(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વર્ડ ફાઇલમાં વાક્ય કે પરેગ્રાફને બોક્સમાં કેવી રીતે મૂકી શકાય?

ઘણી વાર એવું બને કે વર્ડ ડોક્યુમેન્ટમાં કામ કરતી વખતે આપણે કોઈ વાક્ય કે પેરેગ્રાફને હાઇલાઇટ કરવાનો હોય.

આ કામ આમ તો ઘણી જુદી જુદી રીતે થઈ શકે. આપણે તેને બોલ્ડ કરી શકીએ, અલગ કલર આપી શકીએ, જુદા કલરના હાઇલાઇટરથી હાઇલાઇટ કરી શકીએ કે એ ટેકસ્ટને બોક્સમાં મૂકી શકીએ.

વર્ડમાં ટેકસ્ટને બોક્સમાં મૂકવા માટે ડોક્યુમેન્ટમાં ટેકસ્ટ બોક્સ ઇન્સર્ટ કરવાની પણ સગવડ હોય છે. પરંતુ તેની તકલીફ એ છે કે એવી રીતે મુખ્ય લખાણથી અલગ ટેકસ્ટ ઉમેરવા જતાં ઘણી વાર એ બોક્સ મેઇન ટેકસ્ટનો ભાગ ન રહેવાથી મેઇન ટેકસ્ટમાં આપણે કોઈ ફેરફાર કરીએ તો બોક્સમાં રહેલી ટેકસ્ટ એની જગ્યાએ જ રહી જાય છે અને બાકીનું લખાણ ફરી જાય છે!

આના ઉપાય તરીકે મુખ્ય લખાણમાં જ કોઈ ભાગને પસંદ કરીને એને બોક્સમાં મૂકવાની રીત અજમાવવી વધુ યોગ્ય થાય.

  • જ્યારે કોઈ એક વાક્યને બોક્સમાં મૂકવું હોય ત્યારે એ વાક્ય સિલેક્ટ કરો.
  • મથાળાની રિબનમાં હોમ ટેબમાં પેરેગ્રાફ સેકશનમાં બોર્ડરના ડ્રોપ ડાઉન મેનૂમાં જાઓ.
  • તેમાં ‘બોર્ડર એન્ડ શેડિંગ’ના વિકલ્પોમાં જાઓ.
  • અહીં જમણી તરફ ‘એપ્લાય ટુ’ના ડ્રોપ ડાઉન મેનૂમાં ટેકસ્ટ પસંદ કરો.
  • ડાબી તરફના વિકલ્પોમાં તમારે જે પ્રકારે બોર્ડર આપવી હોય તો પસંદ કરી લો. 

તમે વાક્ય કે ફકરાની ચારે તરફ બોર્ડર આપી શકો છો અથવા માત્ર ઇચ્છો એ બાજુએ બોર્ડર એપ્લાય કરી શકો છો. આ જ મેનૂમાંથી બોર્ડરની સ્ટાઇલ, કલર તથા વિડ્થ પણ નક્કી કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!