ઘણી વાર એવું બને કે આપણે કોઈ સાઇટ એક્સેસ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોઇએ પરંતુ એ સાઇટ બ્રાઉઝરમાં ખૂલે નહીં. આમ થવાના બે કારણ હોઈ શકે.

કાં તો એ વેબસાઇટ પોતે જ ડાઉન હોય અને આપણા સહિત અન્ય કોઈ પણ વ્યક્તિ એ સમયે એક્સેસ કરી શકે તેમ ન હોય. અથવા એવું બની શકે કે એ સાઇટ માત્ર આપણા એરિયામાં ડાઉન હોય કે આપણા આઇપી એડ્રેસ સંબંધિત કંઈક મુશ્કેલીને કારણે એ સાઇટ શોધતા આપણા બ્રાઉઝરમાં ઓપન થઈ ન રહી હોય.
જે તે સાઇટ ફક્ત આપણે માટે બંધ છે કે સૌ કોઈ માટે ડાઉન છે એ તપાસવામાં આ સાઇટ મદદરૂપ થશે. એ ધ્યાન આપશો કે કોઈ સાઇટ ખરેખર ચાલુ હોય અને તમે માત્ર ટેસ્ટિંગ પૂરતું આ વેબસાઇટ પર તેનું એડ્રેસ આપો તો આ સાઇટની સિસ્ટમ તમને કહેશે કે સાઇટ્સ સૌને માટે ચાલુ જ છે માત્ર તમારા માટે ડાઉન લાગે છે!

