(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મહેમાનોને વાઇ-ફાઇનો પાસવર્ડ ક્યૂઆર કોડથી શેર કરો

હવે મોટા ભાગનાં ઘરોમાં વાઇ-ફાઇની સુવિધા હોય છે. તમારા ઘરમાં પણ વાઇ-ફાઇ હોય તો તમારો અનુભવ હશે કે ઘરે આવતા મહેમાનો, ખાસ કરીને જેમના ઘરમાં હજી વાઇ-ફાઇની સુવિધા ન હોય એ આપણા વાઇ-ફાઇનો લાભ લેવા માગતા હોય છે! હેતુ માત્ર એટલો કે કોઈ મોટી એપ ડાઉનલોડ કરવાની હોય કે હેવી ફોટો-વીડિયો આલ્બમ તેમના ક્લાઉડ એકાઉન્ટમાં અપલોડ કરવાનાં હોય કે કોઈ સાથે શેર કરવાનાં હોય.

હવે નવા સમયની મજા જુઓ – મહેમાન જ્યારે આપણા વાઇ-ફાઇનો પાસવર્ડ માગે ત્યારે ઘણી વાર આપણે કફોડી સ્થિતિમાં મૂકાઈએ! કારણ એટલું જ કે આપણને પોતાના વાઇ-ફાઇનો પાસવર્ડ આપવામાં કોઈ વાંધો ન હોય પરંતુ આપણે પોતે જ એ ભૂલી ગયા હોઇએ અને મહેમાનને લાગે કે આપણે પાસવર્ડ આપવામાં ઠાગાઠૈયા કરીએ છીએ!

આવી સ્થિતિ ટાળવાનો એક સહેલો રસ્તો તમારો વાઇ-ફાઇ પાસવર્ડ ક્યાંક વ્યવસ્થિત રીતે લખી રાખવાનો છે. પરંતુ એ કાગળ પાછો હાથવગો રાખવો પડે.

એન્ડ્રોઇડ ૧૦થી આ સ્થિતિનો એક સહેલો ઉપાય મળ્યો છે.

હવે ઠેકઠેકાણે જોવા મળતા ક્વિક રિસ્પોન્સ (ક્યૂઆર) કોડને આ માટે કામે લેવામાં આવ્યા છે.  હવે જ્યારે પણ મહેમાન તમારો વાઇ-ફાઇ પાસવર્ડ માગે ત્યારે તમારા સ્માર્ટફોનમાં નીચેનાં પગલાં લો.

  • સ્માર્ટફોનનાં સેટિંગ્સમાં જાઓ.
  • તેમાં કનેકશન્સમાં વાઇ-ફાઇમાં જાઓ.
  • તેમાં ક્યૂઆર કોડનો વિકલ્પ જોવા મળશે.
  • તેને ક્લિક કરતાં તમારા વાઇ-ફાઇ કનેકશનનો ક્યૂઆર કોડ જોવા મળશે.

મહેમાન પોતાના સ્માર્ટફોનથી આ ક્યૂઆર કોડ સ્કેન કરીને તમારા ઘરના વાઇ-ફાઇ સાથે કનેક્ટ થઈ શકે છે. તેમને પાસવર્ડ આપવાની જરૂર રહેશે નહીં!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!