(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એક ઇમોજીની કિંમત કેટલી?

એક ચુટકી સિંદૂર કી કિંમત આપ ક્યા જાનો, રમેશબાબુ… હિન્દી ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’નો આ ડાયલોગ જબરો પોપ્યુલર થયો. તેનો જવાબ ‘રમેશબાબુ’ કે આપણને ભલે ખબર ન હોય, એક ઇમોજીની કિંમત કેટલી એ કેનેડાના એક ખેડૂતને બરાબર સમજાઈ ગયું.

ફક્ત એક ઇમોજીને મામલે કોર્ટમાં પહોંચેલા એક કેસમાં અદાલતે વોટ્સએપ પર અંગૂઠાનું ઇમોજી શેર કરનાર ખેડૂતને લગભગ ૫૦ લાખ રૂપિયા જેટલો દંડ ફટકાર્યો અને તેને પરિણામે આખી દુનિયાને ઇમોજીની ખરી કિંમત ખબર પડી!

કલ્પના કરો કે કોઈને થમ્બ્સ અપ ઇમોજી મોકલવા પર લગભગ 50 લાખ રૂપિયા ($61,610)નું નુકસાન થઈ શકે  ખરું? હા થઈ શકે! કેનેડાના સાસ્કાચ્વેનમાં રહેતા એક ખેડૂત સાથે બિલકુલ આવું જ થયું.

આ ખેડૂતે એક ટેક્સ્ટ મેસેજનો ઇમોજીથી જવાબ આપ્યા પછી તેને ભારે રકમનો દંડ ફટકારવામાં આવ્યો.

બન્યું એવું હતું કે એ ખેડૂત અને એક કંપનીના અધિકારી વચ્ચે એક કરાર માટે સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી હતી, અધિકારીએ વોટ્સએપ પર જ એગ્રીમેન્ટનું ડોક્યુમેન્ટ મોકલ્યું હતું અને ખેડૂતે તેનો થમ્બ્સ અપ ઇમોજીથી જવાબ વાળ્યો હતો.

આથી કંપનીએ તેને કરારનો સ્વીકાર ગણી લીધો હતો.

આ ખેડૂત પણ એક કંપની ચલાવે છે અને તેની ઉપજ ખરીદવા માટે એક ખરીદાર કંપનીએ તેમને કરાર મોકલ્યો હતો.

કેનેડાના એક ખેડૂતને વોટ્સએપ પર અંગૂઠાનો ઇમોજી મોકલવા બદલ પચાસેક લાખ રૂપિયાનો દંડ થયો.

એ વાતને મહિનાઓ વિતી ગયા પછી ખરીદાર કંપનીએ કરાર મુજબ પ્રોડક્ટની ડિલિવરી ન મળતાં સપ્લાયર ખેડૂતનો સંપર્ક કર્યો હતો, પરંતુ  ખેડૂતે પોતે કોઈ કરાર સ્વીકાર્યો હોવાનો ઇન્કાર કરતાં, ખરીદાર કંપની આ મુદ્દે કોર્ટમાં ગઈ હતી.

કોર્ટના ન્યાયમૂર્તિએ આ બાબતે  ચુકાદો આપતાં કહ્યું હતું કે ‘આ કોર્ટ સરળતાથી સ્વીકારે છે કે અંગૂઠાવાળી ઇમોજી કોઈ દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવાનું એક બિનપરંપરાગત સાધન છે.’

મતલબ કે કોર્ટે સ્વીકાર્યું હતું કે કોઈ મેસેજના જવાબમાં આ રીતે અંગૂઠાવાળી ઇમોજી મોકલવાનો અર્થ, મેસેજનો સ્વીકાર ગણી શકાય. કોઈ પણ બાબતના સ્વીકાર માટે આવી ઇમોજીનું એક્શન પૂરતું ગણાય. એ પછી ખેડૂતે કરારનો સ્વીકાર કરવાનો ઇન્કાર કર્યો છે તે યોગ્ય નથી. આથી ખેડૂતને તેણે સ્વીકારેલા કરારની શરતોનું પાલન ન કરવા બદલ ભારે દંડ થયો હતો.


હવે પછી તમે વોટ્સએપ પર કોઈને અંગૂઠાનો ઇમોજી મોકલતાં પહેલાં ચાર વાર વિચાર કરી લેજો, બાકી ફસાઇ શકો છો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!