(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આગળ શું વાંચશો?

  • ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં હવે વધુ જાહેરાતો જોવા મળશે
  • ટ્વીટર પર સ્ક્રીનશોટ લો છો?
  • ટ્વીટરમાંની ટ્વીટ્સ સીધી વોટ્સએપ પર શેર કરો – માત્ર ભારતમાં
  • વોટ્સએપમાં સ્ક્રીનશોટ લેવા પર અંકુશ
  • વોટ્સએપમાં ગ્રૂપ્સમાં મેમ્બર્સ સંખ્યાની લિમિટ હજી વધશે
  • ઇન્સ્ટાગ્રામમાં ટ્વીટર જેવી ટેક્સ્ટ નોટ્સ

છેલ્લા થોડા સમયથી ફેસબુકની પેરેન્ટ કંપની મેટાની કુલ આવકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ કારણે કંપની તેની દરેક સર્વિસમાં શક્ય એટલી રીતે આવક વધારવા પર ફોકસ વધારી રહી છે. મેટાની લગભગ બધી સર્વિસ યૂઝર્સ માટે ફ્રી છે, આથી કંપની માટે આવક વધારવાના બે જ રસ્તા છે – પોતાના ખર્ચ ઘટાડવા અને જાહેરખબરોથી આવક વધારવી. મેટા કંપનીએ થોડા સમયથી એક તરફ નવા લોકોને જોબ આપવાનું અટકાવ્યું છે અથવા ઘટાડ્યું છે અને બીજી તરફ વધુ ને વધુ એડવર્ટાઇઝર્સને તેના પ્લેટફોર્મ્સ પર લાવવાની કવાયત શરૂ કરી છે.

આ કારણે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ, બંનેમાં આપણે વધુ પ્રમાણમાં એડ્સ જોવાની તૈયારી રાખવી પડશે. આ બંને પ્લેટફોર્મ પર એક્સ્પ્લોર, હોમ પેજ અને પ્રોફાઇલ ફીડ્સમાં જાહેરાતો બતાવવામાં આવે છે. હવે રીલ પૂરી થાય એ પછી ૧૦ સેકન્ડની વીડિયો એડ બતાવવામાં આવશે.

સારી વાત એ છે કે આવી એડ્સ સ્કીપ કરી શકાશે. આવી એડ્સ શરૂઆતમાં ફેસબુક પર બતાવવામાં આવશે અને ત્યાર પછી ઇન્સ્ટાગ્રામમાં પણ ઉમેરાશે. એ જ રીતે, ફેસબુકમાં રીલ્સ જોતી વખતે સ્ક્રીનમાં બોટમ પર હોરિઝોન્ટલ એડ્સ ઉમેરાઈ રહી છે.

ટૂંકમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં આપણે વધુ પ્રમાણમાં જાહેરાતો જોવાની તૈયારી રાખવી પડશે.

ટ્વીટર પર હમણાં એક નવો રસપ્રદ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. લોકો ટ્વીટર પર તેમને કોઈ બાબત ગમી જાય અને તેને સાચવી લેવા માટે તેઓ તેનો સ્ક્રીનશોટ લઈ લે ત્યારે ટ્વીટરની સિસ્ટમ તેમને હળવેકથી સૂચવે છે કે તેઓ કે સ્ક્રીનશોટ લેવાને બદલે જે તે ટ્વીટની લિંક કોપી કરી શકાય કે ટ્વીટને શેર પણ કરી શકાય. આનો અર્થ એ થયો કે ટ્વીટર પર આપણે કોઈ પણ સ્ક્રીનશોટ લઈએ ત્યારે તેની સિસ્ટમને તેની જાણ થઈ જાય છે.

લોકો ટ્વીટર સ્ક્રીનશોટ લે તેમાં ટ્વીટરને લાભ નથી, ઉલટાનું નુક્સાન છે. ટ્વીટરને ત્યારે જ કમાણી થાય જ્યારે લોકો ટ્વીટરના પ્લેટફોર્મ પર બ્રાઉઝરમાં અથવા તેની ઓફિશિયલ એપ્સમાં કંઈ ટ્વીટ કરે અથવા અન્ય લોકોની ટ્વીટને રી-ટ્વીટ કરે. આમ સ્ક્રીનશોટને કારણે ટ્વીટરે આવક ગુમાવવી પડતી હોવાથી ટ્વીટરે હવે લોકો સ્ક્રીનશોટ લે ત્યારે તેમને તેની લિંક કોપી કરવાનું અથવા ટ્વીટને જ શેર કરવાનું સૂચવવાનું શરૂ કર્યું છે.

