(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આગળ શું વાંચશો?

  • ગૂગલની કોન્ફરન્સમાં એઆઇની જ ચર્ચા
  • ખોવાયેલો ફોન શોધવાનું વધુ સહેલું બનશે
  • મેડિકલ અને એન્જિનીયિંગનો સાથે અભ્યાસ!
  • ભારતમાં ‘નવા’ પ્રકારની ટેલિકોમ સર્વિસ માટે લાઇસન્સ

ગયા મહિને, દર વર્ષની જેમ ડેવલપર્સ માટેની Google I/O કોન્ફરન્સ યોજાઈ. આ વર્ષે, ધાર્યા મુજબ તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જ દબદબો રહ્યો.

ગૂગલે આ દિશામાં સૌથી નોંધપાત્ર જાહેરાત સાથે, તેની બાર્ડ ટેક્નોલોજી સૌ માટે ઓપન કરી દીધી, અગાઉ આ સર્વિસ માત્ર અમુક દેશમાં અને એ પણ વિશલિસ્ટમાં જોડાયા પછી ઉપલબ્ધ થતી હતી. હવે ભારત સહિત ૧૮૦ દેશમાં સૌ કોઈ તેનો ઉપયોગ કરી શકે છે.

આપણે https://bard.google.com/ સાઇટ પર જઇને ગૂગલનો ચેટબોટ ચેટજીપીટી કે બિંગમાંના ચેટબોટની સરખામણીમાં કેવો પાવરફૂલ છે તે તપાસી શકીએ છીએ. જોકે ચેટજીપીટી કે બિંગની જેમ અહીં આપણને પહેલેથી કહેવામાં આવે છે કે આ એક ‘એક્સપરિમેન્ટ’ છે , પણ તે તમારી કલ્પના સુપરચાર્જ કરવામાં કે પ્રોડક્ટિવિટી બૂસ્ટ કરવામાં મદદ કરી શકે છે!

એ જ રીતે, કંપની સર્ચમાં પણ – જરા જુદી રીતે – એઆઇ ટેક્નોલોજી ઉમેરી છે અને તેની વિવિધ પ્રોડક્ટ/સર્વિસમાં પણ એઆઇથી કેવા ફેરફાર આવી રહ્યા છે તેના ડેમો કોન્ફરન્સમાં આપવામાં આપ્યા.

માઇક્રોસોફ્ટે બિંગ સર્ચ એન્જિનમાં જ એઆઇ ચેટબોટ ઉમેર્યો છે, જ્યારે ગૂગલે બંનેને હાલમાં થોડાં જુદાં રાખ્યાં છે. સર્ચ એન્જિનમાં, થોડા સમયમાં, આપણે કંઈ સર્ચ કરીશું તો રેગ્યુલર સર્ચ રિઝલ્ટસ ઉપરાંત ઉપરના ભાગે એઆઇ-પાવર્ડ જવાબ પણ મળશે. અત્યારે ગૂગલ િવવિધ સાઇટ્સ પર સીધા જવાબ તારવી આપે છે, પરંતુ આ વાત તેનાથી જુદી રહેશે.

જો આપણા સવાલના કોઈ સ્પષ્ટ જવાબ ન હોય, પણ જુદી જુદી બાબતો આપણે એક સવાલમાં પૂછી હોય તો તેના જવાબ તારવીને, કોઈ વ્યક્તિ જવાબ સૂચવતી હોય એ રીતે  ‘એઆઇ સ્નેપશોટ્સ’ રૂપે  બતાવવામાં આવશે.

જગતભરની વિવિધ ટેકકંપનીની જેમ, ભારત સરકારે પણ આપણો ખોવાયેલો ફોન ટ્રેક કરવાનું કામ સહેલું બનાવવાનું બીડું ઝડપ્યું છે. આ માટે સરકારે ગયા મહિને www.sancharsaathi.gov.in નામે એક પોર્ટલ લોન્ચ કર્યું છે. અલબત્ત, આ પોર્ટલનો લાભ લેવા માટે આપણી પાસે ફોનનો IMEI નંબર હાથવગો હોવો જરૂરી છે (ફોનની ખરીદીના બિલમાં આ નંબર હશે તથા ફોનના સેટિંગ્સમાં, એબાઉટ ફોન સેક્શનમાં જઈને પણ આ નંબર જોઈ શકાશે. ફોન ખોવાય તે પહેલાં આ નંબરનો સ્ક્રીનશોટ લઈ ક્યાંક સાચવી રાખવો જરૂરી છે!).

