(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

બ્રેઇનસ્ટોર્મિંગ સહેલું બનાવતાં વ્હાઇટબોર્ડ

શાળા હોય કે ઓફિસ, બંનેમાં બ્લેકબોર્ડ, ગ્રીનબોર્ડ કે  વ્હાઇટબોર્ડનું અનોખું મહત્ત્વ છે. કોઈ પણ બાબત સારી રીતે સમજાવી હોય તો તે બોર્ડ પર ચીતરામણ કરીને કે મુદ્દાઓ ટપકાવીને સારી રીતે સમજાવી શકાય. 

કોરોના પછી વર્ક-ફ્રોમ-હોમ કે લર્ન-ફ્રોમ-હોમ આવ્યું ત્યારે મીટિંગ દરમિયાન કે ઓનલાઇન ક્લાસ દરમિયાન સૌને બોર્ડની ખોટ સાલવા લાગી. એનો ઉપયોગ મળ્યો ડિજિટલ વ્હાઇટબોર્ડથી.

ઓફિસની રીતે જોઈએ તો સામાન્ય રીતે, ઓફિસ મીટિંગ્સ ગૂગલ મીટ કે ઝૂમ કે માઇક્રોસોફ્ટ ટીમ્સ પર સહેલાઈથી થઈ શકે છે. આવી મીટિંગ દરમિયાન જુદા જુદા ટીમ મેમ્બર્સ પોતાના સ્ક્રીન શેર કરીને મીટિંગને સંબંધિત બાબતો બીજા ટીમ મેમ્બર્સ સાથે શેર પણ કરી શકે છે.

ઓફિસ ટીમ વચ્ચે કે ટીચર-સ્ટુડન્ટ્સ વચ્ચેના બ્રેઇનસ્ટોર્મિંગ સેશનમાં વ્હાઇટબોર્ડ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. મીટિંગના જુદા જુદા મુદ્દાઓ અને તેને સંબંધિત અન્ય પાસાં વ્હાઇટબોર્ડ પર ટપકાવવાથી ડિસ્કશન વધુ ફોક્સ્ડ રાખી શકાય છે. મોટી ટીમ માટેનાં વર્કફ્લો મેનેજમેન્ટ સોફ્ટવેર ટૂલ્સની મદદથી, આખી ટીમને પ્રોજેક્ટના વિવિધ તબક્કા નક્કી કરવાની, ટાસ્ક એસાઇન કરવાની, એકબીજા સાથે કમ્યુનિકેટ કરવાની અને કામ કેટલે પહોંચ્યું તેનું ફોલોઅપ કરવાની તક મળે છે, પણ મોટા ભાગે આવાં ટૂલમાં બ્રેઇનસ્ટોર્મિંગ માટેની સારી સવલતો હોતી નથી.

ડિજિટલ શેર્ડ વ્હાઇટબોર્ડ આવી સગવડો આપે છે.

ડિજિટલ શેર્ડ વ્હાઇટબોર્ડ

શેર્ડ વ્હાઇટબોર્ડની મદદ સાથેના ટીમ ડિસ્કશનથી દરેક વ્યક્તિ ચર્ચામાં સારી રીતે સંકળાય છે અને પ્રોજેક્ટના તબક્કા, કામની વહેંચણી વગેરે કરવામાં મદદ મળે છે. એટલે એમ કહી શકાય કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટૂલનો ઉપયોગ કરવાની પહેલાંનું પગલું, બ્રેઇનસ્ટોર્મિંગ છે અને એમાં શેર્ડ વ્હાઇટબોર્ડ ઉપયોગી થઈ શકે.

હવેના ઓનલાઇન મીટિંગ્સના ન્યૂ નોર્મલમાં પણ વ્હાઇટબોર્ડ જેવી સુવિધાઓ હાજર છે.

