(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

‘પ્લગઇન્સ’ શું હોય છે?

ઇન્ટરનેટ પર અનેક પ્રકારની સર્વિસ છે અને દરેક સર્વિસનો ઉપયોગ કરનારા લોકો પણ અનેક પ્રકારના છે. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ વિવિધ સર્વિસ કે પ્લેટફોર્મ્સના જેમ યૂઝર્સ અપાર, તેમ એ તમામ યૂઝરની જરૂરિયાતો પણ અલગ અલગ પ્રકારની.

દેખીતું છે કે કોઈ પણ એક સર્વિસ કે પ્લેટફોર્મ દરેક યૂઝરની બધી જરૂરિયાત એક સાથે સંતોષી શકે નહીં.

આથી ઇન્ટરનેટ પર ‘પ્લગઇન્સ’નો કન્સેપ્ટ વિકસ્યો છે. આ કન્સેપ્ટમાં મૂળ, હાર્દ રૂપ સગવડો ધરાવતી એક સર્વિસ કે પ્લેટફોર્મ કોઈ કંપની (કે ડેવલપર્સનો સમૂહ સાથે મળીને) વિક્સાવે, યૂઝર્સને ઉપયોગ કરવા માટે આપે (મોટા ભાગે મફતમાં) અને પછી, તેમાં જુદા જુદા ડેવલપર્સ પોતાનું દિમાગ દોડાવી, જુદી જુદી સગવડો ઉમેરી શકે એવી વ્યવસ્થા વિક્સી છે.

આ કન્સેપ્ટનું સૌથી સારું અને આપણે માટે જાણીતું ઉદાહરણ એન્ડ્રોઇડની એપ્લિકેશન્સ છે.

એન્ડ્રોઇડ કંપની સ્માર્ટફોન માટેની ઓપરેટિંગ સિસ્ટમ પૂરી પાડે છે અને કેટલીક પાયાની સુવિધાઓ આપે છે. એ પછી જે તે યૂઝર પોતાની જરૂરિયાત મુજબ તેમાં વિવિધ એપ્લિકેશન્સ ઉમેરી શકે છે.

જેમ કે કોઈ યૂઝરને રોજે રોજ ન્યૂઝ જાણવાની ટેવ હોય તો તે ન્યૂઝ સંબંધિત કોઈ એપ્લિકેશન ઉમેરે અને કોઈ વ્યક્તિને વારંવાર એપ આધારિત ટેકસી ભાડે કરવાની જરૂરિયાત ઊભી થતી હોય તો તે એપ કેબની એપ્લિકેશન પોતાના સ્માર્ટફોનમાં ઉમેરે.

એન્ડ્રોઇડ કંપની ઇચ્છે તો પણ પોતાની જાતે બધા પ્રકારની એપ બનાવી શકે નહીં અને બધા જ યૂઝરની જરૂરિયાત સંતોષે તેવી બધી એપ્સ એક સાથે એન્ડ્રોઇડમાં ઉમેરી શકે નહીં. આથી કંપનીએ ઓપરેટિંગ સિસ્ટમનું પ્લેટફોર્મ બનાવ્યું અને તેમાં વિવિધ ખાનગી ડેવલપર્સ જુદા જુદા પ્રકારની એપ્સ બનાવીને તેનાં ફ્રી કે પેઈડ વર્ઝન રજૂ કરી શકે તેવી વ્યવસ્થા વિકસાવી.

ઇન્ટરનેટ પર જેટલા યૂઝર્સ એટલી જ વિવિધ જરૂરિયાતો. આથી એક કોમન પ્લેટફોર્મ અને તેમાં વિવિધ ખાસિયતો ઉમેરી શકાય એવો વિચાર વિકસ્યો.

એન્ડ્રોઇડમાં આપણે જોઈએ છીએ તેમ, જે કંપની કે ડેવલપર્સના સમૂહે પેલું મૂળ પ્લેટફોર્મ વિક્સાવ્યું હોય તે પ્લગઇન્સ માટેનો સ્ટોર પણ બનાવે છે. યૂઝર આ સ્ટોરમાં જઈને તેમની જરૂરિયાત મુજબનું ફ્રી કે પેઇડ પ્લગઇન શોધીને મેળવી શકે છે.

આવી એપ્લિકેશન્સને એક રીતે આપણે ‘પ્લગઇન્સ’ પણ કહી શકીએ.

આમ જુઓ તો ‘પ્લગઇન’ શબ્દ સામાન્ય રીતે વર્ડપ્રેસ જેવી કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમમાં વધુ વપરાય છે. દુનિયાભરની તમામ વેબસાઇટમાંથી લગભગ ૪૩ ટકા જેટલી વેબસાઇટ વર્ડપ્રેસ પ્લેટફોર્મ પર આધારિત હોય છે. આ સર્વિસમાં પણ મૂળભૂત સુવિધાઓ સાથેનું એક પ્લેટફોર્મ વિકસાવવામાં આવ્યું છે. તેમાં જુદા જુદા વેબસાઇટ ડેવલપરે પોતાની જરૂરિયાત અનુસાર વધારાની સુવિધાઓ મેળવવી હોય તો તેમણે અન્ય ડેવલપર્સે વિકસાવેલ ફ્રી અથવા પેઇડ પ્લગઇનની મદદ લેવી પડે.


ગૂગલ ક્રોમ, મોઝિલા ફાયરફોક્સ, માઇક્રોસોફ્ટ એજ વગેરે બ્રાઉઝર પણ પ્લગઇનના કન્સેપ્ટને આગળ ધપાવે છે.

આ બધી કંપની જુદી જુદી વેબસાઇટ જોવા માટેની મૂળભૂત સુવિધા ધરાવતું બ્રાઉઝર તૈયાર કરે છે અને પછી તેમાં ‘પ્લગઇન’ કે ‘એડઓન’ કે ‘એક્સટેન્શન’ તરીકે ઓળખાતા નાના નાના પ્રોગ્રામ ઉમેરવાની સગવડ આપે છે. આ પ્લગઇન્સ મૂળ બ્રાઉઝર બનાવનાર કંપની સાથે સીધા સંકળાયેલ ન હોય તેવા ડેવલપર્સ વિકસાવે છે.

આમ ‘પ્લગઇન્સ’, ‘એપ્સ’, ‘એક્સટેન્શન’, ‘એડઓન’ વગેરે તરીકે ઓળખાતા નાના નાના પ્રોગ્રામ્સ ઇન્ટરનેટ પરની વિવિધ મોટી સર્વિસ કે પ્લેટફોર્મની ઉપયોગિતા વધારે છે અને મૂળ સર્વિસ કે પ્લેટફોર્મને અત્યંત હેવી બનાવ્યા વિના યૂઝરને તેની પસંદગી મુજબના ફીચર્સ મેળવવાની ફ્લેક્સિબિલિટી આપે છે!

‘પ્લગઇન’ કન્સેપ્ટનાં જાણીતાં ઉદાહરણો:

‘પ્લગઇન’ના કન્સેપ્ટને વિસ્તૃત રીતે જોઈએ તો ઇન્ટરનેટ પરનાં લગભગ તમામ મોટાં, લોકપ્રિય પ્લેટફોર્મ પર તેનો ઉપયોગ થાય છે.

https://play.google.com/

https://apps.microsoft.com/store/apps

https://www.apple.com/in/app-store/

https://chrome.google.com/webstore

https://wordpress.org/plugins/

https://addons.mozilla.org/en-US/firefox/

https://microsoftedge.microsoft.com/addons/Microsoft-Edge-Extensions-Home

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!