(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગયા મહિને અમેરિકામાં સંખ્યાબંધ એરપોર્ટ્સને સંબંધિત વેબસાઇટ્સ પર રશિયન હેકર્સ ત્રાટક્યા અને આ સાઇટ્સનાં ઓપરેશન્સ કેટલાક સમય માટે ખોરવાઈ ગયાં. આ હુમલાના સમાચારમાં જણાવાયું હતું કે આ સાયબર એટેક હેકિંગની દુનિયામાં ‘ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ ઑફ સર્વિસ (ડીડીઓએસ)’ તરીકે ઓળખાતો એટેક હતો.

નામ મુજબ, આ પ્રકારના હુમલામાં હેકર કોઈ વેબસાઇટને નિશાન બનાવીને તેની સર્વિસ ‘ડીનાય’ કરે છે, ખોરવીને નાખે છે, જેથી સરેરાશ યૂઝર્સ એ વેબસાઇટ સુધી પહોંચી શકે નહીં. આપણે ઘણી વાર એવા સમાચાર વાંચીએ છીએ કે વિવિધ સરકારી વેબસાઇટ કે મોટાં કોર્પોરેશનની વેબસાઇટ હેક થઈ અને તેના પર હેકર્સના ચાંચિયા જેવા ઝંડા કે ત્રાસવાદી સંગઠનો તરફી મેસેજ ડિસ્પ્લે થવા લાગ્યા, આવા હુમલા કરતાં આ ડીડીઓએસ હુમલો જુદા પ્રકારનો હોય છે. આખી સાઇટ હેક થાય ત્યારે હેકર્સ ‘કોઈક રીતે’ સાઇટની બેકએન્ડ સિસ્ટમમાં એડમિનિસ્ટ્રેટર તરીકે ઘૂસી જાય છે અને પછી ત્યાં બધું રફેદફે કરી, હોમપેજ પર વિજયનો ઝંડો ફરકાવતા હોય છે.

ડીડીઓએસ હુમલો એટલા ગંભીર પ્રકારનો હોતો નથી. અમેરિકામાં હમણાં જે બન્યું તેનું જ ઉદાહરણ લઈએ, તો ‘કિલનેટ’ તરીકે ઓળખાતું અને રશિયાતરફી હોવાનું મનાતું એક હેકર્સ ગ્રૂપ ડીડીઓએસ પર જ ફોકસ કરતું હોવાનું મનાય છે. આ ગ્રૂપ ટેલિગ્રામ પર એક ચેનલ ચલાવે છે અને તેના દ્વારા, પોતે ગુમનામ રહી, અન્ય હેકર્સના સંપર્કમાં રહે છે. ગયા મહિનાના હુમલા પહેલાં, આ ગ્રૂપે ટેલિગ્રામની પોતાની ચેનલ પર અમેરિકાનાં ૪૯ એરપોર્ટ્સ અને એર ટ્રાવેલ વેબસાઇટ્સનું લિસ્ટ પોસ્ટ કર્યું અને સાથોસાથ સાદી હેકિંગ ટ્રિક્સ જાણતા હેકર્સને આ સાઇટ્સ પર ડીડીઓએસ હુમલો કરવા જણાવ્યું (એટલે કે ડિસ્ટ્રિબ્યુટેડ એટેક).

એ પછી તેની સાથે સંકળાયેલા તમામ હેકર્સે જુદી જુદી રીતે, તેમના નિશાન પરની સાઇટ્સ પર એટલા બધા પ્રમાણમાં વિઝિટર્સનો બનાવટી ટ્રાફિક ઊભો કરી દીધો કે પેલી સાઇટ્સ તેને હેન્ડલ કરી શકી નહીં, પરિણામે તેનાં ઓપરેશન્સ ખોરવાઇ ગયાં. આ બધાથી એ સાઇટ્સના બેકએન્ડમાં કોઈ મોટી ખામી સર્જાઈ નહીં, પણ ફ્રન્ટએન્ડમાં સરેરાશ યૂઝર્સને જે દેખાતું હોય એ બધું ખોરવાઈ ગયું!

ટેલિગ્રામ પર યૂઝર્સ તદ્દન ગુમનામ રહી શકે છે અને એક ચેનલ પર બે લાખ લોકોના સીધા સંપર્કમાં રહી શકે છે, એ કારણે તે ત્રાસવાદી સંગઠનો અને હેકર્સ માટે સ્વર્ગ બની ગઈ છે. ટેલિગ્રામના સ્થાપક પોતે રશિયન છે, પણ રશિયન સરકાર સાથે પણ તે અવારનવાર સંઘર્ષમાં ઊતરે છે (અથવા એવો દેખાવ ઊભો કરાય છે). વિવિધ ત્રાસવાદી હુમલા અને સાયબરએટેક્સમાં ટેલિગ્રામની ભૂમિકા હોવાના સ્પષ્ટ પૂરાવા હોવા છતાં, હજી સુધી આ એપ બેરોકટોક ચાલતી રહી છે એ પણ નવાઈની વાત છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!