બીજી તરફ, ગૂગલ પણ ખોવાયેલો ફોન ટ્રેક કરવાનું કામ વધુ પાવરફુલ બનાવી રહી છે.

તમે જાણતા હશો તેમ અત્યારે આપણો એન્ડ્રોઇડ ફોન ખોવાય તો આપણે અન્ય ડિવાઇસમાં પોતાના ગૂગલ એકાઉન્ટથી લોગઇન થઈ, મેપ પર ફોન શોધી શકીએ છીએ. બીજાં કેટલાંક એક્શન પણ લઈ શકાય.

‘સાયબરસફર’માં અગાઉ આપણે એ વિશે બહુ વિગતવાર વાત કરી છે. તેમાં શરત એટલી કે ફોન તથા તેમાં નેટ કનેક્શન ઓન હોવાં જોઈએ.

હવે ગૂગલ કહે છે કે આપણો ફોન આજુબાજુનાં અન્ય એન્ડ્રોઇડ સાધનો સાથે બ્લુટૂથથી કનેક્ટ થશે અને તેની મદદથી પણ ફોન શોધી શકાશે! એપલની ‘ફાઇન્ડ માય ડિવાઇસ’ કંઈક આ જ રીતે કામ કરે છે. આજની દુનિયામાં એન્ડ્રોઇડ ફોન્સ સર્વવ્યાપી છે, તેના નેટવર્ક આધારિત ગૂગલની ‘ફાઇન્ડ માય ડિવાઇસ’ સર્વિસ ઘણી વધુ પાવરફુલ બનશે એ નક્કી!

ટેક્નોલોજીની દુનિયા કેટલી ઝડપથી બદલાઈ રહી છે એનું વધુ એક ઉદાહરણ – આઇઆઇટી મદ્રાસે હમણાં ભારતનો સૌ પ્રથમ ચાર વર્ષનો નવો બેચલર ઓફ સાયન્સ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે, જેનું ફોકસ છે – મેડિકલ સાયન્સિસ એન્ડ એન્જિનીયરિંગ!

અત્યાર સુધી આપણે પોતાની દીકરી કે દીકરો ભણી ગણીને ડોકટર અથવા એન્જિનીયર બને એવાં સપનાં જોતા આવ્યા છીએ. નવા સમયના આ કોર્સમાં વિદ્યાર્થી મેડિકલ અને એન્જિનીયરિંગ બંનેનો સાથે અભ્યાસ કરશે.  ફેર સમજાયો?! ભારતના કોઈ પણ માન્ય બોર્ડમાંથી વર્ષ ૨૦૨૨ અથવા ૨૦૨૩માં વિજ્ઞાન પ્રવાહ સાથે ધો.૧૨ કે તેની સમકક્ષ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થી આ કોર્સ માટે એપ્લાય કરી શકે છે. ખાસ આ કોર્સ માટેનો એક ટેસ્ટ પાસ કરીને કોર્સમાં એડમિશન મળી શકે છે.

અન્ય આાઇઆઇટીમાં મેડિકલ સાયન્સ અને એન્જિનીયરિંગ માટેના માસ્ટર્સ કોર્સ છે, પણ આ કોર્સ બારમા ધોરણ પછી તરત બંનેનો સાથે અભ્યાસ કરવા માટે છે. આજના સમયમાં મેડિકલ સાયન્સ એન્જિનીયરિંગ એકમેકની બહુ નજીક આવી ગયાં છે. લાઇફસેવિંગ મેડિકલ ડિવાઇસિસ, નવી દવાઓમમાટે રિસર્ચ, મેડિસિનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા ફંડામેન્ટલ રિસર્ચમાં ટેકનોલોજીની ભૂમિકા ખાસ્સી વિશાળ થઈ ગઈ છે, એ ધ્યાનમાં રાખીને આ કોર્સમાં ભવિષ્યના ડોક્ટર્સને એમની ક્લિનિકલ પ્રેક્ટિસમાં ટેકનોલોજી અસરકારક રીતે લાગુ કરવા માટે તૈયાર કરવામાં આવશે!

