(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ક્રોમ બ્રાઉઝરમાં ખર્ચાતી મેમરી-બેટરી બચાવી શકાશે

વર્ષોથી ઇન્ટરનેટ સર્ફિંગ માટે ગૂગલ ક્રોમ બ્રાઉઝર લોકોનું ફેવરિટ બ્રાઉઝર રહ્યું છે. કદાચ તમે પણ પીસી/લેપટોપ અને સ્માર્ટફોનમાં બ્રાઉઝર તરીકે ક્રોમનો જ ઉપયોગ કરતા હશો.

આમ થવું સ્વાભાવિક પણ છે. આપણી ડિજિટલ લાઇફ માટે ઘણી બધી રીતે આપણે ગૂગલનું શરણું લઈ લીધું છે. સ્માર્ટફોનમાં તો હજી હમણાં સુધી, આપણે નવોનક્કર ફોન ખરીદીએ ત્યારથી તેમાં જે તે ફોન કંપનીના બ્રાઉઝર ઉપરાંત ગૂગલ ક્રોમ બ્રાઉઝર હોય જ તેવી સ્થિતિ હતી (જોકે હવે ટૂંક સમયમાં આ સ્થિતિ બદલાઈ જશે. ભારતમાં વેચાતા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં પહેલેથી માત્ર ગૂગલ પ્લે સ્ટોર એપ ઇન્સ્ટોલ્ડ હશે. બાકીની બધી ગૂગલ એપ્સ આપણે ઇચ્છીએ તો સ્માર્ટફોનમાં ઉમેરી શકીશું).

ઇન્ટરનેટ યાત્રા માટે ક્રોમ બ્રાઉઝર ઘણી બધી રીતે ચઢિયાતું છે. ખાસ તો તેની ડિઝાઇન એ પ્રકારની છે કે આપણી અને ઇન્ટરનેટ પરના વિવિધ કન્ટેન્ટ વચ્ચે કોઈ બ્રાઉઝરની હાજરી છે એવો આપણને ભાગ્યે જ અણસાર વર્તાય છે (પ્રયોગ ખાતર બીજું કોઈ બ્રાઉઝર વાપરી જોશો તો આ વાત બરાબર સમજાશે!).

પરંતુ એનો અર્થ એવો નથી કે ક્રોમ બધી રીતે પરફેક્ટ છે. કદાચ તમારો પણ એ કાયમી  અનુભવ અને ફરિયાદ હશે કે ક્રોમ બ્રાઉઝર, ખાસ કરીને આપણે સંખ્યાબંધ ટેબ ઓપન કરીએ ત્યારે પોતે ખાસ્સું ધીમું થઈ જાય છે અને આપણા સાધનમાંના અન્ય પ્રોગ્રામ્સ પણ ધીમા કરી દે છે. કારણ એ છે કે ક્રોમ બ્રાઉઝર ડિવાઇસના પ્રોસેસિંગ પાવર અને મેમરી બંનેનો બહુ મોટા પાયે ઉપયોગ કરે છે. અત્યાર સુધી આ તકલીફનો કોઈ ઉપાય નહોતો પરંતુ હવે ક્રોમના બ્રાઉઝરમાં અપડેટ સાથે સ્થિતિ બદલાઈ છે અને આપણા હાથમાં કંઈક કંટ્રોલ આવ્યો છે.

ક્રોમ બ્રાઉઝર બહુ પોપ્યુલર છે, પરંતુ એનો અર્થ એ નથી કે બધી રીતે પરફેક્ટ છે!

ક્રોમના લેટેસ્ટ ૧૧૦મા વર્ઝનથી બ્રાઉઝરના સેટિંગ્સમાં ‘પર્ફોર્મન્સ’ નામે એક નવું સેકશન ઉમેરાઈ રહ્યું છે. આ સેકશનમાં ‘મેમરી સેવર’  તથા ‘એનર્જી સેવર’ એવાં બે ફીચર ઉમેરાયાં છે. બંનેને ઓન કરવાથી લેપટોપ તથા સ્માર્ટફોનમાં મેમરી-બેટરી બચાવી શકાશે. તમારા પીસી કે સ્માર્ટફોનમાં ક્રોમ અપડેટ થયું હોય અને તેનું ૧૧૦મું વર્ઝન હોય તો પણ આ ફીચર કદાચ ન દેખાય તેવું બની શકે. તો થોડી રાહ જોવી પડશે!

મેમરી સેવર

આપણે ‘મેમર સેવર’ મોડ ઓન કરીશું તો ક્રોમ બ્રાઉઝરમાં આપણે ઓપન કરેલી, પણ જેનો ઉપયોગ ન કરતા હોઇએ એ બધી ટેબ ડિવાઇસની મેમરીમાંથી ઓટોમેટિકલી દૂર થશે અને ડિવાઇસની મેમરી બચશે. જો અમુક વેબસાઇટ રિઅલ ટાઇમમાં સતત અપડેટ થતી હોય (જેમ કે શેરબજાર સંબંધિત સાઇટ્સ) તો તેને આપણે ‘વ્હાઇટલિસ્ટ’ કરી શકીશું એટલે કે આવી સાઇટ જે ટેબમાં ઓપન હશે તે મેમરીમાં જળવાશે અને સતત અપડેટ પણ થતી રહેશે.

એનર્જી સેવર

આપણે ‘એનર્જી સેવર’ મોડ ઓન કરીશું તો ક્રોમ બ્રાઉઝરની વિવિધ બેકગ્રાઉન્ડ એક્ટિવિટી પર અંકુશ આવી જશે. એ ઉપરાંત બ્રાઉઝરમાં જોવા મળતાં (પણ ધ્યાનમાં ન આવતાં!) એનિમેશન બંધ થશે, વીડિયોનો ફ્રેમ રેટ ઘટશે તથા ક્રોમ બ્રાઉઝરમાં સ્મૂધ સ્ક્રોલિંગ ફીચર્સ પણ બંધ થશે. આ બધાને કારણે ડિવાઇસની બેટરી ઓછી વપરાશે. ડિવાઇસ પાવર પ્લગ્ડ ન હોય અથવા બેટરી ૨૦ ટકાથી ઓછી થાય ત્યારે એનર્જી સેવર ફીચર ઓટોમેટિકલી ઓન થાય એવું સેટિંગ કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!