(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇન્સ્ટાગ્રામનું તમારું એકાઉન્ટ પ્રાઇવેટ રાખવું છે?

તમે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ પ્રમોશન માટે નહીં, માત્ર નજીકના સર્કલ સાથે શેરિંગ માટે કરતા હો તો આ વિકલ્પ તપાસી જુઓ.

ઇન્સ્ટાગ્રામ પર તમે ત્રણેક હેતુથી એક્ટિવ હોઈ શકો છો – એક, તમે કેવી મોજમસ્તીથી જીવો છો એ આખી દુનિયાને બતાવવા માગતા હો, બીજો હેતુ, તમે તમારા બિઝનેસને પ્રમોટ કરવા માગતા હો, અને ત્રીજો હેતુ, ઇન્સ્ટાગ્રામ પર એક્વિટ હોય તેવા પરંતુ માત્ર તમારા નજીકના મિત્રો, સ્વજનો સાથે ઇન્સ્ટા પર ટચમાં રહેવાનો હોય.

જો તમે આ ત્રીજા હેતુ માટે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા હો તો ઇન્સ્ટાગ્રામમાં તમારી વિઝિબિલિટી સંબંધિત કેટલીક બાબતો બરાબર સમજી લેવી જોઇએ.

ઇન્સ્ટાગ્રામ પર આપણે જે કંઈ પોસ્ટ કરીએ તે કોણ જોઈ શકે, તેના પર કોણ કમેન્ટ કરી શકે અને કોણ આપણને ફોલો કરી શકે તે બધી બાબતો આપણા કંટ્રોલમાં રાખી શકાય છે. અન્ય લોકો તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સાથે કેવી રીતે ઇન્ટરએક્ટ કરી શકે એ પણ તમે નક્કી કરી શકો છો.

જો તમે ઇન્સ્ટાગ્રામ પરનું તમારું શેરિંગ નજીકના સર્કલ પૂરતું સીમિત રાખવા માગતા હો તો એ માટેનું પહેલું પગલું તમારા એકાઉન્ટને પ્રાઇવેટ બનાવવાનું છે. એ પછી જે લોકોને તમે પોતે એપ્રૂવ કરો માત્ર એ જ લોકો ઇન્સ્ટાગ્રામ પરનું તમારું કન્ટેન્ટ જોઈ શકશે.

આમાં એક-બે શરતો છે.

પહેલી શરત બિઝનેસ એકાઉન્ટને લગતી છે. ઇન્સ્ટાગ્રામ પરના બિઝનેસ એકાઉન્ટનો હેતુ શક્ય એટલા વધુ લોકો સુધી પહોંચીને બિઝનેસ પ્રમોટ કરવાનો હોય છે આથી બિઝનેસ એકાઉન્ટને પ્રાઇવેટ એકાઉન્ટમાં ફેરવી શકાતું નથી. જો તમે એમ કરવા માગતા હો તો સૌથી પહેલાં તમારે તમારા બિઝનેસ એકાઉન્ટને સાદા પર્સનલ એકાઉન્ટમાં ફેરવવું પડશે અને એ પછી તેને તમે પ્રાઇવેટ એકાઉન્ટમાં ફેરવી શકશો.

બીજી શરત, ઉંમર સંબંધિત છે. જો તમે ૧૬ વર્ષથી નાની ઉંમરના હો અને તમે ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ ઓપન કર્યું હોય તો એકાઉન્ટ પહેલેથી પ્રાઇવેટ રહેશે અને પછી તમે ઇચ્છો તો તેને પબ્લિક બનાવી શકો છો.

અન્ય પર્સનલ એકાઉન્ટ્સ પહેલેથી પબ્લિક હોય છે અને તમે ઇચ્છો ત્યારે તેને પ્રાઇવેટ કરી શકો છો.

જ્યારે તમારું એકાઉન્ટ પબ્લિક હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ તમારો પ્રોફાઇલ અને તમારી પોસ્ટ જોઈ શકે છે. ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ ન ધરાવતી વ્યક્તિ પણ તમારી ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટ સુધી પહોંચી શકે છે. જ્યારે તમારું એકાઉન્ટ પ્રાઇવેટ હોય ત્યારે માત્ર તમે જે ફોલોઅર્સને એપ્રૂવ કરો એ લોકો તમારી પોસ્ટ કે વીડિયો, લોકેશન પેજ, તમારા ફોલોઅર્સ, તમે જેને ફોલો કરો છો તેનું લિસ્ટ વગેરે જોઈ શકે છે.

જો તમે તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને પ્રાઇવેટ બનાવવા માગતા હો તો એ માટે એન્ડ્રોઇડ અને આઇફોનમાંની ઇન્સ્ટાગ્રામ એપમાં વિધિ એક સરખી છે.


એપ ઓપન કરીને તેમાં તમારા પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરી સેટિંગ્સમાં જાઓ. તેમાં પ્રાઇવસીમાં જાઓ અને તેમાં એકાઉન્ટને પ્રાઇવેટ બનાવવાનો વિકલ્પ પસંદ કરી લો. કમ્પ્યૂટરમાં કે મોબાઇલ બ્રાઉઝરમાં https://www.instagram.com/ પર જઇને સેટિંગ્સ, તેમાં પ્રાઇવસી અને સેટિંગ્સ અને તેમાં એકાઉન્ટ પ્રાઇવસીમાં જઇને એકાઉન્ટને પ્રાઇવેટ કરી શકાય છે. તમારા એકાઉન્ટને પ્રાઇવેટ કર્યા પછી પણ આ બાબતો ધ્યાનમાં રાખશો:

  • ઇન્સ્ટાગ્રામ પરથી તમે તમારી પ્રાઇવેટ પોસ્ટ ફેસબુક કે ટ્વીટર જેવા અન્ય પ્લેટફોર્મ પર શેર કરો તો ત્યાં એ પ્રાઇવેટ રહેશે નહીં. એ નેટવર્ક્સ પર તમે જે પ્રકારનાં પ્રાઇવસી સેટિંગ્સ કર્યા હશે તે તેને લાગુ થશે.
  • એક વાર તમે તમારું એકાઉન્ટ પ્રાઇવેટ કરી દો એ પછી અન્ય લોકોએ તમારી પોસ્ટ, તમારા ફોલોઅર્સનું લિસ્ટ અને તમે જેમને ફોલો કરો છો તેમનું લિસ્ટ જોવા માટે તમને ફોલો રિકવેસ્ટ મોકલી પડશે.
  • આવી રિકવેસ્ટ તમને એક્ટિવિટી પેજમાં દેખાશે, જેમાં જઇને તમે આવી રિકવેસ્ટ એપ્રૂવ કરી શકો કે ઇગ્નોર કરી શકો.
  • જો તમે તમારી પોસ્ટ્સ પ્રાઇવેટ કરો એ પહેલાંથી કોઈ વ્યક્તિ તમને ફોલો કરી રહી હોય અને તમે ઇચ્છતા હો કે તે હવે તમારી પોસ્ટ ન જુએ તો તમારે તેમને બ્લોક કરવા પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!