(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ભારતમાં પણ શરૂ થઈ રહી છે પૂરેપૂરી ડિજિટલ બેન્ક્સ!

ભારતમાં ખૂણે ખૂણા સુધી બેન્કિંગ સેવાઓ પહોંચાડવા માટે બધું જ કામ સ્માર્ટફોન પર થાય તેવાં ડિજિટલ બેન્કિંગ યુનિટ્સ ટૂંક સમયમાં શરૂ થશે.

યાદ કરો, છેલ્લે તમે તમારી બેન્કની બ્રાન્ચમાં ક્યારે ગયા હતા? હવે એ યાદ કરો કે થોડાં વર્ષ પહેલાં સુધી તમારે બેન્કમાં કેટલીવાર રૂબરૂ ધક્કા ખાવા પડતા હતા?! ભારતમાં બેન્કિંગ સેકટરમાં છેલ્લા થોડા સમયમાં બહુ મોટાં પરિવર્તનો આવ્યાં છે. ભારતમાં બેન્કિગ વ્યવસ્થા મોટા પાયે ડિજિટલ બની રહી છે. અમુક ટોચની બેન્કોએ બેન્કમાં નવું ખાતું ખોલાવવાની આખી પ્રક્રિયા સંપૂર્ણપણે પેપરલેસ અને ડિજિટલ બનાવી દીધી છે. એટલે ખાતું ખોલાવવા જેવું પહેલું કદમ પણ બેન્કે ગયા વિના શક્ય બન્યું છે.

એ પછી ચેક જમા કરવાના કામ સિવાય લગભગ બધાં કામ નેટબેન્કિંગ કે મોબાઇલ બેન્કિંગથી થઈ શકે છે. મોટા ભાગે રૂપિયાની ટ્રાન્સફર ફિઝિકલ ચેકને બદલે આઇએમપીએસ કે નેફ્ટ અને આરટીજીએસ પદ્ધતિથી થવા લાગી છે. નાના મોટા રોકડ વ્યવહારો હવે યુપીઆઇથી થવા લાગ્યા છે એટલે એટીએમમાંથી રોકડ ઉપાડવાનું પ્રમાણ પણ ધીમે ધીમે ઘટી રહ્યું છે.

પરંતુ આપણી બેન્કિંગ વ્યવસ્થા હજી પણ વાસ્તવિક બેન્ક પર આધારિત છે. આથી એસબીઆઈ, એચડીએફસી, આઇસીઆઇસીઆઈ વગેરે બેન્કની નેટબેન્કિંગ સર્વિસિસ ઘણી વ્યાપક અને પાવરફૂલ હોવા છતાં એ બધું આખરે બેન્કની જૂની પુરાણી વ્યવસ્થા સાથે સંકળાયેલું છે અને તેના પર જ આધારિત છે. સામે પક્ષે ભારતના ખૂણે ખૂણા બેન્કની શાખાઓ ખોલવી એ બહુ ખર્ચાળ કામ છે.

હવે આ સ્થિતિમાં પણ પરિવર્તન આવી રહ્યું છે. ભારતમાં ટૂંક સમયમાં ૭૫ જિલ્લાઓમાં નવા પ્રકારના ડિજિટલ બેન્ક યુનિટ્સનો પ્રારંભ થાય તેવી શક્યતા છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આ માટે લાયસન્સનું ફ્રેમવર્ક તૈયાર કરી લીધું છે.

આ પ્રકારના બેન્કિંગ યુનિટ્સ સંપૂર્ણપણે પેપરલેસ હશે. સામાન્ય બેન્કની એક શાખા ચલાવવામાં જેટલો ખર્ચ થાય તેની સરખામણીમાં ડિજિટલ બેન્ક યુનિટ લગભગ પાંચમા ભાગના ખર્ચે ચાલી શકશે. આ પ્રકારના ડિજિટલ બેન્કિંગ યુનિટ્સમાં ૩-૪ કર્મચારીઓ હશે, પરંતુ બેન્કના કસ્ટમર્સ બેન્ક સંબંધિત બધું જ કામકાજ ફોનમાંની એપની મદદથી કરી શકશે. ડિજિટલ બેન્કિંગ યુનિટના કર્મચારીઓની ભૂમિકા, યૂઝર્સ ક્યાંય અટકે તો ત્યાં તેમને મદદ કરવા પૂરતી સીમિત રહેશે. આ ડિજિટલ બેન્કિંગ યુનિટ્સ ડિજિટલ બેન્કિંગ વિશે જનજાગૃતિ કેળવવાનું પણ કામ કરશે.

ભારતમાં સંપૂર્ણપણે ડિજિટલ બેન્કિંગનો યુગ આવી રહ્યો હોવાનું પહેલેથી પારખી ગયેલી ટોચની બેન્કોએ આ દિશામાં ઘણી બધી તૈયારી કરી લીધી છે.

અત્યારે ભારતમાં ‘નીયો બેન્ક્સ’ તરીકે ઓળખાતી ‘બેન્ક’ શરૂ થઈ ગઈ છે, પરંતુ હાલમાં તેમને બેન્ક તરીકે લાઇસન્સ મળતું નથી. આ વ્યવસ્થામાં મોટી ફિનટેક કંપની, પરંપરાગત બેન્ક સાથે જોડાઈને ડિજિટલ બેન્ક જેવી સેવાઓ આપે છે.

અમેરિકામાં લગભગ એક દાયકા પહેલાં ‘ગો બેન્ક’ નામે આવી પહેલી ડિજિટલ બેન્ક શરૂ થઈ હતી – બેન્કિંગ સેવાઓનો લાભ ન લેતા લોકો માટે એક કંપનીએ પ્રીપેઇડ ડેબિટ કાર્ડની સેવા શરુ કરી હતી, પણ ૨૦૧૨ દરમિયાન તેમાં આવક નીચી જવા લાગી એટલે કંપનીએ નવા પ્રકારના લોકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું – પરંપરાગત બેન્કની ધીમી સેવાઓથી કંટાળેલા અને સ્માર્ટફોનના સહારે જીવતા લોકો!

એ સમયે કંપનીએ સંપૂર્ણપણે નેટ પર આધારિત બેન્ક શરૂ કરતાં પહેલાં બીજી બેન્ક્સ સાથે જોડાણ કરીને સેવાઓ વિસ્તારવાનો વિચાર કર્યો હતો, જેથી બેન્કનું માળખું રેડીમેઇડ મળી રહે. પરંતુ કોઈ એસ્ટાબ્લિશ્ડ બેન્ક આવા સાહસમાં જોડાવા તૈયાર ન થઈ એટલે કંપનીએ મોબાઇલ એપ્સ બનાવતી એક ઓછી જાણીતી કંપની ટેકઓવર કરી અને બિલકુલ નવેસરથી બેન્કનું માળખું અને તેનું કામ કરતી આપતી એપ તૈયાર કરવામાં આવ્યાં – એક દાયકામાં દુનિયા કેવી બદલાઈ ગઈ છે એ જુઓ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!