(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

તમે સોશિયલ મીડિયામાં બધું કહી દો છો?

ઘણા લોકોને તેઓ નજીકના સમયમાં ટ્રાવેલ કરવાના હોય તો તેની વિગતો ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પર શેર કરવાની આદત હોય છે. આવી આદત થોડા સમય પહેલાં મુંબઈના વિલે પાર્લેનાં એક મહિલાને બહુ મોંઘી પડી, અલબત્ત એમણે પોતાની મુસાફરીની વાતો ગાઇવગાડીને શેર નહોતી કરતી, એમણે મદદ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

થયું એવું કે આ મહિલાએ મુંબઈથી ભૂજ જવા માટે આઇઆરસીટીસીની વેબસાઈટ પર ત્રણ ટિકિટ બુક કરાવી હતી. તેમની મુસાફરીની તારીખે અને તેમને જોઇતી ટ્રેનમાં બધી ટિકિટ બુક હતી. આથી એ મહિલાને ‘આરએસી’ એટલે કે ‘રિઝર્વેશન અગેઇન્સ્ટ કેન્સલેશન’ પ્રકારની સીટ મળી. મુસાફરી પહેલાં પોતાની આરએસી ટિકિટ કન્ફર્મ્ડ ટિકિટમાં ફેરવાઈ છે કે નહીં એ જાણવા માટે આ મહિલાએ એક્સ (ટ્વીટર) પર આઇઆરસીટીસીનો સંપર્ક કરવાની કોશિશ કરી.

તેમણે આઇઆરસીટીસીના હેન્ડલ પર પોતાની ટ્રેઇન ટિકિટનો ફોટોગ્રાફ અને મોબાઇલ નંબર પોસ્ટ કર્યાં. થોડી જ વારમાં તેમને ‘આઇઆરસીટીસીના કસ્ટમર સપોર્ટ એક્ઝિક્યુટીવ’ તરફથી ફોન કોલ આવ્યો. તેમને કહેવામાં આવ્યું કે તે તેમને આરએસી ટિકિટ કન્ફર્મ કરવામાં મદદ કરશે.

આ ફોન કોલ એ મહિલાના દીકરાએ રીસિવ કર્યો હતો. તેમાં પેલા ‘એક્ઝિક્યુટીવ’એ કહ્યું કે તે એક લિંક મોકલી રહ્યો છે, જેમાં કેટલીક વિગતો ભરીને કન્ફર્મેશન ફી પેટે માત્ર રૂપિયા બેનું પેમેન્ટ કરવાનું છે.  મા-દીકરાએ માન્યું કે તેેમણે હમણાં જ ટ્વીટર પર આઇઆરસીટીસીનો સંપર્ક કર્યો હતો અને એટલી વારમાં તો તેમને મદદ પણ કરવામાં આવી, કંપનીની સર્વિસ ઘણી સુધરી ગઈ છે!

ફોનમાં તેમણે પેલી લિંક ઓપન કરી અને કેટલીક વિગતો આપી અને કહેવામાં આવ્યું હતું તેમ બે રૂપિયાનું પેમેન્ટ કરી આપ્યું. પછીની થોડીક ક્ષણોમાં ધડાધડ તેમની બેંક તરફથી ટ્રાન્ઝેકશનના એલર્ટસ આવ્યા. બેંક ખાતામાંથી ૬૪,૦૧૧ જેટલી રકમ ઉપડી ગઈ હતી.

તમે સમજી જ ગયા હશો તેમ, છેવટે પોલીસની તપાસમાં બહાર આવ્યું કે પેલા ઠગે તેમને યુપીઆઇથી બે રૂપિયાનું પેમેન્ટ કરાવ્યું હતું અને તેની સાથોસાથ વિગતો આપવા માટે જે લિંક મોકલી હતી તેની મદદથી અથવા રિમોટ એક્સેસ જેવી એપની મદદથી તેમના બેંક ખાતાની વિગત તથા યુપીઆઇ પિન મેળવી લીધો હતો. પેલી મહિલાએ ટ્વીટર પર ટિકિટનો ફોટોગ્રાફ અને પોતાનો મોબાઇલ નંબર શેર કર્યાં હતાં એટલે ઠગ સહેલાઈથી તેમની સાથેની વાતચીતમાં ટિકિટની બધી વિગતો જણાવી શક્યો અને એવું ઠસાવી શક્યો કે પોતે આઇઆરસીટીસીનો જ અધિકારી છે અને તેમની મદદ કરવા માટે જ તૈયાર બેઠો હતો!

આપણે શું ધ્યાન રાખવું

એ ખાસ યાદ રાખવા જેવું છે કે ઇન્ટરનેટ પર આપણે સોશિયલ મીડિયા પર કે અન્ય કોઈ પણ જગ્યાએ કોઈ પણ કંપનીનો સંપર્ક કરીએ ત્યારે જો એ ડાઇરેક્ટ ઇમેલ કે મેસેજ ન હોય તો એ કંપની સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિ આપણે શેર કરેલી બધી વિગતો જોઈ શકે છે.

આ કિસ્સામાં બન્યું તેમ આઇઆરસીટીસી, વિવિધ બેંક, વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ, પેમેન્ટ ગેટવે વગેરે પ્રકારની કંપનીઓના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જે તે કંપનીના અધિકારીઓ ઉપરાંત ઠગ ટોળકીઓ પણ બાજ નજર રાખતી હોય છે. આ કિસ્સામાં ભૂલ થઈ તેમ જો કોઈ પણ વ્યક્તિ જરૂર કરતાં વધુ વિગતો શેર કરી દે છે તો આ ઠગ ટોળકીઓ રીતસર બાજની જેમ પોતાના શિકાર પર ત્રાટકે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!