(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

હેબિટિકા: રમતાં રમતાં ટાસ્ક મેનેજમેન્ટ

‘સાયબરસફર’માં આપણે અવારનવાર વિવિધ પ્રકારની ટુડુ લિસ્ટ પ્રકારની એપની વાત કરી છે. આપણાં રોજેરોજનાં, અઠવાડિયાનાં અને આખા મહિનામાં કરવા જરૂરી વિવિધ કામનું લિસ્ટ આપણી નજર સામે રહે તો બધાં કામ હેન્ડલ કરવાં સહેલાં બની જતાં હોય છે. આ કામમાં સારી ટુડુ લિસ્ટ એપ આપણને ઘણી ઉપયોગી થાય.

આ અગાઉ આપણે રીમેમ્બર ધ મિલ્ક, વન્ડર લિસ્ટ (હવે માઇકોસોફ્ટ ટુડુ) ટ્રેલો, આસના કે ટુડુઇસ્ટ જેવી વિવિધ એપ્સની વાત કરી છે. આ બધી એપમાં કોઈ ને કોઈ ખાસ પ્રકારનાં પ્લસ પોઇન્ટ્સ છે.

આપણને જે એપના ઉપયોગમાં વધુ ફાવટ આવી જાય તેને કાયમ માટે અપનાવી શકાય. એ સિવાય તમે ઇચ્છો તો સાદી સ્પ્રેડશીટમાંથી પણ સ્માર્ટ ટુડુ લિસ્ટ બનાવી શકો. આ બધામાં મહત્ત્વનો મુદ્દો એક જ  – આપણે નિયમિત રીતે, પોતે કરવાના કામની નોંધ કરીએ. એ પછી એ લિસ્ટને સતત વખતોવખત તપાસતા રહીએ અને એ મુજબ કામ કરતા રહીએ.

રોજબરોજના કામમાં સોશિયલ મીડિયાના નોટિફિકેશન સહિત ઘણા પ્રકારના અવરોધ આવતા હોય છે. તેને અવગણીને આપણે પોતાના ટુડુ લિસ્ટને વળગી રહેવું પડે. જો આવી મક્કમતા ન હોય તો પછી આપણે કોઈક નવો ઉપાય શોધવો પડે.

‘હેબિટિકા’ નામની એક એપના ડેવલપરે આપણને આવો ઉપાય આપવાની કોશિશ કરી છે. આ એપ આપણને અન્ય એપ્સની જેમ વિવિધ પ્રકારના ટુડુ કે ગોલનું લિસ્ટ સેટ કરવાની તક આપે છે. એ પછી તે ડગલું આગળ વધે છે.

હેબિટિકા આપણે પોતાના ગોલ્સ પૂરા કરવા માટે મોટિવેટેડ રહીએ એ માટે ‘ગેમિફિકેશન’નો કન્સેપ્ટ અજમાવે છે.

એપની ડિઝાઇન જૂના જમાનાની આર્કેડ ગેમ્સની સ્ટાઇલમાં તૈયાર કરવામાં આવી છે. આપણે પોતાના જ ગોલ એચિવ કરતા જઇએ એ સાથે નાના નાના રીવોર્ડ મળતા જાય અને આપણને ગોલ પૂરો કરવાની ચાનક ચડતી  જાય.

તમે ઇચ્છો તો તમારા ગોલ્સ મિત્રો સાથે શેર પણ કરી શકો જેથી ગોલ પૂરા કરવાનો વધુ ઉત્સાહ રહે.

પ્રોડક્ટિવિટી: Habitica: Gamify Your Tasks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!