિવાઇસમાં પણ કરવાનો થતો હોય.

આવું કોપી-પેસ્ટનું કામ ક્લાઉડમાં શેર કરેલી ફાઇલ્સની બહાર એટલે કે બ્રાઉઝરમાં કે કોઈ એપ જેવી અન્ય જગ્યાએ પણ કરવાનું થઈ શકે.

એપલ તેના યૂઝર્સ માટે અલગ અલગ ડિવાઇસમાંથી એકબીજામાં કોપી-પેસ્ટ કરવાની બહુ સ્માર્ટ સુવિધા આપે છે. માઇક્રોસોફ્ટ અને ગૂગલ પણ એ દિશામાં ધીમે ધીમે આગળ વધી રહ્યાં છે.

જો તમે તમારા સ્માર્ટફોન તથા ઓફિસના પીસી અને પોતાના લેપટોપમાં એક જ માઇક્રોસોફ્ટ એકાઉન્ટથી કામ કરતા હો તો એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસમાં કોપી પેસ્ટ કરવાનું કામ સહેલું બનાવી શકો છો.

આમ કરવાના જુદા જુદા ઘણા રસ્તા છે. સૌથી સહેલો રસ્તો વિન્ડોઝના સેટિંગ્સનો ઉપયોગ કરવાનો છે.  એ માટે…

  • લેપટોપ કે પીસીના સર્ચ બારમાં ક્લિપબોર્ડ સેટિંગ્સ સર્ચ કરીને સેટિંગ્સમાં સિસ્ટમમાં ક્લિપબોર્ડના પેજ પર પહોંચો.
  • અહીં ક્લિપબોર્ડ હિસ્ટ્રીનો વિકલ્પ ઓન કરવાનો રહેશે. અને એ પછી સિંક એક્રોસ યોર ડિવાઇસિસનો વિકલ્પ ઓન કરી શકાશે.
  • ક્લિપબોર્ડ હિસ્ટ્રી ઓન કરવાથી આપણે જુદા જુદા પ્રોગ્રામમાં કોપી કરેલી બાબતો વિન્ડોઝના ક્લિપબોર્ડમાં સેવ થતી જાય છે.
  • તમે પીસી કે લેપટોપમાં વિન્ડોઝ કી પ્લસ V કી પ્રેસ કરીને વિન્ડોઝનું ક્લિપબોર્ડ ઓપન કરી શકો છો.
  • અહીં તમે સેવ કરેલી બધી બાબતો જોવા મળશે. જેને તમે અન્ય કોઈ પણ જગ્યાએ પેસ્ટ કરી શકો છો.

ક્લિપબોર્ડના સેટિંગ્સમાં ક્લિપબોર્ડ હિસ્ટ્રી પછીનો વિકલ્પ આ ક્લિપબોર્ડને એકથી વધુ ડિવાઇસમાં સિંક કરવા વિશેનો છે. તેને ઓન કરતાં આપણે જે કોઈ ટેકસ્ટ કોપી કરીએ તે એકથી વધુ ડિવાઇસમાં ઓટોમેટિકલી અથવા મેન્યુઅલી સિંક કરવાનો વિકલ્પ મળશે.

ઓટોમેટિકલી સિંકનો ઓપ્શન વધુ સારો રહેશે.

આ પછી આપણે કોઈ પણ ડિવાઇસમાં જેમ કે ઓફિસના પીસીમાં કોઈક ટેકસ્ટ કોપી કરીશું તો એ જ ટેકસ્ટ પોતાના લેપટોપ કે એન્ડ્રોઇડ ડિવાઇસમાં પણ પેસ્ટ કરી શકીશું!

જોકે આમ કરવામાં એક મોટી શરત લાગુ થાય છે. તે એ કે આ બધાં ડિવાઇસમાં આપણે એક જ માઇક્રોસોફ્ટ એકાઉન્ટથી લોગઇન હોવા જોઇએ. 


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!