એક તરફ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ એકબીજાનાં પોપ્યુલર ફીચર્સની કોપી કરીને એકમેકની હરીફાઈ કરી રહ્યાં છે ત્યારે બીજી તરફ જુદાં જુદાં પ્લેટફોર્મ એકમેકની નજીક પણ આવી રહ્યાં છે. જેમ કે ટ્વીટરમાં યૂઝર પોતાની કે અન્ય લોકોની ટ્વીટ, ટ્વીટર પરથી વોટ્સએપમાં શેર કરી શકે એવું ફીચર પણ આવ્યું છે. આ ફીચર માત્ર ભારતમાં રોલઆઉટ થયું છે.

વોટ્સએપની લોકપ્રિયતા જુઓ કે ટ્વીટરે ભારતમાં તેના શેર બટરને સ્થાને જ વોટ્સએપનો લોગો મૂકી દીધો છે! જૂના શેર બટનની મદદથી અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વીટ શેર કરવા ઉપરાંત તેને બુકમાર્ક કરવી, ડાયરેક્ટ મેસેજથી અન્યોને મોકલવી કે ટ્વીટની લિંક કોપી કરવા જેવા વિકલ્પો મળતા હતા, તેમાં એક વોટ્સએપ પણ વિકલ્પ હતો. હવે એ જ મુખ્ય છે! વોટ્સએપ બટનને ક્લિક કરતાં વોટ્સએપ સહિત બાકીના વિકલ્પો દેખાશે.

ટ્વીટરને વોટ્સએપ સાથે લિંક કરવાના બંને પક્ષે લાભ છે. ભારતમાં વોટ્સએપ અત્યંત લોકપ્રિય હોવાથી યૂઝરને વોટ્સએપ પરના પોતાના ફ્રેન્ડઝ કે ગ્રૂપમાં ટ્વીટર પરથી કંઈ પણ શેર કરવું સહેલું બનશે અને બીજી તરફ ટ્વીટરને વોટ્સએપની પોપ્યુલારિટીનો ફાયદો મળ.શે જોકે આ પહેલાં શેરચેટ સોશિયલ નેટવર્કમાં પણ આવી સુવિધા – ડાયરેક્ટ વોટ્સએપમાં કન્ટેન્ટ શેર કરવાની સુવિધા આવી ચૂકી છે.

આખરે વોટ્સએપમાં એક એવું ફીચર આવી રહ્યું છે, જે ખરેખર તો લાંબા સમય પહેલાં આવી જવું જોઈતું હતું. ટૂંક સમયમાં આપણે વોટ્સએપ પર સ્ક્રીનશોટ લઈ શકીશું નહીં. અલબત્ત, હાલ પૂરતું આ ફીચર સૌ માટે રોલઆઉટ થયું નથી. ઉપરાંત, સ્ક્રીનશોટ બ્લોકિંગ મર્યાદિત બાબતોને જ લાગુ પડે છે. અત્યારે, બીટા વર્ઝનમાં આવી ગયેલા આ ફીચર અનુસાર જ્યારે કોઈ વ્યક્તિ વ્યૂ-વન્સ પ્રકારની ઇમેજનો સ્ક્રીનશોટ લેવાનો પ્રયાસ કરો કે વ્યૂ-વન્સ પ્રકારના વીડિયોને સ્ક્રીન રેકોર્ડ કરવાની કોશિશ કરે ત્યારે તેને ‘‘સલામતીનાં કારણો આ શક્ય નથી’’ એવા કંઈક સંદેશ સાથે અટકાવવામાં આવે છે.

આનો અર્થ એ થયો કે સામાન્ય પ્રકારના ચેટ મેસેજિસ, ઇમેજ અને વીડિયોના સ્ક્રીનશોટ્સ કે સ્ક્રીનરેકોર્ડિંગ શક્ય જ છે. જ્યારે કોઈ વ્યક્તિ સ્ક્રીનશોટ લેવાનો પ્રયાસ કરશે ત્યારે તે મેસેજ મોકલનાર વ્યક્તિને તેનું કોઈ નોટિફિકેશન મળશે નહીં. સામાન્ય રીતે બેન્ક અને યુપીઆઇ પેમેન્ટ્સ એપ આપણને સ્ક્રીનશોટ્સ લેવા દેતી નથી, પણ વોટ્સએપની પેમેન્ટ સિસ્ટમમાં અત્યારે એવી કોઈ રોક નથી.

