(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

અચાનક જોબ જાય, તો એ માટે તમે તૈયાર છો?

ગયા વર્ષથી શરૂ થયેલો લેઓફનો ટ્રેન્ડ હજી અટકવાનું નામ લેતો નથી, આ સ્થિતિ સામે કેમ લડવું?

અચાનક હાલની નોકરી ચાલી જશે તો? અત્યારના સમયમાં, જોબની દૃષ્ટિએ સામાન્ય રીતે સૌથી સારા ગણાતા આઇટી સેક્ટરમાં અનેક લોકોને આ સવાલ હવે સતાવવા લાગ્યો છે. કેમ કે કેટલાય લોકો સાથે આવું થઈ રહ્યું છે અને લેઓફનો આ ડરામણો ટ્રેન્ડ હજી અટકવાનું નામ લેતો નથી.

કોરોનાને કારણે ત્રણે વર્ષ પહેલાં વર્ક-ફ્રોમ-હોમ કલ્ચર આવ્યું ત્યારે આઇટી સેકટરમાં એક નવા શબ્દે ચર્ચા જગાવી હતી – મૂનલાઇટિંગ. આઇટી વર્કર્સ એ સમયે જબરજસ્ત ડિમાન્ડમાં હતા અને બધાં કામ ઘરેથી જ કરવાની સગવડ હતી. પરિણામે ઘણા બધા લોકોએ દિવસે પોતાની મૂળ કંપની માટે અને રાત્રે બીજી કંપની માટે કામ કરવાનો રસ્તો અપનાવ્યો. આવો ટ્રેન્ડ ‘મૂનલાઇટિંગ’ તરીકે ઓળખાયો. ઘણા લોકોએ આ એપ્રોચને ખાસ્સો ખેંચીને મૂળ કંપનીના કામ તરફ ધ્યાન આપવાને બદલે બીજી કંપની (કે કંપનીઓ!)ના ફ્રીલાન્સિંગ વર્ક પર વધુ ધ્યાન આપવાનું શરૂ કરી દીધું! ત્યારે વધેલી ડિમાન્ડનો લાભ લઇને સાઇડ ઇન્કમ વધારવાનો હેતુ હતો. મૂનલાઇટિંગ નૈતિક રીતે યોગ્ય છે કે નહીં તેવા પ્રશ્નો પણ ઉઠ્યા.

હવે ત્રણ વર્ષમાં સ્થિતિ બદલાઈ ગઈ છે. મોટી મોટી ટેક કંપનીમાં મોટા પાયે એમ્પ્લોઇને છૂટા કરવામાં આવી રહ્યા છે. એ સ્થિતિમાં મૂનલાઇટિંગ બાજુએ રહી ગયું છે અને મૂળ જોબને ટકાવવાની ચિંતા છે. એટલે હવે નવો શબ્દ ચર્ચામાં આવી ગયો છે – ‘કરિયર કૂશનિંગ’! એક કંપનીમાં હજી જોબ ચાલુ હોય ત્યારે, એ જોબ ન રહે તો શું કરવું તેની તૈયારી કરવા માટે આ શબ્દ વપરાય છે.

કરિયર કૂશનિંગ ભલે ટેક ઇન્ડસ્ટ્રી માટે વપરાતો શબ્દ હોય, એ ખરેખર સૌને કામ લાગે તેવો છે. નવા સમયમાં જૂના જમાનાની જોબ સિક્યોરિટી, ગવર્નમેન્ટ જોબ સિવાય હવે લગભગ ક્યાંય જોવા મળતી નથી ત્યારે સૌએ કરિયર કૂશનિંગ તરફ ધ્યાન આપવાની જરૂર છે!

વિકલ્પો વિચારી રાખીએ, અત્યારથી

અત્યારના સમયમાં કોઈ પણ વ્યક્તિ એક જોબમાં ‘હાશ’ કરીને બેસી શકે તેમ નથી. આપણે એટલા સક્ષમ રહેવું જ પડે કે હાલની જોબમાં છટણી થાય તો આપણો નંબર છેલ્લો આવે અને એક જોબ જાય તો બીજી મળી રહે. હાલમાં બંને મુશ્કેલ છે, એટલે જોબ જાય તો શું કરવું એના વિકલ્પો પહેલેથી વિચારવા જરૂરી છે.

