(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

કમ્પ્યૂટરમાં તમારું કામ વધુ સહેલું બનાવવા ટાસ્કબારમાં ઉમેરો નવું ટૂલબાર

તમે હજી વિન્ડોઝ૧૦નો ઉપયોગ કરો છો? તેમાં તમે કોઈ એક ચોક્કસ ફોલ્ડર વારંવાર ઓપન કરો છો? જો આ બંને સવાલના જવાબ ‘હા’ હોય તો તમે કમ્પ્યૂટરમાં તમારું કામ વધુ સહેલું બનાવી શકો છો – ટાસ્કબારમાં નવું ટૂલબાર ઉમેરીને.

સામાન્ય રીતે આપણે કમ્પ્યૂટરમાં કોઈ પણ ફોલ્ડર કે ફાઇલ ઓપન કરવી હોય ત્યારે આપણે વિન્ડોઝ એક્સપ્લોરર ઓપન કરીએ તેમાં જોઇતું ફોલ્ડર શોધીએ અને પછી તેમાં જોઇતી ફાઇલ સુધી પહોંચી તેને ડબલ ક્લિક કરીએ. આ થોડી લાંબી વિધિ છે. દર વખત એની એ વિધિ કરવાનો કંટાળો પણ આવે.

આથી જો તમે ચોક્કસ વિષય કે ક્લાયન્ટનું ફોલ્ડર બનાવ્યું હોય તો તેને વારંવાર એક્સેસ કરતા હો તો ટાસ્કબારમાં જ એક નવા ટૂલબાર તરીકે એ ફોલ્ડર ઉમેરી શકો છો. એ પછી તેના પર ક્લિક કરતાં, એક જ ક્લિકમાં એ ફોલ્ડરમાંની બધી ફાઇલ્સનું લિસ્ટ સામે આવી જશે.

ટાસ્કબારમાં નવું ટૂલબાર ઉમેરવા માટે નીચેનાં પગલાં લઈ શકાય :

  • કમ્પ્યૂટરના સ્ક્રીન પર સૌથી નીચે જોવા મળતા ટાસ્કબારમાં ખાલી જગ્યામાં રાઇટ ક્લિક કરો.
  • નવું ટૂલબાર ઉમેરવાનો વિકલ્પ પસંદ કરો.
  • વિન્ડોઝ એક્સપ્લોરર ખુલશે, તેમાં તમને જોઇતું ફોલ્ડર પસંદ કરી લો.
  • હવે એ ફોલ્ડરની લિંક તમારા ટાસ્કબારમાં જ ઉમેરાઈ જશે જ્યારે ઇચ્છો ત્યારે તેને ક્લિક કરીને તમને જોઇતી ફાઇલ્સ સુધી ફટાફટ પહોંચી શકો છો.

આ રીતે આપણે ઇચ્છીએ તેટલા ટૂલબાર (જગ્યા હોવી જોઈએ!) ઉમેરી શકીએ અને ઇચ્છીએ ત્યારે કોઈ ફોલ્ડરનું ટૂલબાર દૂર કરીને તેની જગ્યાએ નવા ફોલ્ડરનું ટૂલબાર ઉમેરી શકીએ. વિન્ડોઝ-૧૧માં આવા ટૂલબાર  દૂર કરવામાં આવ્યા છે, હજી તેને ઉમેરી શકાય છે, પણ વિધિ ખાસ્સી અટપટી છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!