(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

બેન્કના કર્મચારી પણ ફેસબુક ફ્રેન્ડ્સ રીક્વેસ્ટમાં ફસાયા

ફેસબુક હોય કે અન્ય સોશિયલ મીડિયા, દરેક જગ્યાએ અજાણી વ્યક્તિ સાથે સંપર્ક કેળવવામાં દેખીતાં જોખમ છે.

બેન્કમાં નોકરી કરતી વ્યક્તિ સામાન્ય રીતે ઓનલાઇન ટ્રાન્ઝેકશનની બાબતે આપણા જેવા સરેરાશ લોકો કરતાં વધુ સ્માર્ટ હોય એવું આપણે માનીએ, પરંતુ કમ સે કમ બેંગ્લુરુના એક કર્મચારીની બાબતે આપણી આ માન્યતા ખોટી ઠરે તેમ છે!

આપણે એ કર્મચારીને ‘રમેશભાઈ’ તરીકે ઓળખીએ. બે ત્રણ મહિના પહેલા રમેશભાઈને ફેસબુક પર ‘નેન્સી વિલિયમ’ નામની એક ‘યુવતી’ તરફથી ફ્રેન્ડશિપ રિકવેસ્ટ મળી. પ્રોફાઇલ અનુસાર એ યુવતી યુકેની હતી. રમેશભાઈએ તેની ફ્રેન્ડશિપ રિકવેસ્ટ સ્વીકારી અને બંને ફેસબુક પર ફ્રેન્ડ બન્યાં.

થોડા સમય પછી ફેસબુક ઉપરાંત બંને જણાએ ફેસબુક મેસેન્જર પર પણ ચેટિંગ શરૂ કર્યું અને એકમેકના મોબાઇલ નંબરની આપલે કરી. નેન્સીએ જણાવ્યા અનુસાર યુકેમાં તેનો પોતાનો બિઝનેસ હતો. થોડા સમય પછી એણે રમેશભાઈને જણાવ્યું કે તે ભારતમાં જ્વેલરી શોપ શરૂ કરવા માગે છે. તેણે કહ્યું કે રમેશભાઈ થોડું ઇન્વેસ્ટમેન્ટ કરવા તૈયાર હોય તો તે આ બિઝનેસમાં રમેશભાઈને પાર્ટનર પણ બનાવી શકે છે.

રમેશભાઈને રસ પડ્યો. નેન્સીએ તેમને ભારતમાંના છ બેન્ક એકાઉન્ટની વિગતો મોકલી. એપ્રિલ ૭ થી મે ૨૭ સુધીમાં જુદાં જુદાં ટ્રાન્ઝેકશન કરીને રમેશભાઈ આ ખાતાઓમાં રૂપિયા ટ્રાન્સફર કરતા ગયા. મોકલેલી રકમનો આંકડો ૩૫ લાખે પહોંચ્યો ત્યારે છેક રમેશભાઈને લાગ્યું કે વાતમાં કંઈક ગરબડ છે!

તેમણે મિત્રોને વાત કરી. નેન્સી તરફથી કોઈ પણ પ્રતિસાદ મળવાનું બંધ થયા પછી રમેશભાઈને પૂરેપૂરું સમજાયું કે તેઓ ઠગાયા છે. હવે તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!