આઇઆઇટીએમનો આ નવો કોર્સ ડિઝાઇન કરવામાં ભારત અને વિદેશના ટોચના મેડિકલ ડોકટર્સ પણ સંકળાયેલા છે.

આજના સ્માર્ટફોન અને નવા સમયની ટેલિફોનીના યુગમાં ‘પીબીએક્સ’ સિસ્ટમ લગભગ ભૂલાઈ ગઈ છે, પણ હવે એ નવા સ્વરૂપે પાછી આવી રહી છે!

એક સમયે કોઈ ઓફિસમાં રિસેપ્શનિસ્ટની જોબ માટે જાહેરાત આપવામાં આવે ત્યારે તેમાં એક લાઇન અચૂક લખાતી – ‘પીબીએક્સ સિસ્ટમ’નો  અનુભવ જરૂરી છે!

આ પીબીએક્સ એટલે ‘પ્રાઇવેટ બ્રાન્ચ એક્સચેન્જ’.

આ પ્રકારની સિસ્ટમમાં આખી ઓફિસમાં ટેબલે ટેબલે જે ટેલિફોન્સ હોય તે ઓફિસના પોતાના પ્રાઇવેટ બ્રાન્ચ એક્સચેન્જ સાથે કનેક્ટેડ રહેતા. પીબીએક્સ સિસ્ટમ બહારથી આવતી ટેલિફોન લાઇન સાથે પણ કનેક્ટેડ હોય. આથી ઓફિસમાં જુદા જુદા ટેબલે કામ કરતા લોકો એકમેક સાથે ફોન પર વાત કરી શકે તથા જો બહારથી ફોનકોલ આવે તો રિસેપ્શનિસ્ટ પીબીએક્સ સિસ્ટમથી એ કોલને ઓફિસમાંની સંબંધિત વ્યક્તિ સાથે કનેક્ટ કરી આપે.

હમણાં આપણા સૌ માટે જાણીતી અમેરિકાની વીડિયો કોલિંગ કંપની ઝૂમની  ભારતની પેટા કંપનીને સમગ્ર ભારતમાં આવી ‘ક્લાઉડ બેઝડ પીબીએક્સ સર્વિસ’ ઓફર કરવા માટે લાયસન્સ મળ્યું છે (અત્યારે આપણે સૌ ઓવર ધ ટોપ (ઓટીટી) પ્લેટફોર્મ તરીકે ઝૂમ પર વોઇસ અને વીડિયો કોન્ફરન્સનો લાભ લઇએ છીએ. અત્યારે આપણને આ સર્વિસ કંપનીની વેબસાઇટ અને એપ દ્વારા મળે છે, ટેલિફોન નેટવર્ક દ્વારા નહીં).

ભારતમાં ઝૂમને ટેલિફોન સર્વિસ માટેનું લાયસન્સ મળ્યું છે તેનો ભારતમાં કાર્યરત મલ્ટિનેશનલ કોર્પોરેશન્સ તથા અન્ય બિઝનેસિસ લાભ લઈ શકશે. ઝૂમની આ સર્વિસ ‘ઝૂમ ફોન’ તરીકે ઓળખાય છે. તેની મદદથી મોટી કંપનીઓ પોતાના એમ્પ્લોઇના ઇન્ટરનલ કમ્યુનિકેશન માટે અગાઉના પીબીએક્સ જેવું જ પ્રાઇવેટ એક્સચેન્જ ઊભું કરી શકે છે. ફેર ફક્ત એટલો કે આ એક્સચેન્જ ક્લાઉડ બેઝડ રહેશે. આ એક જ પ્લેટફોર્મ પર વીડિયો, વોઇસ, ચેટ અને અન્ય પ્રકારનું કોલાબોરેશન કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!