(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ક્રોમ બ્રાઉઝર એઆઇની મદદથી વધુ સ્માર્ટ બની રહ્યું છે

આપણા રોજબરોજના જીવનમાં આપણને ખ્યાલ પણ ન આવે તે રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) અને મશીન લર્નિંગની નવી ટેકનોલોજી વણાઈ રહી છે. અન્ય કંપનીઓની સરખામણીમાં ગૂગલ આ બાબતે ખાસ્સી આગળ છે અને કંપની તેની વિવિધ સર્વિસમાં એઆઇનો ઉપયોગ સતત વધારી રહી છે. હમણાં કંપનીએ ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં એઆઇ અને મશીન લર્નિંગથી આવી ગયેલા કે આવી રહેલા નવા ફેરફારો વિશે વાત કરી.

તમે જાણતા જ હશો તેમ આપણે જ્યારે ક્રોમ બ્રાઉઝરમાં કોઈ જોખમી વેબસાઇટ્સ પર પહોંચાડે એવી લિન્ક પર ક્લિક કરીએ ત્યારે મોટા ભાગે બ્રાઉઝર આપણને એ બાબતે ચેતવે છે. અન્ય યૂઝર્સે કોઈ વેબસાઇટ્સને જોખમી તરીકે રિપોર્ટ કરી હોય તે ધ્યાનમાં લેવા ઉપરાંત બ્રાઉઝરમાંની મશીન લર્નિંગ સિસ્ટમ પણ કઈ વેબસાઇટ યૂઝર માટે સંભવિત રીતે જોખમી છે તે તપાસતી અને શીખતી રહે છે.

હમણાં ગૂગલે આ માટે મશીન લર્નિંગનું એક નવું મોડેલ રોલઆઉટ કર્યું છે, જે અગાઉ કરતાં અઢી ગણી વધુ સાઇટ્સ જોખમી હોવાનું પારખી લે છે અને આપણે એ વિશે સૂચવે છે. આ ફીચર વિવિધ વેબસાઇટ્સ પરથી આવતાં જોખમી નોટિફિકેશન્સને પણ પારખી શકે છે અને તેને આપણા સુધી પહોંચતાં રોકે છે.

આ ઉપરાંત ગૂગલ ક્રોમ નવા વર્ઝનથી આપણું મન પારખી લેવાની શક્તિ પણ મેળવી રહ્યું છે. જેમ કે આપણે કોઈ વેબસાઇટ પર જઇને તેના પર અવારનવાર વોઇસ ટાઇપિંગ કરતા હોઇએ તો ફરી વાર એ સાઇટ પર જઇશું ત્યારે એડ્રેસબારની બાજુમાં વોઇસ ટાઇપિંગનો આઇકન જોવા મળશે. તે જ રીતે કોઈ વેબસાઇટ પરનું કન્ટેન્ટ આપણે અવારનવાર શેર કરતા હોઇશું તો એ વેબસાઇટ ઓપન કરતાં બ્રાઉઝરના એડ્રેસ બારની બાજુમાં શેરિંગનું બટન જોવા મળશે!

આપણી હિસ્ટ્રીના ડેટાનો હવે આ રીતે, આપણા લાભમાં પણ ઉપયોગ કરવામાં આવશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!