આપણી સાદી વોટ્સએપ એપમાં હજી હમણાં સુધી કોઈ ગ્રૂપ ક્રિએટ કરીએ તો તેમાં ફક્ત ૨૫૬ મેમ્બર્સ ઉમેરી શકાતા હતા. વોટ્સએપનો ઉપયોગ જેમ જેમ વધતો ગયો તેમ તેમ લોકોને આ સંખ્યા ઘણી મર્યાદિત લાગવા લાગી. પછી વોટ્સએપે આ લિમિટ વધારીને ૫૧૨ની કરી આપી. હવે સમાચાર છે કે આ લિમિટને હજી બમણી કરી દેવામાં આવી છે. મતલબ કે હવે આપણે વોટ્સએપના ગ્રૂપમાં ૧૦૨૪ લોકોને સામેલ કરી શકીશું.

અલબત્ત આ ફીચર હજી સૌને ઉપલબ્ધ નથી. તે ધીમે ધીમે રોલઆઉટ થઈ રહ્યું છે. એટલે આપણા સુધી પહોંચતાં થોડી વાર લાગી શકે છે.

વોટ્સએપની હરીફ ટેલિગ્રામ એપમાં એક જ ચેનલમાં ૨ લાખ જેટલા લોકો જોડાઈ શકે છે. જોકે વોટ્સએપની પોપ્યુલારિટી અને સલામતીના મુદ્દાઓ ધ્યાનમાં રાખીને કંપની જાણી જોઈને ગ્રૂપ મેસેજિંગમાં બહુ મોટી સંખ્યાની સગવડ આપી રહી નથી.

વોટ્સએપ બિઝનેસ એપીઆઇનો ઉપયોગ કરતા લોકો દરેક મેસેજ માટે રૂપિયા ચૂકવીને આ લિમિટ ખાસ્સી વધારી શકે છે.

ઇન્સ્ટાગ્રામમાં અત્યાર સુધી ઇમેજ અને શોર્ટ વીડિયોનો દબદબો રહ્યો છે, પણ સ્ટોરીઝ અને રીલ્સ જેવા ફીચરની જબરી પોપ્યુલારિટી પછી હવે ઇન્સ્ટાગ્રામ કંઈક અંશે યુટર્ન લે છે. ટૂંક સમયમાં તેમાં ટ્વીટરની જેમ ટેકસ્ટ નોટ્સ શેર કરવાની સગવડ મળશે. ‘નોટ્સ’ નામના આ ફીચરની મદદથી આપણે ૬૦ કેરેકટરની લિમિટમાં શોર્ટ નોટ્સ લખીને શેર કરી શકીશું.

આ નોટ્સ આપણા ફોલોઅર્સને તેમના ડાયરેક્ટ મેસેજિસ સેકશનમાં જોવા મળશે અને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝની જેમ આ નોટ્સ ૨૪ કલાક પછી આપોઆપ ગાયબ થશે. ફોલોઅર્સ શોર્ટ નોટ્સને જે રીસ્પોન્સ આપે તે આપણને ડાયરેક્ટ મેસેજ તરીકે જોવા મળશે. અત્યારે એક નોટ પોસ્ટ કર્યા પછી બીજી નોટ પોસ્ટ કરતાં પહેલાં આપણે ૨૪ કલાક રાહ જોવી પડશે. જો તે પહેલાં નવી નોટ પોસ્ટ કરીએ તો આગલી નોટ આપોઆપ ડિલીટ થશે. 

ઇન્સ્ટાગ્રામમાં નોટ્સ શેર કરવા માટે તમારી એપ અપડેટ કરીને ઓપન કરો. હવે તેમાં ડાયરેક્ટ મેસેજિસ સેકશનમાં જાઓ. અહીં ‘યોર નોટ’ વિકલ્પ જોવા મળે તો તેને ક્લિક કરી જે મરજી પડે તે લખો અને તમારું ઓડિયન્સ નક્કી કરીને તેમની સાથે નોટ શેર કરી દો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!