ગૂગલ જેમબોર્ડ

ગૂગલ ઓનલાઇન કોલાબ્રેશન કરતી ટીમ્સ માટે ‘જેમબોર્ડ’ (https://jamboard.google.com/) નામના એક ટૂલની સગવડ આપે છે, જે વિવિધ ટીમ મેમ્બર્સ વચ્ચે એક કોમન વ્હાઇટબોર્ડ જેવું કામ આપે છે. પરંતુ તે ગૂગલની વર્કસ્પેસ સર્વિસના એક ભાગ તરીકે પેઇડ એપ છે. જો તમે તમારી નાની બિઝનેસ ટીમ માટેસિમ્પલ અને ફ્રી ઓનલાઇન વ્હાઇટબોર્ડ એપ શોધી રહ્યા હો તો એના ઘણા વિકલ્પો પણ ઉપલબ્ધ છે.

માઇક્રોસોફ્ટ વ્હાઇટબોર્ડ

જો તમે વિન્ડોઝ ૧૦ લેપટોપ કે પીસીનો ઉપયોગ કરતા હો તો માઇક્રોસોફ્ટ સ્ટોરમાં તમારા માઇક્રોસોફ્ટ એકાઉન્ટથી લોગ-ઇન થઈને વ્હાઇટબોર્ડની ફ્રી એપ ડાઉનલોડ કરી શકો છો.

આ એપની મજા એ છે કે તેમાં તેમાં ઇન્ટેલિજન્ટ ઓબ્જેક્ટ રેકગ્નિશન ટૂલ છે, એટલે આપણે સ્ક્રીન પર આડુંઅવળું કંઈક દોરવાનો પ્રયાસ કરીએ તો આ ટૂલ આપણે શું દોરવા માગીએ છીએ તે ‘સમજી’ જાય છે અને તેનું વધુ સ્પષ્ટ અને વધુ ડીટેઇલ્ડ વર્ઝન તૈયાર કરી આપે છે. આ વ્હાઇટબોર્ડને માઇક્રોસોફ્ટ ટીમ્સ સાથે ઇન્ટીગ્રેટ કરી શકાય છે એટલે વીડિયો મીટિંગ્સ દરમિયાન પણ તેનો સહેલાઇથી ઉપયોગ થઈ શકે છે.


વાઇટબોર્ડ

તમે બિલકુલ સિમ્પલ, ફ્રી ડિજિટલ વ્હાઇટબોર્ડ  શોધી રહ્યા હો તો આ સાઇટ (witeboard.com) જોયા પછી બીજું કંઈ શોધવું પડશે નહીં. સાઇટ પર પહોંચતાં સીધું જ એક કોરું વ્હાઇટબોર્ડ મળશે, ચાહો તે લખો કે ચીતરો. પછી તેની લિંક અન્યોને વોટ્સએપ પર શેર કરતાં, એ લોકો મોબાઇલ કે પીસીમાં એ જ વ્હાઇટબોર્ડ ઓપન કરી શકે, તેમાં તમે જે લખી રહ્યા હો તે જોઈ શકશે અને પોતાનું લખાણ કે ચિત્રણ ઉમેરી પણ શકશે. ચાહો તો અહીં તમારું એકાઉન્ટ બનાવી વ્હાઇટબોર્ડ સેવ કરો અથવા ઇમેજ તરીકે સેવ કરો!

બોર્ડમાં મળતી સુવિધા
  • મોટા ભાગે દરેક સારી વ્હાઇટબોર્ડ એપમાં આપણને નીચે મુજબની સુવિધા મળતી હોય છેઃ
  • એક કોમન, શેર્ડ વ્હાઇટબોર્ડ, જે દરેક ટીમ મેમ્બરને પોતપોતાની એપ કે બ્રાઉઝરમાં દેખાય
  • ઓડિયો અને વીડિયો કોલિંગની સુવિધા
  • એકબીજા સાથે ચેટમાં મેસેજિંગ કરવાની સુવિધા
  • બોર્ડ પર લખાતી બાબતો સેવ કરવાની અને તેની હિસ્ટ્રી જાળવવાની સુવિધા
  • સ્ટીકી નોટ્સ મૂકવાની સુવિધા
  • સંબંધિત ફાઇલ્સ અપલોડ કરવાની સુવિધા
  • બોર્ડને વિવિધ ફોર્મેેટમાં સેવ કરવાની સુવિધા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!