તમારી પાસે એવી કઈ સ્કિલ છે, જે તમારા ફીલ્ડમાં ડિમાન્ડમાં છે? એ સ્કિલ હોવા છતાં જોબ જાય, તો એ જ ફીલ્ડમાં, એ જ સ્કિલ સાથે નવી જોબ મળશે? તમારામાં કોઈ નવા જ ફીલ્ડમાં જવાની હિંમત, જોશ અને આવડત છે? જોબ હોય ત્યારે જ આ બધું વિચારી લેવું સારું.

વધારાની સ્કિલ્સ કેળવીએ

તમારી જોબ હજી સુધી કેમ ટકી છે? તમારી વિશેષ સ્કિલ્સને કારણે કે પછી કંપની પાસે સારા ઓપ્શન નથી? તમારા પોતાના ફીલ્ડની અને એને સંબંધિત અથવા તદ્દન નવા ફીલ્ડમાં પણ કોઈક નવી આવડત કેળવવા પર ફોકસ કરવું જરૂરી છે.

હાલની જોબ જાય તો તમારામાં કોઈક એવી સ્પેશિયલ સ્કિલ હોવી જોઈએ, જેને કારણે કાં તો તમારા જ ફીલ્ડમાં નવી જોબ મળે અથવા બીજા કોઈ ફીલ્ડમાં, ફ્રીલાન્સિંગ કરીને પણ તમે આવક ઊભી કરી શકો.

શક્ય હોય તો, હાલની જોબને પૂરેપૂરા વફાદાર રહીને નવી સ્કિલ કેળવો અને તેમાં સાઇડ ઇન્કમ ઊભી કરવા લાગો, અત્યારથી જ.

પ્રોફાઇલ અપડેટ કરતા રહીએ

જોબ માર્કેટમાં ઊંચ-નીચનો દોર સતત ચાલતો રહે છે. તમારી હાલની કંપનીને હવે તમારો પગાર પોસાય તેમ ન હોય, એનો અર્થ એવો નથી કે બીજી કંપનીને પણ નહીં જ પોસાય. એવી કંપનીની નજરમાં રહેવા માટે સોશિયલ સાઇટ્સ, ખાસ કરીને લિંક્ડઇન પર તમારો પ્રોફાઇલ સમયસર અપડેટ કરતા રહો.


તેમાં તમારા ફીલ્ડને અનુરૂપ લોકો સાથે નેટવર્કિંગ પણ વિસ્તારતા રહો. એ લોકો નવી જોબ અથવા નવું કામ શોધવામાં મદદરૂપ થશે.

જોબ ગયા પછી, હતાશાભરી સ્થિતિમાં આ કામ કરવાને બદલે, અત્યારે આત્મવિશ્વાસ હોય ત્યારે એના તરફ ધ્યાન આપી જુઓ!

આર્થિક પ્લાનિંગ કરી લઈએ

સારી સેલરી નિયમિત રીતે આવતી હોય ત્યારે મોટા ભાગે આપણે નિશ્ચિંત રહી ખર્ચ કરતા હોઈએ છીએ. તમે સેવિંગ્સ-ઇન્વેસ્ટમેન્ટ-ઇન્સ્યોરન્સનું યોગ્ય સંતુલન સાધ્યું છે?

રોજબરોજના નિશ્ચિત ખર્ચ, ઇએમઆઇ, ભાડાં, પ્રીમિયમ વગેરેનું બજેટ તમારા ધ્યાનમાં છે? હાલની જોબ જાય, નિયમિત પગાર બંધ થાય એ પછી, નવી કોઈ આવક વિના પણ ઓછામાં ઓછા છ મહિના સુધી એ બધા ખર્ચને પહોંચી વળવાની જોગવાઈ તમે રાખી છે?

તમારી પાસે બે વિકલ્પ હશે – ખર્ચ ઘટાડો, આવક ઊભી કરો.

આ બંને સહેલા પણ છે અને મુશ્કેલ પણ. તમને એ બંને આવડે તો ચિંતાની કોઈ વાત જ નથી!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!