(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

બિઝનેસ પ્રમોશન માટેના વીડિયો બનાવવાનું સહેલું બનાવતી સાઇટ

તમારો કોઈ નાનો-મોટો બિઝનેસ છે? તમારી પ્રોડક્ટ્સ કે સર્વિસને તમે ઓનલાઇન પ્રમોટ કરો છો અને ઓનલાઇન ઓર્ડર્સ લો છો?

તમારા બિઝનેસ, પ્રોડક્ટ્સ કે સર્વિસના પ્રમોશન માટે વીડિયો હવે એક બહુ અસરકારક માધ્યમ છે. ઇન્સ્ટાગ્રામ કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોવા મળતા આ પ્રકારના વીડિયોઝ ક્રિએટ કરવાનું તમને પણ મન થતું હોય તો તમારે કામની વેબસાઇટ છે https://animoto.com/

આ સાઇટ આપણે માટે એક વીડિયો એડિટર અને વીડિયો મેકર બંને પ્રકારનું કામ આપે છે.

જાતે પ્રમોશનલ વીડિયો ક્રિેએટ કરવામાં આપણને સૌથી મોટી મુશ્કેલી આકર્ષક, પ્રોફેશનલ વીડિયો ફૂટેજ, ઇમેજિસ અને મ્યુઝિક મેળવવામાં થતી હોય છે. એનિમોટો પર આ બધું જ આપણને એક સાથે મળી રહે છે.

દેખીતું છે કે બધું મફત નથી, પણ ફ્રી એકાઉન્ટમાં પણ આપણને ખાસ્સાં ફીચર્સ મળે છે. સાઇટ પર ફ્રી એકાઉન્ટ ક્રિએટ કર્યા પછી, આપણે સ્ટાન્ડર્ડ ક્વોલિટી (૭૨૦પી)ના વીડિયો ક્રિએટ કરી શકે છે. વીડિયોની સંખ્યા પર કોઈ લીમિટ નથી. માત્ર, ફ્રી એકાઉન્ટમાં ૫૦ મ્યુઝિક ટ્રેક, ૩૦ કલર્સ ૩ સ્ટાન્ડર્ડ ફોન્ટ મળે છે. આપણે ઇચ્છીએ તો પોતાની ઇમેજિસ અને વીડિયો ક્લિપ્સનો પણ આ ઓનલાઇન વીડિયો એડિટરમાં ઉપયોગ કરી શકીએ છીએ.

ફ્રી એકાઉન્ટમાં વીડિયો ક્રિએટ કર્યા પછી તેને સીધો વિવિધ સોશિયલ પ્લેટફોર્મ્સ પર શેર કરી શકાય છે. ફક્ત, એનિમોટો સાઇટનું બ્રાન્ડિંગ તેમાં રહે છે. સાઇટ પર સંખ્યાબંધ પ્રકારનાં રેડી-ટુ-યૂઝ ટેમ્પ્લેટ્સ પણ છે. તમે બિઝનેસ માટે, ફેમિલી પરપઝ માટે કે ફક્ત હોબી માટે પણ તેમનો ઉપયોગ કરી શકો છો.

આ રીતે વીડિયો ક્રિએટ કરવામાં ફાવટ આવે અને તમે ખરેખર પ્રોફેશનલ હેતુ માટે વીડિયો ક્રિએટ કરવા માગતા હો તો એનિમોટોના પેઇડ પ્લાન્સ મહિને રૂ. ૨૯૦થી શરૂ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!